Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!
    • 25 એપ્રિલનું રાશિફળ
    • 25 એપ્રિલનું પંચાંગ
    • તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે
    • મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા
    • Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
    • Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
    • Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad માં ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ-૨૦૨૫ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં CMભૂપેન્દ્ર પટેલ
    અમદાવાદ

    Ahmedabad માં ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ-૨૦૨૫ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં CMભૂપેન્દ્ર પટેલ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 8, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આપણાં પુરાણોમાં બધા જ રોગોનો ઉપચાર છે જ, આજે ટેક્નોલૉજીની મદદથી તેને ઉજાગર કરવાનો સમય છે

    Ahmedabad ,તા.૮

    અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ-૨૦૨૫નો શુભારંભ કરાવ્યો હતો તેમજ પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ કર્યું હતું. આ તકે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ મંત્રને યાદ કરતાં કહ્યું કે આજે આપણને ટેક્નોલૉજીની દૃષ્ટિએ જે નવીન લાગે છે એવી અનેક વિરાસત આપણી પાસે, આપણાં પુરાણોમાં પડેલી છે. આ માટે તેમણે ગણેશજીનું ઉદાહરણ આપતાં કહ્યું કે પુરાણોમાં દર્શાવેલી આ ઘટના પણ ટ્રાન્સપ્લાન્ટેશનનું જ ઉદાહરણ છે. આપણે આ વિરાસત સાચવવાની છે તેમ મુખ્યમંત્રીશ્રીએ દૃઢપણે જણાવ્યું હતું.

    પટેલે કહ્યું કે આપણાં પુરાણોમાં તમામ રોગોના ઉપાયો દર્શાવ્યા છે જ, આજે તેને નવી ટેક્નોલૉજીની મદદથી ઉજાગર કરવાનો સમય છે. આજે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં અને ગુજરાતમાં મેડિકલ ટૂરિઝમનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર આ ક્ષેત્રે તમામ સહાય કરવા માટે કટિબદ્ધ છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે લોકો ભારતમાં આવે અને અહીંથી કંઈક શીખીને જાય એવો વારસો આપણે જાળવી રાખવાનો છે.

    કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે ડૉ. એચ.એલ. ત્રિવેદીના પ્રદાનને બિરદાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે નાની ઉંમરે માણસને અંગદાનથી નવજીવન મળે તેનો આનંદ એ વ્યક્તિ કે તેનો પરિવાર જ વર્ણવી શકે. માનવજીવનને બચાવવા માટે જરૂરી તમામ સહાય કરવા માટે સરકાર હંમેશાં નાગરિકોની પડખે જ છે તેવું તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું. ટેકનોલૉજીના વધતાં વ્યાપ અને પ્રભુત્વ વચ્ચે તેના ઉપયોગથી અંગ પ્રત્યારોપણ માટે નવાં કેન્દ્રો શરૂ કરવા સૂચન પણ કર્યું હતું. લોકોને તેમની નજીકના કેન્દ્રથી જ યોગ્ય અને ઝડપી સારવાર મળી રહે તે માટે આવાં કેન્દ્રો ઉપયુક્ત બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

    આ તકે ઉપસ્થિત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અસારવા સિવિલ હોસ્પિટલના તજ્જ્‌ઞ તબીબોને નવરત્નો સાથે સરખાવીને કહ્યું કે ૨૧મી સદીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં આરોગ્ય, કૃષિ, ઔદ્યોગિક સહિતનાં તમામ ક્ષેત્રે ૩૬૦ ડિગ્રી બદલાવ આવ્યો છે. આજે આપણે દુનિયામાં ટેકનોલોજી એક્સપોર્ટ કરતાં થયા છીએ અને દુનિયાના વિકસિત રાષ્ટ્રોની હરોળમાં બેસવા સક્ષમ બન્યા છીએ.

    મંત્રીએ વધુમાં જણાવ્યું કે એઆઈ-આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજે વાસ્તવિકતા બની છે, ત્યારે રાજ્ય સરકારે ટેકનોલોજી ક્ષેત્રે તમામ સુવિધાઓ માટે દરવાજા ખુલ્લા મૂકી દીધા છે. ખાસ કરીને, વર્ષ-૨૦૨૧ પછી રાજ્યમાં આરોગ્યક્ષેત્રે અને તેમાંય અંગ પ્રત્યારોપણ માટેની મેરેથોન ઝુંબેશ શરૂ થઈ છે. પરિણામસ્વરૂપ અનેક લોકો-પરિવારો અંગદાન માટે આગળ આવ્યા છે. ત્યારે અસારવા સિવિલમાં શરૂ કરવામાં આવેલા અનેક પ્રકલ્પોની શરૂઆત એ દર્શાવે છે કે આવનારો સમય ગુજરાતનો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

    આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિમોટ કંટ્રોલના માધ્યમથી પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ તેમજ સોવેનિયરનું વિમોચન કર્યું હતું. તદુપરાંત, ડૉ. રાકેશ જોશીને ઋષિ દધીચિ સન્માનથી તેમજ ડૉ. ડીટર બ્રોરિંગને મહર્ષિ સુશ્રુત જ્ઞાનપીઠ પુરસ્કારથી મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

    આ તકે અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભા જૈન, ધારાસભ્ય સુશ્રી દર્શનાબેન વાઘેલા, આરોગ્ય વિભાગના અગ્રસચિવ ધનંજય દ્વિવેદી, ભારત સરકારના આરોગ્ય સેવાઓના નિયામક ડૉ. અતુલ ગોયલ, નેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનના ડાયરેક્ટર ડૉ. અનીલ કુમાર, ડૉ. પ્રાંજલ મોદી સહિતના મહાનુભાવો તેમજ આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા દેશ-વિદેશના આશરે ૨૫૦થી વધુ તજ્જ્‌ઞો તેમજ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

    Ahmedabad CM Bhupendra Patel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026
    અમદાવાદ

    વિરમગામ-નળ સરોવર હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક જ પરિવારના ત્રણના મોત

    April 24, 2026
    અમદાવાદ

    Ahmedabad ગુજરાત એસટીનું ‘છાનું છપનું’ ખાનગીકરણ! મળતિયાઓ પાસેથી 1200 બસો ભાડે લેવાશે

    April 24, 2026
    અમદાવાદ

    Ahmedabad RTE હેઠળ એડમિશન માટે અઢી લાખ જેટલા ફોર્મ ભરાયા, આ વખતે બેઠક ઘટી અને અરજીઓ વધી

    April 24, 2026
    અમદાવાદ

    Adani Universityમાં વિદ્યાર્થીઓએ બ્રિજ ડિઝાઇન અને મોડલ મેકિંગમાં બતાવ્યું અદભૂત કૌશલ્ય

    April 23, 2026
    અમદાવાદ

    ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈનું “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026

    તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે

    April 24, 2026

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.