Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ

    July 21, 2026

    Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ

    July 21, 2026

    ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ
    • Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ
    • ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત
    • દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિદ્ધ અધિકાર નથી:Karnataka High Court
    • વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી
    • Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ
    • South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા
    • રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»Jagatguru Adi Shankaracharya વિરચિત ભજ ગોવિંદમ્ સ્ત્રોત ભાગ-૪
    લેખ

    Jagatguru Adi Shankaracharya વિરચિત ભજ ગોવિંદમ્ સ્ત્રોત ભાગ-૪

    Vikram RavalBy Vikram RavalMay 24, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જ્ઞાન વિના સો જન્મોમાં પણ મુક્તિ મળતી નથી તેવો તમામ શાસ્ત્રોનું કહેવું છે.

    શંકરાચાર્યજીએ અદ્વેત-મતની સ્થાપના કરીને સમગ્ર દેશને એકસૂત્રમાં બાંધ્યો.અદ્વેત એટલે આત્મા અને ઇશ્વર બે નહી પરંતુ એક છે.અદ્વેત અમોને એ શિખવાડે છે કે ઇશ્વર અમારામાં આત્મારૂપે રહેલ છે.અમે ઇશ્વરથી અલગ નથી.ભજ ગોવિંદમ્ સ્ત્રોતમાં શંકરાચાર્યજીએ સંસારના મોહમાં ના પડતાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો છે.તેમના જણાવ્યા અનુસાર સંસાર અસાર છે અને ભગવાનનું નામ શાશ્વત છે.તેમને મનુષ્યને પુસ્તકીયા જ્ઞાનમાં સમય ના ગુમાવતાં અને ભૌતિક વસ્તુઓની લાલસા, તૃષ્ણા અને મોહ છોડીને ભગવાનનું ભજન કરવાની શિક્ષા આપી છે.અંતકાળમાં મનુષ્યની તમામ પ્રાપ્ત કરેલ વિદ્યાઓ અને કલાઓ કોઇ કામમાં આવતી નથી,ફક્ત હરિનામ જ કામમાં જ આવે છે.

    એકવાર ગંગા નદીને કિનારે બનારસમાં શંકરાચાર્ય તેમના ચૌદ શિષ્યો સાથે જઈ રહ્યા હતાં ત્યાં એક વૃદ્ધ વિદ્વાન બ્રાહ્મણ પાણિનીના સંસ્કૃત વ્યાકરણના નિયમો વાંચી રહ્યા હતા.તેમની પાસે જઇને આચાર્યશ્રી તેમને સમજાવ્યું કે મૃત્યુ જ્યારે દરવાજા ઉપર આવીને ઉભું રહે છે ત્યારે આ વ્યાકરણના સૂત્રો કામમાં નહી આવે, હે મુરખ ! મંત્રથી ક્યારેય મૃત્યુનો ભય દૂર થતો નથી.તૂં એક નિરાકાર પ્રભુ પરમાત્મા પરબ્રહ્મ ગોવિંદને ભજ ત્યારે જ યમરાજાના ચુંગુલમાંથી બચી શકીશ.તમે પોતાની આત્મા અને બુદ્ધિને ભગવાનના ભજનમાં લગાવો.તેમનો આ જ ઉપદેશ ભજ ગોવિંદમ્ નામથી પ્રખ્યાત થયો જેમાં જે માનવ સત્યને છોડીને અસત્યમાં લાગેલા છે,જેને માયા ઠગીનીએ ઠગ્યા છે,જે અપરીવર્તનશીલને ભુલીને પરીવર્તનશીલમાં ભટકે છે,ક્ષણભંગુરના નામમાં અટકી ગયા છે,જે શિતલ જળથી પોતાની તરસ છીપાવવા ના બદલે પાણીને એકત્ર કરવામાં વ્યસ્ત છે,સ્વપ્‍નમાં મસ્ત છે અને મૃત્યુથી ત્રસ્ત છે એવા માનવો માટે શંકરાચાર્યજીએ મૂઢ શબ્દનો પ્રયોગ કર્યો છે.આદિ શંકરાચાર્યજી એક નિરાકાર બ્રહ્મને જાણતા તથા માનતા હતા.સંસારમાં આજ સુધી જેટલા પણ બ્રહ્મજ્ઞાની તત્વદ્રષ્‍ટા સિધ્ધ મહાપુરૂષો થઇ ગયા તે તમામ એક નિર્ગુણ નિરાકાર અદ્વેત બ્રહ્મના ઉપાસક હતા.અત્યાર સુધી આપણે શ્ર્લોક ૧ થી ૧૫ વિશે ચિંતન કર્યું છે હવે આગળના શ્ર્લોક જોઇએ..

