Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026

    01 મે નું રાશિફળ

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!
    • 01 મે નું પંચાંગ
    • 01 મે નું રાશિફળ
    • Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો
    • America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો
    • Krishna Abhishek ના પુત્રો પહેલી વાર તેમની કાકી સુનિતાને મળ્યા
    • હું મારી પરંપરાઓને વળગી રહેવાનો પ્રયાસ કરું છું,Actress Priyanka Chopra
    • Bipasha Basu એ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે પોતાની ૧૦મી લગ્ન વર્ષગાંઠ ઉજવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi ના યુવાનને ધમકી આપતા વાંકાનેર-મકનસરના શખ્સો સકંજામાં
    મોરબી

    Morbi ના યુવાનને ધમકી આપતા વાંકાનેર-મકનસરના શખ્સો સકંજામાં

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 31, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi , તા.31
    મોરબીના મકનસર ગામે રહેતા યુવાને તેના પિતાની સારવાર અને ધંધા માટે જુદાજુદા ચાર વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા અને તેની સામે તેઓને વ્યાજ પણ આપવામાં આવતું હતું જો કે, છેલ્લા મહિનાઓથી યુવાનનો ટ્રાન્સપોર્ટનો ધંધો બરાબર ચાલતો ન હતો જેથી તે વ્યાજખોરોને વ્યાજના રૂપિયા આપી શકતો ન હતો જેથી તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી.

    એક વ્યાજખોરે તો યુવાનને પૈસા નહીં આપો તો હું તમને જાનથી મારી નાંખીશ કાંતો હું તમારા ઘરમાં આવી ઝેરી દવા પી મરી જઈશ અને તમને બધાને જેલમાં ધકેલી દઈશ એવી ધમકી આપેલ હતી. જેથી યુવાને ચાર શખ્સોની સામે ફરિયાદ કરતા પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

    જાણવા મળતી માહિતી મુજબ મકનસર ગામે આવેલ ગોકુલનગરમાં સ્વામી વિદ્યાલયની શેરી પાછળ રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં રસીકભાઇ રતીલાલભાઇ ચાવડા (49)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અર્જુન ઉર્ફે અજુ રાઘવભઈ ગમારા, જગદીશ ઉર્ફે બલી નાજાભાઈ વરૂ, ચંદુ નાથાભાઈ વરૂ રહે. ત્રણેય ભરવાડપરા નવા બસ સ્ટેન્ડ સામે વાંકાનેર અને બીપીન જેમલભાઈ ધામેચા રહે. ભક્તીનગર-2 નવ મકનસર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે.

    જેમાં જણાવ્યુ છે કે, આજથી ત્રણેક વર્ષ પહેલા કોરોના સમયે ધંધો પડી ભાંગેલ હતો. અને ત્યારે તેના પિતા રતીલાલભાઈને કોરોનાની અસર થતા તેને રાજકોટ સીનર્જી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરેલ હતા ત્યારે રૂપિયાની જરૂર હતી જેથી ચંદાભાઈ ભરવાડ પાસેથી પાંચ લાખ રૂપીયા પાંચ ટકા વ્યાજ લેખે રોકડા લીધેલા હતા. જેની સામે સતત બે વર્ષ સુધી ફરિયાદી દર મહિને 25000 વ્યાજ આપેલ હતું.જે

    થી કુલ 6 લાખ રૂપિયા ચંદાભાઈ ભરવાડને આપેલ છે અને જો પૈસા દેવામાં મોડુ થાય તો ચંદાભાઈ ભરવાડએ ફરિયાદીને વાંકાનેર ખાતે બોલાવીને જાન થી મારી નાખવાની ધાક ધમકી પણ આપી હતી. વ્યાજે આપેલા રૂપીયા હાથ ઉછીના આપેલા છે એવું લખાણ કરાવીને વૈશાલી ટ્રાન્સપોર્ટના એકસીસ બેંકના એકાઉન્ટના સહી વાળા બે કોરા ચેક ફરિયાદી પાસેથી લીધેલ હતા.

