Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    BCCIને કોચી ટસ્કર્સ કેરળને 539 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ

    June 19, 2025

    Switzerland માં 3D ટેક્નોલોજીથી ટાવર બન્યું, જરૂર પડતાં લોકેશન બદલી શકે

    June 19, 2025

    Haryana: 18 વર્ષીય દલિત યુવકને ત્રણ કલાક સુધી બંધક બનાવીને ઢોર માર માર્યો

    June 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • BCCIને કોચી ટસ્કર્સ કેરળને 539 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ
    • Switzerland માં 3D ટેક્નોલોજીથી ટાવર બન્યું, જરૂર પડતાં લોકેશન બદલી શકે
    • Haryana: 18 વર્ષીય દલિત યુવકને ત્રણ કલાક સુધી બંધક બનાવીને ઢોર માર માર્યો
    • Bihar માં કાયદો વ્યવસ્થાના ધજાગરા: મંત્રીના ઘર બહાર જ ગોળીબાર અને રૂ.400ની લૂંટ
    • આગામી 24 કલાક South Gujarat-Saurashtra ના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
    • Australian batsman Gilchrist યશસ્વી જયસ્વાલને ગણાવ્યો ભારતનો આગામી સુપર સ્ટાર
    • Israel warns Iranians: અરાક અણુ રિએકટર પર ભીષણ હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»એપ્રિલથી જન્મ-મરણના દાખલાની ફી હવે રૂા.5માંથી સીધી 50
    રાજકોટ

    એપ્રિલથી જન્મ-મરણના દાખલાની ફી હવે રૂા.5માંથી સીધી 50

    Vikram RavalBy Vikram RavalMarch 29, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા. 29
    રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જન્મ-મરણના પ્રમાણપત્રો મેળવવાની ફીમાં મોટો વધારો સૂચવવામાં આવ્યા બાદ આગામી તા.1-4-2025 એટલે કે નવા નાણાંકીય વર્ષના પ્રથમ દિવસથી આ વધારો લાગુ કરી દેવા રાજકોટ મહાપાલિકાએ જાહેરાત કરી છે. હવે જન્મ કે મરણના પ્રમાણપત્રની ફી રૂા. પાંચના બદલે સીધી 50 લેવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.

    મોડી નોંધણી, જુના રેકર્ડ શોધવા, દાખલા મેળવવા, દંડ સહિતની ફીમાં મોટો વધારો લાગુ થશે. એટલે કે તા.1ના  મંગળવારથી રાજકોટની પ્રજાએ જન્મ-મરણના દાખલા માટે હવે તોતીંગ ફી ચૂકવવાનો વારો આવશે. માત્ર રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં દર વર્ષે અંદાજીત 35 હજાર જેટલી નવી જન્મ નોંધણી અને 18 હજાર જેટલી મરણ નોંધણી થાય છે.

    એટલે કે વર્ષે અડધો લાખની નોંધણી થતી હોય છે. જે તે વ્યકિતના જન્મ અને મરણના દાખલા લોકો જરૂરીયાત મુજબ કઢાવતા હોય છે. સરેરાશ 5-5 નકલ પણ ધારીએ તો અત્યાર સુધી પાંચ નકલની ફી રૂા. 25 થતી હતી જે હવે 250 થઇ જશે. એટલે કે આ દાખલાની ફીમાં મોટો દસ ગણો વધારો આવી જશે.

    આજે મનપાના આરોગ્ય અધિકારીએ જાહેર કરેલી વિગત મુજબ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ  દ્વારા રાજ્યના ગુજરાત રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-2025 અમલમાં લાવવા તા. 27-2-2025ના રાજય સરકારના રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરેલ છે. આ સુધારો આ દિવસથી અમલમાં આવેલ છે. રાજકોટ કોર્પો.એ લગભગ અઢી દાયકા બાદ આ દરમાં ફેરફાર કર્યા છે.

    સુધારા અનુસાર નિયમ 5 મુજબ અગાઉ કોઇ મોડી નોંધણી (21 દિવસ થી વધુ)અર્થેની ફી રૂ. 2.00 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. 20.00 કરવામાં આવેલ છે. અગાઉ કોઇ મોડી નોંધણી(1 માસ થી 1 વર્ષ) અર્થેની ફી રૂ. 5.00 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. 50.00 કરવામાં આવેલ છે. અગાઉ કોઇ મોડી નોંધણી (1 વર્ષ થી વધુ) અર્થેની ફી રૂ. 10.00 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. 100.00 કરવામાં આવેલ છે.

