Morbi,તા.20
માનસર ગામ પાસેથી ૪૫ વર્ષના આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થતા ગંભીર ઈજા પહોંચતા આધેડનું મોત થયું હતું
હાલ માનસર ગામે વાડીએ રહીને મજુરી કરતા મડિયાભાઈ હુકુમભાઈ દાવર (ઉ.વ.૪૫) નામના આધેડ ગત તા. ૧૮-૧૧ રોજ સાંજના સુમારે બાઈક લઈને માનસર ગામ પાસે રસ્તા પરથી જતા હતા ત્યારે બાઈક કોઈ કારણોસર સ્લીપ થતા ગંભીર ઈજા પહોંચતા મડિયાભાઈનું મધ્યપ્રદેશ હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે