Jamnagar,તા.20
જામનગર તાલુકાના સિક્કામાં કારા ભૂંગા વિસ્તારમાં રહેતા રમેશ કાનજીભાઈ સોલંકી નામના દલિત યુવાને ગઈકાલે પોતાના ઘેર સિમેન્ટના બીમ સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા નો પ્રયાસ કરતાં બેશુદ્ધ બન્યો હતો.
જેને સારવાર માટે સિક્કા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો હતો, જયાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ ધનજીભાઈ કાનજીભાઈ સોલંકી એ પોલીસને જાણ કરતાં સિક્કાના પોલીસ હેડ કોન્સ્ટેબલ બનાવના સ્થળે તેમજ સિક્કા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. જયારે તેણે ક્યા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે તપાસ શરૂ કરી છે.