Morbi,તા.13
મોચી શેરીમાં અગાઉ થયેલ મારામારીનો ખાર રાખી ત્રણ ઇસમોએ બે મિત્રોને માર મારી છરી વડે ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે
માળિયા વનાળીયાના રહેવાસી પંકજભાઈ પાલાભાઇ રાઠોડ (ઉ.વ.૨૫) નામના યુવાને આરોપી કિશન પટેલ, કૃણાલ પટેલ રહે બંને મોચી શેરી ગ્રીન ચોક મોરબી અને મોઈન કુરેશી રહે કાલિકા પ્લોટ એમ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીએ ફરિયાદીને અગાઉ થયેલ બોલાચાલી અને માથાકૂટનો ખાર રાખી પંકજભાઈ અને તેનો મિત્ર હાજીભાઇ માણેક બંને મોચી શેરીમાંથી બાઈક લઈને નીકળ્યા હતા ત્યારે આરોપી કિશન પટેલ તેના ઘર પાસે બેઠો હતો અને બંને મિત્રોને રોકી બોલાચાલી કરી ગાળો આપી હતી
ફરિયાદી પંકજભાઈને જાતી પ્રત્યે અપશબ્દો બોલી અપમાનિત કરી હડધૂત કરી બોલાચાલી કરતો હતો અને આરોપી કૃણાલ પટેલ અને તેના મિત્ર મોઈન કુરેશી ઘરમાંથી બહાર આવી પંકજભાઈ પર હુમલો કર્યો હતો અને આરોપી કિશને છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

