Morbi, તા.૨૮
ટંકારા રાજકોટ હાઈવે પર નદીના કાંઠેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા નજીક આવેલ ખજુરા હોટેલ પાસે વાડી નજીક આવેલ નદીના કાંઠે ખરાબામાંથી અજાણ્યા પુરુષ આશરે ૪૦ વર્ષ વાળાનો મૃતદેહ મળી આવ્યો હતો જે બનાવની જાણ થતા ટંકારા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા અને ક્યાં કારણોસર મોત થયું તે દિશામાં વધુ તપાસ ચલાવી છે