Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?
    • Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત
    • Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ
    • Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો
    • Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત
    • Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત
    • Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત
    • Veraval ના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot ના નાકરાવાડીમાં મોડી રાતે બઘડાટી બોલી
    રાજકોટ

    Rajkot ના નાકરાવાડીમાં મોડી રાતે બઘડાટી બોલી

    Vikram RavalBy Vikram RavalMarch 26, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot. તા.26
    રાજકોટના નાકરાવાડીમાં મોડી રાતે બઘડાટી બોલી ગઈ હતી. જૂની અદાવતનો ખાર રાખી ઇમિટેશનના ધંધાર્થી પિતા-પુત્ર પર ધારીયા સહિતના હથિયારથી હુમલો કરતાં તેઓને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ છ શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ આદરી હતી.

    બનાવ અંગે રાજકોટના નાકરાવાડીમાં રહેતાં રાહુલભાઇ ઉર્ફે કડવો ભાવસિંગભાઈ દંતેસરીયા (ઉ.વ.25) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સંજય ચતુર સોલંકી (રહે. શૂકલ પીપળીયા, રાજકોટ), બેચરભાઈ કોળી (રહે. પોપટપરા) અને ચાર અજાણ્યાં શખ્સોના નામ આપતાં કુવાડવા રોડ પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

    વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ઇમિટેશનની મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ બે ભાઈ તથા એક બહેન છે. ગઈકાલ સાંજના અગ્યારેક વાગ્યે તેઓ પરીવાર સાથે સુતા હતા તે દરમિયાન આજ રાત્રિના આશરે 12/30 વાગ્યે અચાનક જોરથી દેકારોનો અવાજ આવતા રૂમનો દરવાજો ખોલતા બાજુના ગામ સુકલ પીપળીયા ગામનો સંજય સોલંકી જેમના હાથમાં ધાર્યું હતું અને પોપટપરામાં રહેતો બેચર કોળી હાથમાં લોખંડનો પાઇપ અને બીજા ચાર અજાણ્યા શખ્સો લાકડાનો ધોકો તથા સોડાની કાચની બોટલ સાથે ઘસી આવી ગાળો બોલતા હતા.

    તેઓ કાંઈ સમજે તે પહેલા અજાણ્યા શખ્સો ફરીયાદી ઉપર કાચની બોટલનો ઘા કરતા કપાળના ભાગે લાગતા લોહી નીકળવા લાગેલ હતું. જેથી તેઓ ગભરાઈ જતા રૂમમાં અંદર જતો રહેલ અને દરવાજો બંધ કરી દિધેલ હતો. જેથી તેઓએ રૂમની બારીમાંથી દેકારો કરતા અન્ય પરીવારજનો દોડી આવતાં તે શખ્સો જતા રહેલા હતા.

    જેથી તેઓ રૂમનો દરવાજો ખોલી બહાર આવતા તેના પિતા લોહી લુહાણ હાલતમાં પડેલ હતા. બનાવ બાબતે પૂછતા જણાવેલ કે, શુકલ પીપળીયા ગામમાં સંજય સોલંકીને ભાદરવી અગિયારસે બોલાચાલી ઝઘડો થયેલ હતો અને એક માસ પહેલા સમાધાન પણ થઈ ગયેલ હતું. જેનો ખાર રાખી આરોપીઓ ઘરે ઘસી ગાળો આપી તેના હાથમાં રહેલ લોખંડના ધાર્યાથી હુમલો કર્યો હતો.

    તેમજ આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકાથી ઢોર મારમારી નાસી છૂટ્યા હતાં. બાદમાં ફરીયાદી અને તેના પિતાને 108 મારફત સારવારમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

    બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો

    July 18, 2026
    રાજકોટ

    Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત

    July 18, 2026
    રાજકોટ

    Rajkot: ગાડી સીઝિંગના નાણાની ઉઘરાણીમા યુવાન પર હુમલો

    July 18, 2026
    રાજકોટ

    Rajkot: માથાભારે અજય ઉર્ફે સંજય રોજાસરાની પાસા હેઠળ અટકાયત

    July 18, 2026
    રાજકોટ

    Rajkot: મકાનમાં જુગટુ રમતા આઠ શકુની ઝડપાયા

    July 18, 2026
    રાજકોટ

    Rajkotમાં ભેળસેળિયા સામે કાર્યવાહીઃ ૫.૫ ટન અખાદ્ય ખોરાકનો નાશ, ૨૮ એકમ સીલ અને ૭ લાખનો દંડ

    July 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026

    Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો

    July 18, 2026

    Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત

    July 18, 2026

    Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.