Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જ્યારે આપણે બીજા કોઈને દોષ આપીએ છીએ, ત્યારે આપણે પોતાની ભૂલો માટે સ્વ-ચિંતન અને જવાબદારીનો પણ વિચાર કરવો જોઈએ.

    April 28, 2026

    ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!

    April 28, 2026

    તંત્રી લેખ…સંતુલન પર આધારિત વેપાર કરાર

    April 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જ્યારે આપણે બીજા કોઈને દોષ આપીએ છીએ, ત્યારે આપણે પોતાની ભૂલો માટે સ્વ-ચિંતન અને જવાબદારીનો પણ વિચાર કરવો જોઈએ.
    • ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!
    • તંત્રી લેખ…સંતુલન પર આધારિત વેપાર કરાર
    • શાહરૂખ-સલમાન સાથે કામ કરવા ઈચ્છે છે Aamir Khan
    • ગુજરાતે ભાજપની વિકાસની રાજનીતિ પર ભરોસો રાખી ખૂબ મોટી જીત અપાવી: CM
    • ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ
    • `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!
    • Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarati ને વિદેશ જવાનો મોહ ભારે પડ્યો, રૂ. ૨૦ લાખ પડાવી એજન્ટ ફરાર
    ગુજરાત

    Gujarati ને વિદેશ જવાનો મોહ ભારે પડ્યો, રૂ. ૨૦ લાખ પડાવી એજન્ટ ફરાર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 11, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Anandતા.૧૧

    આણંદમાં યુકેના વિઝાના નામે યુવક સાથે લાખોની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં લાખો રૂપિયા આપવા છતા યુકે એમ્બેસીએ તેમના પર પ્રતિબંધ મૂક્યો હતો.

    વિદ્યાનગરમાં આવેલી વિઝા કન્સલટન્સીના સંચાલકે યુકેના વિઝા અપાવવાના બહાને યુવક પાસેથી ૨૦.૮૫ લાખ ખંખેરી લીધા હતા. એ પછી બે વખત ફાઈલ સબમીટ કરી હતી. જેમાં ફાઈલ કેન્સલનો મેસેજ આવતા તપાસ કરી તો તેમાં યુવકને ૧૦ વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. જેમાં તેણે સંચાલક પાસેથી ૨૦ લાખ પરત માંગતા શખસે હાથ ઉંચા કર્યા હતા.

    ખેડાના મહુધા ખાતે ધ્રુવકુમાર શશીકાન્તભાઈ પટેલ રહે છે. તેઓ ખાનગી કંપનીમાં વર્ષ ૨૦૨૧માં ફરજ બજાવતો હતો એ સમયે એક મિત્ર યુકે ગયા હતા. જેને પગલે તેમને પણ યુકે જવું હોય તેમણે રેફરેન્સ માંગ્યો હતો. જેમાં વિદ્યાનગરમાં યુકો બેંક પાસે આવેલી ફોર સાઈડ ઈમિગ્રેશનનું એડ્રેસ બતાવ્યું હતું. જેને પગલે તેઓ કન્સલટન્સીની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં મલાતજના ટાવર ખડકીમાં રહેતો પ્રિયુલ પટેલ હાજર હતો. એ સમયે તેણે વેરિફિકેશન કર્યા બાદ યુકે માટે પ્રથમ રૂપિયા ૫ લાખ થશે અને એ પછી જેમ જેમ ફાઈલ આગળ વધતી જશે તેમ તેમ પૈસા આપવા પડશે તેમ કહ્યું હતું. જેને પગલે શરૂમાં તેમણે રૂપિયા ૫ લાખ અને એ પછી બીજા રૂપિયા થઈને ૨૦.૮૫ લાખ આપ્યા હતા.

    બીજી તરફ કન્સલટન્સી દ્વારા બે વખત વિઝા ફાઈલ કરી હતી. જેમાં બે-બે દિવસના અંતરે કેન્સલ થયાનો ઈમેઈલ આવી ગયો હતો. જે બાબતે તેમણે તેમનો સંપર્ક કરતા તેઓએ જવાબ આપવામાં ગલ્લાં તલ્લાં કર્યા હતા. પરંતુ તેઓએ ઓળખીતા એજન્ટને પૂછતાં તેમને યુકે પર ૧૦ વર્ષનો પ્રતિબંધ લાગી ગયો હોવાની જાણ થઈ હતી. જેને પગલે તેમણે તેની પાસેથી પૈસા પરત માંગ્યા હતા. પરંતુ અવાર-નવાર ધક્કા જ ખવડાવતો હતો અને પૈસા પણ પરત આપ્યા નહોતા. આ મામલે પ્રિયુલ પટેલ અને તેના મિત્ર દીપુ પટેલ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. બેંકમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવી પૈસા મંગાવ્યા, પણ પરત ન આપ્યા સંચાલક પ્રિયુલ પટેલ દ્વારા પૈસા પરત આપવા માટે ગલ્લાં-તલ્લાં બતાવ્યા હતા. બાદમાં તેણે યુવકને તેનું બેંકમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવવાનું કહ્યું હતું. જેને પગલે ધ્રુવકુમાર પટેલે બેંક એકાઉન્ટ ખોલાવતાં ૨૦ લાખ રૂપિયા આરટીજીએસથી આવ્યા હતા. પરંતુ તે બેંકમાં ઉપાડવા જતા બેંક કર્મીઓએ તેમને રૂપિયા ક્યાંથી આવ્યા તેની ડિટેઈલ આપો પછી જ પૈસા ઉપડશે તેમ કહ્યું હતું. બેંક એકાઉન્ટ ખોલ્યા બાદ શખસે તેની પાસેથી એટીએમ, ચેક સહિત તમામ ડોક્યુમેન્ટસ લઈ લીધા હતા. જોકે, પ્રિયુલ પટેલે બેંક ડિટેઈલ આપી હતી અને બેંકમાં યુવક સાથે ગયો હતો. એ સમયે તેનો મિત્ર દિપ પટેલ પણ હતો, જે બેંકની બહાર ઉભો રહ્યો હતો. બાદમાં યુવક પૈસા ઉપાડીને પરત આવતાં જ બંને શખસોએ મોટા વ્યક્તિની હાજરીમાં પૈસા આપવામાં આવશે તેમ કહીને તેને પૈસા આપ્યા નહોતા.

    Anand Gujarati
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    ગુજરાતે ભાજપની વિકાસની રાજનીતિ પર ભરોસો રાખી ખૂબ મોટી જીત અપાવી: CM

    April 28, 2026
    મોરબી

    Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત

    April 28, 2026
    રાજકોટ

    Saurashtraની નવી – જુની બધી મહાપાલિકાઓમાં ફરી `કમળ’ ખીલ્યું

    April 28, 2026
    જામનગર

    Jamnagar-Rajkot Highway પર Dhrol નજીક Hit and Run: યુવાનનું મોત

    April 28, 2026
    જામનગર

    Jamnagar: લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ, ચાર સામે ગુન્હો નોંધાયો

    April 28, 2026
    જામનગર

    રાજકોટના બેંક મેનેજરનું પરિવાર સાથે Jamnagarમાં અપહરણ કરી ગોંધી રાખ્યા

    April 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જ્યારે આપણે બીજા કોઈને દોષ આપીએ છીએ, ત્યારે આપણે પોતાની ભૂલો માટે સ્વ-ચિંતન અને જવાબદારીનો પણ વિચાર કરવો જોઈએ.

    April 28, 2026

    ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!

    April 28, 2026

    તંત્રી લેખ…સંતુલન પર આધારિત વેપાર કરાર

    April 28, 2026

    શાહરૂખ-સલમાન સાથે કામ કરવા ઈચ્છે છે Aamir Khan

    April 28, 2026

    ગુજરાતે ભાજપની વિકાસની રાજનીતિ પર ભરોસો રાખી ખૂબ મોટી જીત અપાવી: CM

    April 28, 2026

    ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ

    April 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જ્યારે આપણે બીજા કોઈને દોષ આપીએ છીએ, ત્યારે આપણે પોતાની ભૂલો માટે સ્વ-ચિંતન અને જવાબદારીનો પણ વિચાર કરવો જોઈએ.

    April 28, 2026

    ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!

    April 28, 2026

    તંત્રી લેખ…સંતુલન પર આધારિત વેપાર કરાર

    April 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.