Jamnagar,તા.20
જામનગર નજીકના દરિયામાં માછીમારી કરવા માટેની બોટ નું રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત હોય છે, પરંતુ બેડી- માધાપર ભુંગા વિસ્તારમાં રહેતા હનીફ ઇસ્માઈલભાઈ નામના એક વાઘેર શખ્સ દ્વારા પોતાની બોટ નું રજીસ્ટ્રેશન કરાવ્યું ન હતું, અને બોટ દરીયા કાંઠે લાંગરેલી હતી.
જે અંગે બેડી મરીન પોલીસ સ્ટેશન ની ટીમને ધ્યાનમાં આવતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ બચુભા જાડેજાએ જાતે ફરિયાદી બની તેની સામે બોટના રજીસ્ટ્રેશન ભંગ સંબંધે ગુનો દાખલ કરાવ્યો છે. જે માછીમારની અટકાયત કરી લેવાઇ છે.