Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad plane crash : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન,

    June 12, 2025

    Ahmedabad plane crash : પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી

    June 12, 2025

    Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 133 મૃતદેહો બહાર કઢાયા

    June 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad plane crash : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન,
    • Ahmedabad plane crash : પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી
    • Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 133 મૃતદેહો બહાર કઢાયા
    • Ahmedabad: દુર્ઘટના સ્થળે માત્ર કાટમાળ અને વેરાયેલા મૃતદેહો : આકાશમાં ધુમાડાના ગોટેગોટા
    • Ahmedabad Plane Crash : ફકત ચાર જ મીનીટ વિમાન હવામાં રહ્યું અને ધડાકા સાથે તૂટી પડયું
    • PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના
    • શબ્દોમાં વર્ણવી ન શકાય તેટલું દુ:ખ : Ahmedabad દુર્ઘટના વિશે મોદીએ શોક દર્શાવ્યો
    • અંજલીબેન, ભંડેરી-ભારદ્વાજ પરિવાર બે દિવસ પહેલા લંડન પહોંચી ગયા હતા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજ્યની કુલ ૫ એમ્પેન્લ્ડ હોસ્પિટલ અને ૨ ડૉક્ટરને યોજના અંતર્ગત Suspended કરાયા
    ગુજરાત

    રાજ્યની કુલ ૫ એમ્પેન્લ્ડ હોસ્પિટલ અને ૨ ડૉક્ટરને યોજના અંતર્ગત Suspended કરાયા

    Vikram RavalBy Vikram RavalDecember 9, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૯

    પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી રાજ્યની કોઇપણ હોસ્પિટલ કે ડૉક્ટરની કામગીરીને સાંખી નહી લેવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે. તાજેતરમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ્સ અને ડૉક્ટર્સ સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે.

    પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગતની એસએએફયુ(સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ) એ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલ્સની મુલાકાત કરી હતી. જેના અંતર્ગત ગત અઠવાડિયામાં તા. ૨ ડિસેમ્બર થી ૮  ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ૫  હોસ્પિટલ અને ૨ ડૉક્ટરની ગેરરીતિઓ સામે આવી છે.

    પાટણ જિલ્લાની હિર ચિલ્ડ્રન હોસ્પિટલ , નિષ્કા ચિલ્ડ્‌ર્ન હોસ્પિટલ અને નિયોનેટલ કેર, દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં વિવિધ ત્રુટીઓ અને ગેરરીતિ જણાઇ આવતા પીએમજેએવાય-મા યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.

    પાટણની હિર હોસ્પિટલમાં મુલાકાત દરમિયાન પ્રી-ઓથ દરમિયાન કુલ ૯૧ જેટલા લેબ રિપોર્ટમાં છેડછાડ અને નિઓનેટલ કેરમાં હાયર પેકેજ સિલેક્ટ કર્યા હોવાનું માલુમ પડ્યું . જેથી હિર હોસ્પિટલ અને તેમાં ફરજરત ડૉ. હિરેન પટેલને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હેલ્થ સ્પ્રિંગ ૨૪ પેથોલોજી લેબોરેટરી પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા છે. વધુમાં હોસ્પિટલમાં રૂ. ૫૦,૨૭,૭૦૦ની રીકવરી અને પેનલ્ટી પણ કરાઇ છે.

    પાટણની નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીયોનેટલ કેર સેન્ટરમાં પ્રિ-ઓથ દરમિયાન કુલ ૬૦ જેટલા રિપોર્ટમાં છેડછાડ અને હોસ્પિટલ દ્વારા જે લેબોરેટરીનું ટાઇઅપ કરેલ છે તેમની પાસે દર્દીના લેબ રીપોર્ટ માંગવામાં આવતા રીપોર્ટ ઉપલબ્ધ ન હોવાનું જણાઇ આવ્યું. જેથી હોસ્પિટલ તેમજ હોસ્પિટલમાં ફરજરત ડૉ. દિવ્યેશ શાહને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુમાં શિવ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી, પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાઇ છે. હોસ્પિટલને કુલ રૂ. ૧૫,૧૬,૩૫૦ની રીકવરી અને પેનલ્ટી પણ કરવામાં આવી છે.