    અગ્રે વહ્નિઃ પૃષ્ઠેભાનુઃ રાત્રૌ ચુબુકસમર્પિતજાનુઃ

    કરતલભિક્ષા તરૂતલવાસઃ તદપિ ન મુચ્ચતિ આશાપાશઃ ૧૬

    રાત્રે આગળ અગ્નિ છે અને દિવસે પાછળ સૂર્ય છે તથા રાત્રે ટૂંટિયું વાળીને સૂવે છે,હથેળીમાં ભિક્ષા ગ્રહણ કરીને જીવન પસાર કરે છે અને વૃક્ષની નીચે તેનો નિવાસ છે તેમ છતાં પણ આશાપાશ તેને છોડતો નથી.સમય નિરંતર ચાલતો રહે છે તેને કોઇ રોકી શકતો નથી,ફક્ત પોતાના શરીરને કષ્ટ આપવાથી કે જંગલમાં એકલા કઠિન તપસ્યા કરવાથી અમોને મોક્ષની પ્રાપ્તિ થતી નથી.માણસ કેવી રીતે વાસનાઓમાં ફંસાયેલો રહે છે તે આ શ્ર્લોકમાં બતાવેલ છે.સંન્યાસી બન્યા પછી પણ લાલસાઓથી છુટકારો થઇ જ જાય છે તેની કોઇ ખાત્રી હોતી નથી.આ શ્ર્લોકને શંકરાચાર્યના શિષ્ય હસ્તામલકજી એ લખેલ છે.(૧૬)

    કુરુતે ગઙ્ગાસાગરગમનં વ્રતપરિપાલનમથવા દાનમ્

    જ્ઞાનવિહિનઃ સર્વમતેન મુક્તિં ન ભજતિ જન્મશતેન ૧૭

    કોઈ ગંગાસાગર(જે જગ્યાએ ગંગા નદી સમુદ્રને મળી જાય છે તે સ્થાનને ઘણું જ પવિત્ર માનવામાં આવે છે) માં સ્નાન કરે,વ્રતોનું પાલન તો કોઈ વળી દાન કરે છે પરંતુ આત્મજ્ઞાન વગર સો જન્મમાં પણ મુક્તિ મળતી નથી એવો સર્વ આચાર્યોનો મત છે.અમોને મુક્તિની પ્રાપ્તિ ફક્ત આત્મજ્ઞાનના દ્વારા જ પ્રાપ્ત થાય છે.લાંબી યાત્રા ઉપર જવાથી કે કઠિન વ્રતો રાખવાથી અમોને જ્ઞાન કે મોક્ષની પ્રાપ્તિ થતી નથી.આ શ્ર્લોકને શંકરાચાર્યના શિષ્ય સુબોધજીએ લખેલ છે.સાંસારીક જીવનમાં રહીને લોકો તીર્થયાત્રા કરે છે,વ્રત-ઉપવાસ અને દાન કરે છે કે જેનાથી વિચારોની પવિત્રતા તથા જીવનમાં અનુશાસન આવે છે પરંતુ ફક્ત તેનાથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી અને જ્ઞાન વિના સો જન્મોમાં પણ મુક્તિ મળતી નથી તેવો તમામ શાસ્ત્રો અને તમામ ધર્મોનું કહેવું છે.(૧૭)

    સુર મંદિર તરુ મૂલ નિવાસઃ શય્યા ભૂતલ મજિનં વાસઃ

    સર્વ પરિગ્રહ ભોગ ત્યાગઃ કસ્ય સુખં ન કરોતિ વિરાગઃ ૧૮

    મંદિરમાં કોઈ વૃક્ષ નીચે નિવાસ કરે,ખુલ્લી જમીન ઉપર પથારી,મૃગચર્મનું વસ્ત્ર અને આ રીતે સર્વ સંગ્રહ અને ભોગનો એટલે કે સાંસારીક  સુખોનો ત્યાગ કરે,વાસનાઓથી દૂર રહેતો હોય..આવો વૈરાગ્ય કોને સુખ આપતો નથી? એટલે કે વૈરાગ્ય દ્વારા જ સુખની પ્રાપ્તિ થાય છે.જે માનવ સંસારના ભૌતિક સુખ-સુવિધાઓથી ઉપર ઉઠીને જીવનનું લક્ષ્ય શારીરીક સુખ તથા ધન અને સમાજમાં પ્રતિષ્ઠાની પ્રાપ્તિ જ નથી તે પ્રાણી પોતાનું સંપૂર્ણ જીવન સુખ અને શાંતિથી વ્યતિત કરે છે.પ્રભુ નામ સુમિરણથી જ સાચો આનંદ અને શાંતિની પ્રાપ્તિ થાય છે.સાંસારીક સુખોનો ત્યાગ કરવાથી જ પરમાનંદની પ્રાપ્તિ થાય છે.(૧૮)

    યોગરતો વા ભોગરતો વા સઙ્ગરતો વા સઙ્ગવિહીનઃ

    યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તં નન્દતિ નન્દતિ નન્દત્યેવ ૧૯

