Jamnagar તા.૧૧
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, જામનગર તાજેતરમાં શનિવાર, રવિવાર અને બુધવારની રાત્રિના સમયે શંકર ટેકરી ઉદ્યોગ વિસ્તાર, દરેક- જીઆઇડીસી, અને ચેલા ચંગા રોડ પર આવેલા ઔદ્યોગિક એકમોની તપાસ ખાસ કરીને ઇલેક્ટ્રોપ્લેટીંગના એકમોથી થતા પ્રદૂષણ બાબતની તપાસ કરવા આવેલ જે પૈકી બે એકમો બોર્ડના નિયતધારા ધોરણનું પાલન કરતાં ન હોવાથી તેમની સામે જરૂરી કાર્યવાહી કરવા અંગેનો રિપોર્ટ જીપીસીબી ની વડી કચેરી ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે.છેલ્લા ત્રણ માસ દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ૨૧-કારણદર્શક નોટિસ, ૧૦ એકમોને નોટિસ ઓફ ડાયરેક્શન અને ૧૩ એકમોને બંધ કરવાના હુકમો પાઠવેલ છે.
ફિલ્ડ ઇન્સ્પેક્ટર એ કહ્યું કે એક કારખાનેદારે અમારી નજર સામે વેસ્ટ રસાયણો બહાર ઉડાડ્યા તેમણે હાજર દંડ કર્યો બીજા એક માંથી કેમિકલ વેસ્ટ ગટરમાં નીકળતું હતું તેમને ક્લોઝર નોટિસ ફટકારાઇ છે
ગાંધીનગર સ્થિત વડી કચેરીના એક ફિલ્ડ ઓફિસર શ્રદ્ધા સાથે નૈતિકતાને મહત્વ આપે છે તેઓએ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં ફિલ્ડ વર્ક દરમિયાન જોયું છે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ કારખાના ઘણીવાર રાતે જ ખુલતા હોય છે બીજું કે શ્રી રામ, શ્રી મારુતિ, શ્રી કૃષ્ણ તેમજ માતાજીના નામ વગેરે નામ કારખાના ના હોય છે..તો પછી એ નામો પણ પ્રકૃતિના પાલકો છે માટે નૈતિકતા બમણી દાખવવી જોઈએ પરંતુ એ યુગના તબાહી મચાવનાર કંસ વગેરેની જેમ પ્રકૃતિ/પર્યાવરણ વિનાશનું તો ધ્યેય આવા નામ રાખ્યા પછી ના જ હોવું જોઈએ ને?
બીજું વિજિલન્સના ધ્યાન માં એવું પણ આવ્યું છે કે જોખમી વેસ્ટ ઉત્પન્ન કરતા કારખાના સંચાલકો બદલાય છે અમુકના એડ્રેસ બદલાય છે તે દરેકને ઘણા વરસ અવેર કર્યા છતાં સંચાલકો પર્યાવરણ નિયમ પાલન માટે પ્રદૂષણ નિયંત્રણ માટે ગાઇડ લાઇન ફોલો કરતા નથી. જે તે ઓથોરિટી પણ ગંભીરતા દાખવતી નથી અને. ઇટીપી ઓપરેટિગના દરેક સભ્ય પણ હોતા નથી અથવા અમુક કારખાનેદારો થોડો વેસ્ટ ઇટીપી માં આપી બાકીનો વધુ વેસ્ટ ગટર કેનાલ ખડી ખાડા નદી ડેમના સોર્સ વગેરે માં ફેકે છે જામનગર જેવા મહાનગરપાલિકા વિસ્તારમાં તો કોર્પોરેશનમાં પર્યાવરણ ઇજનેરની જગ્યા જ ખાલી છે તેમજ મનપા જાતે પણ વિવિધ વેસ્ટ નિયમન નિયંત્રણ કરવા પર્યાવરણ કાયદા પાલન માટે જહેમત ઉઠાવે છે તેમાંથી શીખીને પણ જાગૃત રહેવું ઘટે , કહેવા આવે પછી જોયું જશે બે પાંચ ભલામણો કરાવી દઈશું , એટલે જી.પી.સી.બી. એ પણ મપાય જાય ને ભલામણ કરનાર નેતાઓ પણ મપાય જશે,
પરંતુ એવી માન્યતા ખોટી છે પર્યાવરણ ના ભોગે શાસકો કે નેતાઓ કે આગેવાનો કોઈ બાંધછોડ કરે તેઓ એવું કરવા માગતા જ નથી અને બીજી વાત કે પોલ્યુશન ડેટા નવી દિલ્હી સુધી જાય છે , ચોક્ક્સ રિમાર્કસ સાથે કેમકે તંત્ર ઓન રેકર્ડ જ બધું લે છે અને ભારત સરકારની પ્રાથમિકતા પર્યાવરણ દ્વારા પ્રકૃતિ જતન ની છે તો પછી તંત્ર શુકામ આળશ કરે ? એમની તો ફરજ છે અને હા આપણે નવી પેઢી ને પર્યાવરણ પાલન શીખવાડશું કે પ્રત્યક્ષ કે પરોક્ષ આપણાથી હવા, નદી, જમીન, પાણી,પર્વત,જળસ્ત્રોત,ભૂગર્ભ જળ,કુદરતી જીવસૃષ્ટિ અને માણસોના પ્રાકૃત જતનને નુકસાન ન થાય તેવું શીખવું? કોઈ એક ની શિસ્ત થી પ્રકૃતિ જતન ન થાય પરંતુ જાગૃત થવાની અને બીજાને કરવાની પહેલ કરશું તો હજુય જે બચ્યું છે તે તો વધુ ન બગડે.