    દાહોદની સોનલ હોસ્પિટલમાં યોજનાની માર્ગદર્શિકા મુજબ મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાનું અને ઇન્ફેક્શન કંટ્રોલને લગતી કામગીરીમાં પણ ઉણપ હોવાનું જણાતા આ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરાઇ છે.

    અમદાવાદની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલમાં ચોથા અને પાંચમાં માળનું બી.યુ. પરમિશન ન હોવાનું, માર્ગદર્શિકા મુજબ સ્ટાફ અને મોડ્યુલર ઓટીનો અભાવ તેમજ કેટલીક એક્ક્‌ષાપયરી વાળી દવાનો જથ્થો જણાઇ આવતા હોસ્પિટલને બી.યુ. પરમીશન ન મળે તેમજ ઉક્ત ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરાઇ છે.

    અરવલ્લીની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સર્ટીફિકેટ એક્સપાયર્ડ, તેમજ એન.આઇ.સી.યુ.માં માર્ગદર્શિકા મુજબ વ્યવસ્થા જણાઇ ન આવતા આ હોસ્પિટલને પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન મળે તેમજ જણાઇ આવેલ ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે.

    પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગતની એસએએફયુ ટીમ દ્વારા રાજ્યની અન્ય હોસ્પિટલની પણ મુલાકાત કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાનની હોસ્પિટ્‌લસની રેકોર્ડ ચકાસણી થઇ રહી છે . આ રેકોર્ડમાં યોજનાની માર્ગદર્શિકાનું ક્યાંય પણ ઉલ્લંધન થતું હશે તો આ હોસ્પિટ્‌લ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગત ગેરરીતિની ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્ય સરકારે યોજના અંતર્ગતની કાર્ડિયો, રેડિયો, કિમો, નીઓનેટલ કેર સહિતની સારવાર માટેની નવી માર્ગદર્શિકા બનાવી છે જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, જાન્યુઆરી -૨૦૨૪ થી અત્યારસુધીમાં પીએમજેએવાય-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ કુલ ૧૨ હોસ્પિટલને સસ્પેન્ડ, ડિએમ્પેન્લ્ડ કરવામાં આવી છે.રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને આ યોજના અંતર્ગત નિઃશુલ્ક સારવાર મળે એ જ રાજ્ય સરકારનો યોજનાના પ્રારંભથી સંકલ્પ રહ્યો છે. આ યોજનાની આડમાં ગેરરીતિ આચરતી હોસ્પિટ્‌લસ અને ડૉક્ટરની અમાનવીય પ્રવૃતિને કોઇપણ ભોગે સાંખી નહીં લેવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે.

    GADHINAGAR suspended
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Ahmedabad plane crash : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન,

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad plane crash : પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 133 મૃતદેહો બહાર કઢાયા

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad: દુર્ઘટના સ્થળે માત્ર કાટમાળ અને વેરાયેલા મૃતદેહો : આકાશમાં ધુમાડાના ગોટેગોટા

    June 12, 2025
    ગુજરાત

    Ahmedabad Plane Crash : ફકત ચાર જ મીનીટ વિમાન હવામાં રહ્યું અને ધડાકા સાથે તૂટી પડયું

    June 12, 2025
    રાષ્ટ્રીય

    PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad plane crash : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન,

    June 12, 2025

    Ahmedabad plane crash : પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી

    June 12, 2025

    Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 133 મૃતદેહો બહાર કઢાયા

    June 12, 2025

    Ahmedabad: દુર્ઘટના સ્થળે માત્ર કાટમાળ અને વેરાયેલા મૃતદેહો : આકાશમાં ધુમાડાના ગોટેગોટા

    June 12, 2025

    Ahmedabad Plane Crash : ફકત ચાર જ મીનીટ વિમાન હવામાં રહ્યું અને ધડાકા સાથે તૂટી પડયું

    June 12, 2025

    PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના

    June 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad plane crash : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન,

    June 12, 2025

    Ahmedabad plane crash : પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી

    June 12, 2025

    Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 133 મૃતદેહો બહાર કઢાયા

    June 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.