Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Manavadar નજીક કારમાંથી બે લાખના વિદેશી દારૂ સાથે ચાલક ઝડપાયો

    June 19, 2025

    Bagasara નજીક ટ્રક પલટી ખાઈ જતા ટ્રક ચાલકનું મોત

    June 19, 2025

    Rajkot:શાપર વેરાવળ કારખાનામાં પ્રથમ માળેથી પટકાયેલા માસુમ બાળક નુ મોત

    June 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Manavadar નજીક કારમાંથી બે લાખના વિદેશી દારૂ સાથે ચાલક ઝડપાયો
    • Bagasara નજીક ટ્રક પલટી ખાઈ જતા ટ્રક ચાલકનું મોત
    • Rajkot:શાપર વેરાવળ કારખાનામાં પ્રથમ માળેથી પટકાયેલા માસુમ બાળક નુ મોત
    • Rajula: ખાખબાઈ ગામે વૃદ્ધનું નદીમાં ડૂબી જતા મોત
    • Rajkot:ધોરાજી અને શાપરમાં ૧૮ શકુની ઝડપાયા રૂ.૫૩ હજારની રોકડ કબજે
    • Rajkot: શહેરમાં ત્રણ સ્થળોએ જુગારના દરોડા
    • Rajkot: લોધીકા પંથકની કારખાનામાંથી ડેટાની ચોરીમા પકડાયેલા સી એ ના જામીન રદ
    • Rajkot: વૃદ્ધા ઘર પાસે ચાલીને જતા હતા ત્યારે પાછળથી આવેલા બાઈક ઠોકરે લીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar ના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની રેકોર્ડ બ્રેક 15000 ગુણીની આવક
    જામનગર

    Jamnagar ના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની રેકોર્ડ બ્રેક 15000 ગુણીની આવક

    Vikram RavalBy Vikram RavalDecember 16, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar,તા.16

     જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં દિન પ્રતિદિન નવા રેકોર્ડ સ્થાપિત થતા જાય છે, જેમાં આ વખતે ડુંગળીએ નવો રેકોર્ડ સર્જી દીધો છે. આજે વહેલી સવારે માત્ર એક જ દિવસમાં એકીસાથે 15,000 થી વધુ રેકોર્ડબ્રેક ડુંગળીની ગુણીની આવક થતાં યાર્ડ હાઉસફુલ થયું છે, અને નવી આવક માટે રોક લગાવવામાં આવી છે.

    જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસોના ઊંચા ભાવ મળી રહ્યા હોવાથી સમગ્ર સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ તરફ આકર્ષાયા છે, અને પોતાની જુદી જુદી જણસોને વેચાણ અર્થે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લાવવા માટે ખેડૂતો પ્રેરાયા છે.

    મગફળી અને કપાસની નવી આવક થયા બાદ હવે આ વખતે ડુંગળીનો વારો આવ્યો છે. ગઈકાલે વહેલી સવારથી જ હાપા માર્કેટિંગ યાર્ડની બહાર ડુંગળીની આવકને લઈને વાહનોના થપ્પા લાગી ગયા હતા, અને સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો 225 થી વધુ વાહનોમાં ડુંગળી લઈને આવી પહોંચ્યા હતા, અને લાંબી કતાર લગાવી હતી. આજે સવારે છ વાગ્યે યાર્ડમાં પાંચ પાંચ વાહનોને અંદર લેવામાં આવ્યા હતા, અને એક પછી એક 225 વાહનોમાં અંદાજે 15,000 જેટલી મગફળીની ગુણીની કુલ આવક થઈ છે, અને હાપા યાર્ડ ચિક્કાર ભરાઈ ગયું છે.

    અહીં ડુંગળીના પણ સારા ભાવ બોલાઈ રહ્યા છે, જેથી સૌરાષ્ટ્રના ખેડૂતોને સારો લાભ મળી રહ્યો છે. નવી જાહેરાતના થાય ત્યાં સુધી ડુંગળીના જથ્થાને લઈને હાલ રોક લગાવવામાં આવી છે, તેમ હાપા યાર્ડના ચેરમેનભાઈ મુકુંદભાઈ સભાયાએ જણાવ્યું હતું.

