Rajkot, તા.21
રાજકોટ સહિત રાજયભરમાં છેલ્લા કેટલાંક દિવસોથી ડબલ ઋતુ અનુભવાઇ રહી છે. સવાર-સાંજ ભેજવાળા ઠંડા પવનો અને બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. ગઇકાલે રાજકોટ સહિત અનેક સ્થળોએ 30 થી 37 ડિગ્રી મહતમ તાપમાન રહ્યું હતું.
જયારે ગઇકાલે કચ્છમાં વેસ્ટર્ન ડિર્સ્ટબન્સનાં કારણે Bhuj અને નખત્રાણામાં કમોસમી વરસાદ પડતા ખેડુતો ચિંતીત થયા હતા. પશ્ચિમ કચ્છના ભુજ અને નખત્રાણા વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, નખત્રાણાના પાવરપટ્ટી અને ઉલટ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડયા. ગઇકાલે બપોર બાદ આકાશમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું.
Bhuj શહેરમાં સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય છાંટા પડયા હતા. આ ઉપરાંત તાલુકાના કોડકી-મખણા વચ્ચેના વાડી વિસ્તારમાં પણ વરસાદનું ઝાપટુ નોંધાયુ હતું. જેથી વરસાદના કારણે માર્ગો ભીંજાઇ ગયા હતા. આ કમોસમી વરસાદના કારણે કેસર કેરીના પાકની સલામતી અંગે ખેડુતોમાં ચિંતા જોવા મળી રહી છે.
જયારે જામનગર શહેરમાં મહતમ તાપમાનનો પારો આંશિક ફેરફાર સાથે 33.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 21.5 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 88 ટકા રહ્યું હતું.તો પવનની ગતિ પ્રતિકલાક 8.6 કિમિ નોંધાઇ છે.