    સુધારા અનુસાર નિયમ 13 મુજબ અગાઉ કોઇ રેકર્ડ ની શોધાઇ અર્થેની ફી રૂ. 2.00 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. 20.00 કરવામાં આવેલ છે.  અગાઉ કોઇ રેકર્ડ ની વધારાના વર્ષની શોધાઇ અર્થેની ફી રૂ. 2.00 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. 20.00 કરવામાં આવેલ છે.

    કોઇ જન્મ કે મરણના પ્રમાણપત્ર મેળવવા અર્થેની ફી રૂ. 5.00 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. 50.00 કરવામાં આવેલ છે. અગાઉ કોઇ રેકર્ડ ની અપ્રાપ્ય પ્રમાણપત્ર અર્થેની ફી રૂ. 2.00 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. 20.00 કરવામાં આવેલ છે.

    સુધારા અનુસાર નિયમ 16 મુજબ આ નિયમના પેટા નિયમ (1), (2) અને (3) અનુસાર કોઇ ગુનાના દંડની રકમ રૂ. 25.00 હતી તે વધારીને રૂ. 250.00 કરેલ છે. આ નિયમના પેટા નિયમ (4) અનુસાર કોઇ ગુનાના દંડની રકમ રૂ. 10.00 હતી તે વધારીને રૂ. 100.00 કરેલ છે.

    રાજ્ય સરકારના સુધારેલ નિયમો અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આ ફી વધારો અમલ કરવો જરૂરી હોય આગામી તા. 1 એપ્રિલથી મહાપાલિકામાં સિવિક સેન્ટરમાં આવેલા જન્મ-મરણ વિભાગમાં હવેથી લોકોને દાખલા માટે સુધારા મુજબની ફી ચુકવવી પડશે તેમ આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

    ♦ જન્મ-મરણના પ્રમાણપત્રની ફી રૂા. 5ના બદલે 50

    ♦ મોડી નોંધણીની ફી રૂા. 2, 5 અને 10ના બદલે 20, 50 અને 100

    ♦ રેકર્ડ શોધવાની ફી 2, 5ના બદલે હવે 20 અને 50

    ♦ ગુનાના દંડની રકમ 25ના બદલે 250

    ♦ દંડની અન્ય રકમ 10ના બદલે 100

     

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત

    June 18, 2025
    રાજકોટ

    Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: શાપર નજીક ગાંજાની ડિલિવરી આપવા આવેલી મહિલા ઝડપાઈ

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: ‘તુ મારી સામે કેમ જુએ છે’ કહી એડવોકેટ પર કાર ચાલકનો હુમલો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: ધમલપર ગામી પાવર પ્લાન્ટમાંથી ત્રણ હજાર મીટર વાયરની ચોરી

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: મુંજકામા બેકરી ચાલુ નહિ કરવાની ટકોર કરનાર યુવાન પર હુમલો

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    BCCIને કોચી ટસ્કર્સ કેરળને 539 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ

    June 19, 2025

    Switzerland માં 3D ટેક્નોલોજીથી ટાવર બન્યું, જરૂર પડતાં લોકેશન બદલી શકે

    June 19, 2025

    Haryana: 18 વર્ષીય દલિત યુવકને ત્રણ કલાક સુધી બંધક બનાવીને ઢોર માર માર્યો

    June 19, 2025

    Bihar માં કાયદો વ્યવસ્થાના ધજાગરા: મંત્રીના ઘર બહાર જ ગોળીબાર અને રૂ.400ની લૂંટ

    June 19, 2025

    આગામી 24 કલાક South Gujarat-Saurashtra ના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

    June 19, 2025

    Australian batsman Gilchrist યશસ્વી જયસ્વાલને ગણાવ્યો ભારતનો આગામી સુપર સ્ટાર

    June 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    BCCIને કોચી ટસ્કર્સ કેરળને 539 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ

    June 19, 2025

    Switzerland માં 3D ટેક્નોલોજીથી ટાવર બન્યું, જરૂર પડતાં લોકેશન બદલી શકે

    June 19, 2025

    Haryana: 18 વર્ષીય દલિત યુવકને ત્રણ કલાક સુધી બંધક બનાવીને ઢોર માર માર્યો

    June 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.