    રાત્રિ ભર હાપા યાર્ડની બહાર ખેડૂતો અને વાહન ચાલકો ભારે ઠંડીના કારણે ઠુંઠવાતાં કચવાટ અનુભવાયો

    જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે સવારે ડુંગળીની રેકડ બ્રેક આવક થઈ છે, અને સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાના અલગ અલગ વાહનો મારફતે ડુંગળીનો જથ્થો લઈને આવ્યા છે, તેઓએ ગઈકાલે વહેલી સવારથી કતાર લગાવી હતી, અને હાપા યાર્ડની બહાર પોતાના વાહન સાથે ઉભા રહ્યા હતા.

     કેટલાક ખેડૂતોએ ગઈકાલે સાંજે હાપા યાર્ડમાં પોતાની ડુંગળીને ખાલી કરવા માટે વિનંતી કરી હતી, પરંતુ આજે સવારે છ વાગ્યે જ તમામ આવક શરૂ કરવામાં આવી હોવાથી આખી રાત્રીભર વાહનચાલકોએ કાતિલ ઠંડીમાં બહાર રોકાવું પડ્યું હતું. પોતાના વાહન છોડીને ખેડૂતો-વાહન ચાલકો ક્યાંય જઈ શકે તેમ ન હોવાથી પોતાના વાહનમાં જ બેસીને રહેવું પડ્યું હતું, અને ઠંડીમાં ઠુંઠવાયા હતા, જેથી કેટલાક ખેડૂતો અને વાહનચાલકોમાં કચવાટ અનુભવાયો હતો.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: સાંસદ પૂનમબેન માડમ તથા શહેર ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ સ્મશાન યાત્રામાં જોડાયા

    June 19, 2025
    જામનગર

    Ahmedabad plane crash માં મૂળ જામનગર ના દંપતી ના મૃત્યુ થયા બાદ આજે બન્ને ના મૃતદેહો ને જામનગર લવાયા

    June 19, 2025
    જામનગર

    Jamnagar: જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા સાત શખ્સો એલસીબીના હાથે ઝડપાયા

    June 19, 2025
    જામનગર

    Jamnagar: ખેતીની જમીનના ભાયુ ભાગના પ્રશ્ને બે પિતરાઈ ભાઈના પરિવારો વચ્ચે તકરાર

    June 19, 2025
    જામનગર

    Jamnagar: લાલવાડી આવાસ યોજનામાં જર્જરિત મકાનો ને લઈને મહાનગરપાલિકા દ્વારા સર્વેક્ષણ કરાયું

    June 19, 2025
    જામનગર

    Jamnagar: બે યુવાનો શેર બજારમાં રોકાણના બહાને એક ચીટર શખ્સની છેતરપિંડી નો શિકાર બન્યા

    June 19, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Manavadar નજીક કારમાંથી બે લાખના વિદેશી દારૂ સાથે ચાલક ઝડપાયો

    June 19, 2025

    Bagasara નજીક ટ્રક પલટી ખાઈ જતા ટ્રક ચાલકનું મોત

    June 19, 2025

    Rajkot:શાપર વેરાવળ કારખાનામાં પ્રથમ માળેથી પટકાયેલા માસુમ બાળક નુ મોત

    June 19, 2025

    Rajula: ખાખબાઈ ગામે વૃદ્ધનું નદીમાં ડૂબી જતા મોત

    June 19, 2025

    Rajkot:ધોરાજી અને શાપરમાં ૧૮ શકુની ઝડપાયા રૂ.૫૩ હજારની રોકડ કબજે

    June 19, 2025

    Rajkot: શહેરમાં ત્રણ સ્થળોએ જુગારના દરોડા

    June 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Manavadar નજીક કારમાંથી બે લાખના વિદેશી દારૂ સાથે ચાલક ઝડપાયો

    June 19, 2025

    Bagasara નજીક ટ્રક પલટી ખાઈ જતા ટ્રક ચાલકનું મોત

    June 19, 2025

    Rajkot:શાપર વેરાવળ કારખાનામાં પ્રથમ માળેથી પટકાયેલા માસુમ બાળક નુ મોત

    June 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.