જામનગરમાં ખંભાળિયા નાકા બહાર એક વાડીના લગ્ન પ્રસંગમાં કેટરર્સમાં કામ કરતી યુવતી ની છેડતી ના પ્રશ્ન ડખ્ખો
છેડતી કરનાર યુવક અને તેના પરિવાર સહિતનાઓએ કેટરર્સમાં કામ કરતી ચાર યુવતીઓ અને એક યુવક પર હુમલો કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
Jamnagar,તા.20
જામનગરમાં ખંભાળિયા નાકા બહાર નાગરપરા નજીકના વિસ્તારમાં આવેલી એક વાડીમાં ગઈકાલે લગ્ન પ્રસંગે યોજાયો હતો, જે પ્રસંગમાં કેટરર્સ નું કામ કરવા આવેલી યુવતીઓની કોઈ શખ્સ દ્વારા છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો હતો.
તેથી કેટરર્સ માં કામ કરતી યુવતી વગેરે એ છેડતી કરનાર યુવકના પરિવારને ત્યાંજ હોવાથી તેને જાણ કરી હતી, જેથી મામલો બીચક્યો હતો, અને હાથાપાઈ સુધી પહોંચ્યો હતો.
આ સમયે કેટરર્સનું કામ કરતી પાંચ યુવતીઓ અને તેની સાથે કામ કરતો એક યુવક કે જેઓ તુરતજ વાડી છોડીને છેક ખંભાળિયા નાકા સુધી ભાગ્યા હતા.
દરમિયાન છેડતી કરનાર સહિતના લોકોએ પીછો કરીને ત્યાં સુધી આવ્યા હતા, અને ત્યાં પણ ફરીથી પાંચેય ઉપર હુમલો કરાતાં તમામ ને મૂઢ ઇજા થઈ હતી, અને તેઓ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચ્યા હતા, અને પ્રાથમિક સારવાર મેળવી છે.
આ બનાવને લઈને ભારે દોડધામ મચી ગઈ છે, અને ઇજા પામનાર યુવતી વગેરે ના પરિવારજનો આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી કરી રહ્યા છે.