Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar ખેડતોની  આવક સહિતની  સર્વાંગી પ્રગતી માટે રીલાયન્સ ફાઉન્ડેશનની જહેમત ફળી
    જામનગર

    Jamnagar ખેડતોની  આવક સહિતની  સર્વાંગી પ્રગતી માટે રીલાયન્સ ફાઉન્ડેશનની જહેમત ફળી

    Vikram RavalBy Vikram RavalDecember 24, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગુજરાતમાં ૨૦૧૬ના વર્ષથી શરૂ થયેલા પ્રયાસ રંગ લાવતા કૃષી સશક્તિકરણ સિદ્ધ થયુ

    Jamnagar તા.૨૪

    ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુરના ખેડૂતોના જીવનધોરણ અને આજીવિકામાં છેલ્લા આઠ વર્ષ કરતાં વધુ સમયથી સતત સુધારો જોવા મળી રહ્યો છે. આનું એક ખાસ કારણ રિલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શનમાં કાર્યરત બનાસ ખેડૂત ઉત્પાદન કંપનીની (એફપીસી) ઉપસ્થિતિ પણ છે.

    બનાસ એફપીસીની યાત્રા એવું ઉદાહરણ પૂરું પાડે છે કે કેવી રીતે ખેડૂત જૂથો ગ્રામીણ પરિવર્તન, સર્વસમાવેશક વૃદ્ધિ અને ખેડૂત સશક્તીકરણને આગળ વધારી શકે છે. તેની સફળતા કૃષિને મજબૂત કરવા અને મજબૂત કૃષિ સમુદાયોના નિર્માણ માટે એક ઉદાહરણની ગરજ સારે છે. તાજેતરમાં બનાસને એક્સેસ ડેવલપમેન્ટ સર્વિસિસ દ્વારા એફપીઓ ઓફ ધ યર માટે પ્રતિષ્ઠિત ’એફપીઓ ઇમ્પેક્ટ એવોર્ડ ૨૦૨૪’ એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન નાના અને સીમાંત ખેડૂતોની આજીવિકા વધારવામાં બનાસ એફપીસીની પરિવર્તનકારી ભૂમિકાને ઉજાગર છે.

    રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વિકાસની પહેલના ભાગરૂપે એપ્રિલ ૨૦૧૬માં શરૂ કરાયેલી બનાસ એફપીસી સિંચાઈ, યાંત્રિકીકરણ, ટકાઉ ખેતી અને બજારની પહોંચ સહિતના કૃષિ ક્ષેત્રના નિર્ણાયક પડકારોનો ઉકેલ પૂરો પાડે છે. આ એફપીસી ખેડૂતોને વેલ્યૂ ચેઇનમાં ઉચ્ચતમ કિંમતો મેળવવા માટે, વધુ સારી કિંમતો સુનિશ્ચિત કરવા, સમયસર પેમેન્ટ મેળવવા અને સરળતાથી કૃષિ સંબંધિક સહાય મેળવવા માટે સમર્થ બનાવે છે. તેના ચેરમેન અને જીરુના ખેડૂત શ્રી કરસનભાઈ જાડેજા બનાસની વૃદ્ધિની સફરમાં આગેવાનની ભૂમિકામાં છે. તેઓ આગામી દાયકામાં બનાસ એફપીસી રૂપીયા એકસો કરોડનું ટર્નઓવર હાંસલ કરતી સંસ્થા બને તેવી ઇચ્છા રાખે છે. પ્રોડક્ટ ઓફરિંગમાં વૈવિધ્ય લાવવાની સાથે સાથે તેની પોતાની રિટેલ બ્રાન્ડ ’ચોરાડ’ સ્થાપિત કરવા અને આગામી પાંચ વર્ષમાં જીરુના નિકાસ બજારમાં પ્રવેશવાની યોજનાઓ હાથ ધરવામાં આવી રહી છે.

    બનાસ એફપીસી ૨૧૦૦થી વધુ શેરધારકો (૪૦૦થી વધુ મહિલાઓ સહિત) અને રૂ. ૩૦ લાખની પેઇડ-અપ ઇક્વિટી સાથે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં મુખ્યત્વે જીરું, એરંડા અને અન્ય ઉત્પાદનોના વેચાણ અને પ્રોસેસિંગ થકી રૂ.૭.૪ કરોડની આવક હાંસલ કરી હતી, તેમાં કૃષિ વિષયક સહાયની સાથે ખેડૂતોને કૃષિને લગતા સાધનો ભાડે આપીને, ડ્રોનથી સ્પ્રે કરીને, ખેતરની માટીનું ટેસ્ટિંગ કરીને તથા આઇઓટી સાધનોનો ઉપયોગ કરીને કૃષિ વિષયક સ્થાનિક માહિતી જેવી અનેક સેવાઓનો પણ સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં શરૂ થયેલો તેનો જીરુ પ્રોસેસિંગ બિઝનેસ રૂ.૮ લાખથી વધીને રૂ. ૩.૨૫ કરોડનો થયો છે અને તે ખેડૂતોને સ્થાનિક વેપારીઓ કરતાં સારા ભાવ આપે છે. ખેડૂતોને ખાતરીપૂર્વકની ચૂકવણી, પારદર્શક વજન અને પરવડે તેવી ઉચ્ચ-ગુણવત્તાવાળી સેવાઓ મળવાથી ફાયદો થાય છે અને તેનાથી ઉપજમાં ૩૦ ટકાનો વધારો થાય છે.

