Jamnagar,તા.11
જામનગરમાં મોટી હવેલી વિસ્તારમાં રહેતા સોની વેપારી દંપતીને મકાનના ભાગના પ્રશ્ને પોતાના જ ભત્રીજા અને ભત્રીજા વહુ સાથે ઝઘડો થયો હતો, અને બંને પક્ષે સામ સામે હુમલા કરાયાની પોલીસ ફરિયાદ થઇ છે.
જામનગરમાં મોટી હવેલી નજીક કાજીના ચકલા વિસ્તારમાં રહેતા સોની વેપારી અજીતભાઈ રમેશભાઈ મોનાણી (ઉંમર વર્ષ 52) એ પોતાના ઉપર તેમજ પોતાના પત્ની નીતાબેન પર માટલા વડે હુમલો કરી ફેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે પોતાના ભત્રીજા હેત મનીષભાઈ મોનાણી અને ભત્રીજાની વહુ પ્રીતિબેન મનીષભાઈ મોનાણી સામે ફરિયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે ભત્રીજા હેત મનીષભાઈ મોનાણીએ પોતાના ઉપર તેમજ પોતાની પત્ની ઉપર લોખંડના સળિયા વડે હુમલો કરવા અંગે પોતાના કાકા અજીતભાઈ રમેશભાઈ મોનાણી અને કાકી નીતાબેન અજીતભાઈ મોનાણી સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જે મામલે સીટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.