Morbi,તા.09
મોરબી પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નામે શૂન્ય છે તાજેતરમાં રેંજ આઈજીએ મોરબી મુલાકાત દરમિયાન સબ ઠીક હે જણાવ્યું હતું પરંતુ એવું નથી મોરબીના ખોખરા હનુમાન પાસે યુવાનને લૂંટી લેવાયો હતો જે બનાવ મામલે ૨૦ દિવસ બાદ ફરિયાદ નોંધી બહાદુર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
મૂળ એમપીના વતની અને હાલ માટેલ રોડ પરની ઇનવોલ સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતા અમન અંબારામ કુશવા (ઉ.વ.૨૩) નામના યુવાને બે બાઈકમાં આવેલ ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આશરે વીસેક દિવસ પૂર્વે રાત્રીના આઠ વાગ્યે ફેક્ટરીમાં મજુરી કામ કરી ખરીદી કરવા ખોખરા હનુમાન પાસે જવું હોય જેથી મિત્ર સંતોષ બંજારાને કહ્યું હતું ખરીદી કરવા, પૈસા ઉપાડવા માટે મોબાઈલની જરૂર હોય મોબાઈલની ડિસ્પ્લે ખરાબ થઇ ગઈ હતી જેથી મિત્ર સંતોષએ તેનો ફોન આપ્યો હતો યુવાન એકલો ખરીદી કરવા ગયો હતો
ચાલીને રોડ પર જતો હતો ત્યારે ખોખરા હનુમાન રોડ પર બે બાઈકમાં આવેલ ચાર અજાણ્યા ઇસમોએ ગળે છરી રાખી તારી પાસે જે હોય તે આપી દે કહેતા યુવાન ગભરાઈ ગયો હતો અને ખિસ્સામાં રહેલ મોબાઈલ કીમત રૂ ૧૦,૫૦૦ અને રોકડ રૂ ૨૫૦૦ આપ્યા હતા જે લઈને બે બાઈકમાં આવેલ ચાર ઈસમો નાસી ગયા હતા બાદમાં થોડા દિવસ પૂર્વે સમાચાર પત્રમાં જાણવા મળ્યું કે ખોખરા હનુમાન રોડ પર અજાણ્યા માણસોએ કોઈ વ્યક્તિને છરી મારી મોબાઈલ લૂંટ ચલાવી હતી જેને પોલીસે પકડી લીધાની જાણ થતા ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે