Morbi,તા.20
ચક્કાજામને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી, ખાતરી મળતા મામલો થાળે પડ્યો
ઘૂટું ગામ પાસે રોડનું કામ ચાલી રહ્યું છે જે કામમાં ભ્રષ્ટાચાર અને ગ્રામજનોની માંગણી મુજબ ના થતું હોવાના આક્ષેપો સાથે આજે મહિલાઓ સહિતના ગ્રામજનોએ રોડ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો ગ્રામજનોના ચક્કાજામને પગલે હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી
મોરબી નજીક આવેલ ઘૂટું ગામ પાસે રોડ બનાવવામાં આવી રહ્યો છે જેના વિરોધમાં ગામના સરપંચ સહિતના ગ્રામજનોએ રોડ પર બેસી ચક્કાજામ કર્યો હતો રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના અને લોકોની માંગણી મુજબ કામ ના થતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે જે આંદોલન મામલે સરપંચ ગૌતમભાઈ કૈલાએ જણાવ્યું હતું કે ઘૂટું ગામ પાસે રોડનું કામ ચાલી રહ્યું છે બંને સાઈડ ગટરનું કામ નબળું થયું છે અગાઉ ગટર તૂટી ગઈ હતી જે અંગે કલેકટર, મામલતદાર અને આર એન્ડ બી વિભાગને રજૂઆત કરી હતી અને તે સ્થળે બનેલ ગટર ગઈકાલે સાંજે ફરી તૂટી ગઈ હતી જેમાં એક બાઈક સવાર ખાબક્યો હતો ભ્રષ્ટાચાર વાળું કામ ગ્રામજનોને નથી જોઈતું અને સારું કામ થાય તેવી માંગ કરી હતી જયારે ગામના આગેવાન દેવજી પરેચાએ જણાવ્યું હતું કે કામ નબળું થાય છે નાળું તૂટી ગયું છે અને સર્વિસ રોડ સિંગલ પટ્ટી કરીને મૂકી દેવામાં આવ્યો છે આગળ મોટું વાહન જતું હોય ત્યારે ધૂળ ઉડે છે અને પાછળ બાઈક લઈને નીકળી શકાતું નથી કામ નબળું થાય છે તેનો વિરોધ ગ્રામજનો કરી રહ્યા છે આંદોલનને પગલે પોલીસ અને અધિકારીઓ દોડી ગયા હતા અને ખાતરી મળતા હાલ મામલો થાળે પડ્યો છે
ગ્રામજનોની ત્રણ માંગણીઓ હતી, આશ્વાસન આપવામાં આવ્યું : આર એન્ડ બી અધિકારી
આર એન્ડ બી વિભાગના અધિકારી દિગ્વિજય સોલંકીએ જણાવ્યું હતું કે ચાર માર્ગીય રોડનું કામ રૂ ૧૯૪ કરોડના ખર્ચે કામ થઇ રહ્યું છે જેમાં ગ્રામજનોનો વિરોધ કટો જેથી સ્થળ પર ગયા હતા ગ્રામજનોની માંગણીઓ હતી જેવી કે સર્વિસ રોડ સત્વરે ડામર કામગીરી કરવી, ઘૂટું ગામ પેસેન્જર અવરજવર માટે VUP માંગણી હતી તેમજ રોડની બંને સાઈડ દબાણો હટાવવા જે અંગે ખાતરી આપવામાં આવી છે રોડ બંને સાઈડ ૧૫-૧૫ મીટર રોડના કામમાં અવરોધ હતા તેવા દબાણો હટાવવામાં આવ્યા છે અન્ય દબાણો હશે તેને પણ દુર કરવાની ખાતરી આપી છે