Jamnagar,તા.19
જામનગરમાં ડિફેન્સ કોલોની શેરી નંબર બે માં રહેતા દિનેશ શામજીભાઈ ગાલા નામના શખ્સ ના રહેણાક મકાનમાં બહારથી ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો આયાત કરીને સંતાડવામાં આવ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરાઇ રહ્યું છે.
જે બાતમીના આધારે ગઈકાલે રાત્રે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન રહેણાક મકાનમાંથી ૪૮ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ઈંગ્લીશ દારૂ અને મોબાઈલ ફોન વગેરે સહિત રૂપિયા ૨૯,૦૦૦ ની માલમતા કબજે કરી લઈ મકાન માલિક દિનેશ ગાલા ની અટકાયત કરી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.