    ત્યાર બાદ ફરિયાદીના પિતાને હાર્ટ એટેક આવતા તેને મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ને ત્યારે સારવારના ખર્ચ માટે તેમજ ધંધા માટે પૈસાની જરૂરીયાત પડતા તેને ચંદા ભરવાડના ભાઈ જગા ભરવાડ પાસેથી કુલ મળીને સાત લાખ રૂપિયા લીધેલ હતા અને તેનું દર મહિને 35000 વ્યાજ ફરિયાદી ભરતો હતો. અને અત્યાર સુધીમાં તેને 4.20 લાખ રૂપિયા આપી દીધેલ છે.

    તો પણ જગાભાઈએ ફરિયાદીની ટ્રાન્સપોર્ટની ઓફીસે આવીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની સહી વાળા ચેક લઈ ગયેલ છે અને દોઢેક વર્ષે પહેલા અજા ભરવાડ પાસેથી ધંધા માટે સમયાંતરે કુલ મળીને પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધેલ હતા જેની સામે વ્યાજ આપવામાં આવતું હતું તો પણ અજાએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બળજબરીથી તેની સહી કરાવીને તારીખ વગરનો પાંચ લાખની રકમનો ચેક વૈશાલી ટ્રાન્સપોર્ટના એકાઉન્ટનો લઈ લીધેલ છે.

    ત્યાર બાદ ધંધા માટે બીપીનભાઈ દરજી પાસેથી આશરે અઢી વર્ષ પહેલા સાત લાખ રૂપિયા વ્યાજે લીધેલ હતા અને વ્યાજ આપતો હતો જો કે, છેલ્લા બે મહીનાથી વ્યાજની રકમ આપવાની વ્યવસ્થા ન થતા વ્યાજની રકમ આપેલ ન હતી. જેથી ચંદાભાઇ ભરવાડ, જગા ભરવાડ તથા અજા ભરવાડએ ફોન કરીને વ્યાજે આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી અને જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી તેમજ તેની પાસે રહેલા ચેકને બેન્કમાં જમા કરાવી ચેક બાઉન્સ કરાવી ફસાવી દેવાની ધમકીઓ આપેલ છે.

    આવી જ રીતે બીપીન દરજીએ ફરિયાદી યુવાનને કહ્યું હતું કે, પૈસા નહીં આપો તો હું તમને જાનથી મારી નાંખીશ કાંતો હું તમારા ઘરમાં આવી ઝેરી દવા પી મરી જઈશ અને તમને બધાને જેલમાં ધકેલી દઈશ એવી ધમકી આપેલ હતી.

    આ ગુનામાં તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.ડી. જોગેલા અને તેની ટીમે આરોપી અર્જુન ઉર્ફે અજુ રાઘવભઈ ગમારા (33), જગદીશ ઉર્ફે બલી નાજાભાઈ વરૂ (40) અને ચંદુ નાથાભાઈ વરૂ (33) રહે. ત્રણેય ભરવાડપરા નવા બસ સ્ટેન્ડ સામે વાંકાનેર અને બીપીન જેમલભાઈ ધામેચા (60) રહે. ભક્તીનગર-2 નવ મકનસર વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

    morbi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત

    April 28, 2026
    મોરબી

    Morbi: જીલ્લા પંચાયતમાં 71.09 ટકા અને નવરચિત ટંકારા પાલિકામાં 81.27 ટકા મતદાન

    April 27, 2026
    મોરબી

    Morbi મનપાની પ્રથમ ચૂંટણી માટે ઉત્સાહભર્યું 65.62% મતદાન: કાલે પરિણામ

    April 27, 2026
    મોરબી

    Morbi: માળીયા (મી)માં યુવાનને છરીના ઘા ઝીકયા

    April 27, 2026
    મોરબી

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026
    મોરબી

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026

    01 મે નું રાશિફળ

    April 30, 2026

    Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો

    April 30, 2026

    America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો

    April 30, 2026

    Krishna Abhishek ના પુત્રો પહેલી વાર તેમની કાકી સુનિતાને મળ્યા

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026

    01 મે નું રાશિફળ

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.