Jamnagar,તા.20
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં પૂર્વ બાતમી ના આધારે સ્મશાન વિસ્તારમાં નદીકાંઠા પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થઈ રહેલા દિવ્યરાજસિંહ જીતુભા પરમાર નામના એક શખ્સને ઝડપી લીધો હતો, અને તેની તલાસી લેતાં તેના કબજા માંથી ૧૫૯ નંગ નાની ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે ઇંગલિશ દારૂ અને મોબાઈલ ફોન સહિત ૨૩,૦૦૦ ની માલમતા કબજે કરી લીધી છે, અને દારૂના ધંધાથી દિવ્યરાજ સિંહ પરમાર ની અટકાયત કરી છે.
જેની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂનો જથ્થો પવનચક્કી વિસ્તારમાં રહેતા ઉમંગ ફલીયા નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.