    બનાસ એફપીસીને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ટેકનિકલ માર્ગદર્શન, જોડાણો અને તાલીમ પૂરી પાડવામાં આવી હતી અને હવે તે આ પ્રદેશમાં અન્ય છ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપનીઓ માટે માર્ગદર્શકની ભૂમિકામાં પરિવર્તિત થઈ છે, તે તેમને બજાર જોડાણો, સંચાલન અને કામગીરીમાં મદદ કરે છે. નાબાર્ડના એફપીસી પ્રમોશન પ્રોગ્રામ હેઠળ આમાંથી બે એફપીસીને બનાસ દ્વારા પ્રમોટ કરવામાં આવી રહી છે. બનાસ અને આ છ એફપીસી હવે સાથે મળીને એક ફેડરેશન બનાવી રહી છે, જે ૧૦૦ ગામડાઓમાં ૪,૦૦૦થી વધુ ખેડૂતોને સામૂહિક રીતે મદદ કરે છે, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં તેમનું સંયુક્ત ટર્નઓવર રૂ.૨૩ કરોડ થવા જાય છે. બનાસ દ્વારા માર્ગદર્શન પામેલી એફપીસીને ખેડૂતોના સશક્તીકરણ અને ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે પણ સન્માનિત કરવામાં આવી છે.

    બનાસ તેના ફાર્મર્સ ડેટાબેઝ અને પોઈન્ટ-ઓફ-સેલ સિસ્ટમને ડિજિટાઈઝ કરીને ખેડૂતોને સમયસર, જરૂર મુજબની વ્યક્તિગત સલાહ માટે કૃષિ વિષયક પરિસ્થિતિઓની રિયલ ટાઇમ માહિતી પૂરી પાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. કંપનીએ મસાલાના ખેડૂતોની ઉપજને સુનિશ્ચિત કરતી બંડલ્ડ કસ્ટમ-મેઇડ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ સાથે સેટેલાઇટ આધારિત એગ્રો એડવાઇઝરી આપવા માટે એગ્રી-ટેક સ્ટાર્ટ-અપ સાથે પણ જોડાણ કર્યું છે.

    બનાસ એફપીસીની સફર એક શક્તિશાળી ઉદાહરણ છે કે કેવી રીતે ખેડૂત સમૂહો ગ્રામીણ અર્થવ્યવસ્થાને પરિવર્તિત કરી શકે છે, સર્વસમાવેશક વિકાસ સંચાલિત કરી શકે છે અને ખેડૂતોને તેમના પોતાના ભવિષ્યને તૈયાર કરવા સક્ષમ બનાવી શકે છે.

    ખેડૂત સમુદાયના સન્માન માટે દર વર્ષે ૨૩મી ડિસેમ્બરે ઉજવાતા આ કિસાન દિવસ નિમિત્તે ફાર્મર્સ પ્રોડ્યૂસર્સ ઓર્ગૅનાઇઝેશન્સ (એફપીઓસ)ના સમર્પિત સમર્થન અને માર્ગદર્શન દ્વારા ખેડૂતોને વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવીને રિલાયન્સ ફાઉન્ડેશન નાના ખેડૂતો અને ખેડૂત સમુદાયોને મજબૂત બનાવવાની તેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે. 

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ અને રોપા વિતરણના કાર્યક્રમોનું આયોજન

    June 5, 2025
    સૌરાષ્ટ્ર

    Rajkot, Jamnagar and Bhavnagar માં કોરોના સંક્રમણ યથાવત : વધુ 18 કેસ નોંધાયા

    June 5, 2025
    જામનગર

    Jamnagar: પોલીસ વિભાગ દ્વારા ભારતિય સંહિતા ના કાયદા અંગે ની જાગૃતિ સંદર્ભે ચિત્ર- ઓડિયો અને વિડિયો સ્પર્ધાનું આયોજન

    June 4, 2025
    જામનગર

    Jamnagar: જોડીયા પંથક માંથી ત્રણ વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરી જનાર આરોપી રાજસ્થાન માંથી પકડાયો

    June 4, 2025
    જામનગર

    Jamnagar: સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે ડીમોલિશનની કામગીરીનો આજે અંતિમ પાંચમો દિવસ

    June 4, 2025
    જામનગર

    Jamnagar: નકલી પોલીસ બનીને ૨૦,૦૦૦ નો તોડ કર્યા ના કિસ્સામાં રાજકોટના ૩ શખ્સો ની ધરપકડ

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.