    જ્ઞાની પુરૂષ યોગમાં રત હોય અથવા ભોગમાં રાચતો હોય,પોતાની સાંસારીક જવાબદારીઓ નિભાવતો હોય,કોઈના સંગને માણતો હોય કે પછી એકાંતમાં હોય,જેનું ચિત્ત પરબ્રહ્મ પરાત્મામાં જોડાયેલું છે તે પૂર્ણાનંદને પ્રાપ્ત કરે છે,હંમેશાં સુખને પ્રાપ્ત કરે છે.જેનું મન સ્થિર અને શાંત છે તે ભલે યોગી હોય કે ભોગી,ભીડમાં હોય કે એકલો તેનું મન સ્થિર અને નિશ્ચલ રહે છે એટલે કે બાહ્ય પરિસ્થિતિની તેના ઉપર કોઇ અસર થતી નથી અને આવા સ્થિતપ્રજ્ઞ મનુષ્યને જ નિર્મલાનંદની પ્રાપ્તિ થાય છે.તેમનું હ્રદય એક મંદિરની જેમ શાંત-પવિત્ર અને નિર્મલ હોય છે.તે લાલસાઓના બંધન,સુખ કે દુઃખથી પર હોય છે.

    આ શ્ર્લોકમાં નિત્યાનંદ સ્વામી કહે છે કે જે બ્રહ્માનંદને પ્રાપ્ત કરી ચુક્યો છે તે ઇચ્છવા છતાં ભોગી બની શકતો નથી કેમકે બ્રહ્માનંદના આનંદ આગળ બીજા તમામ આનંદ ફિક્કા પડી જાય છે.તેમને એક ઉદાહરણના માધ્યમથી સમજાવ્યું કે ર્ડાકટર છરીથી ઓપરેશન કરીને દર્દીનો જીવ લેતા નથી પરંતુ જીવ બચાવે છે તેવી જ રીતે બ્રહ્માનંદ પ્રાપ્ત વ્યક્તિ ખરાબ વાતોમાં નહી પરંતુ સારી વાતોની તરફ જ જોડાય છે.(૧૯)

    ભગવદ્ ગીતા કિઞ્ચિદધીતા ગઙ્ગા-જલ લવ-કણિકા-પીતા

    સકૃદપિ યેન મુરારિ સમર્ચા ક્રિયતે તસ્ય યમઃ કિં કુરૂતે ચર્ચામ્ ૨૦

    જેને પોતાના જીવન દરમ્યાન પણ શ્રીમદ ભગવદગીતાનો પાઠ કર્યો છે,જેને ગંગાજળનું એક બૂંદ પીધું છે જેને મુરારિ(ઇશ્વર)ની એકવાર પણ આરાધના કરી છે તેનું ક્યારેય યમરાજા(મૃત્યુના દેવતા) નામ લેતા નથી,તેને મૃત્યુનો ભય રહેતો નથી.

    આ શ્ર્લોકમાં શ્રી આનંદગિરિ સ્વામીજીએ સ્વચ્છ અને પવિત્ર જીવન જીવવાના ત્રણ માર્ગ બતાવ્યા છે.પહેલો શ્રીમદ ભગવદગીતાનો નિત્ય પાઠ કરવો.ગીતા ઉપનિષદોનો સાર છે જે પુરૂષોત્તમ વાસુદેવે પોતાના મુખારવિંદથી કહી છે,જેનો પાઠ કરવાથી માનવ મન-વચન-કર્મથી પવિત્ર બની જાય છે અને જીવનના તત્વને સમજી જાય છે.

    બીજો માર્ગ છે ગંગાજળનું સેવન કરવું.એવું માનવામાં આવે છે કે ગંગા દેવ-નદી છે,જેને ભગીરથ અથાગ પ્રયત્નો કરી માનવ કલ્યાણના માટે ધરતી ઉપર લાવ્યા હતા.પરમશિવની કૃપાથી તે સુરસરિના રૂપમાં તે ધરતી ઉપર આવ્યાં હતાં.આ દેવ-નદીના જળને અતિ પવિત્ર માનવામાં આવે છે.જ્ઞાનની તુલના સાથે કરવામાં આવે છે.જેવી રીતે નિરંતર પ્રવાહિત ગંગાજળ શિતળતા પ્રદાન કરે છે,તરસ્યાની તરસ છિપાવી પવિત્ર બનાવે છે તેવી રીતે જ્ઞાન પણ વાસનાઓના પ્રત્યેના અમારા આકર્ષણરૂપી તાપને દૂર કરી મનને શાંતિ પ્રદાન કરે છે.

    ત્રીજો માર્ગ છે ઇશ્વરની આરાધના.અહી મુરારી શબ્દનો વિશેષ પ્રયોગ કરવામાં આવ્યો છે.પુરાણોમાં મુરા નામના રાક્ષસની ચર્ચા છે,જેનો ભગવાન વિષ્ણુએ વધ કર્યો હતો એટલા માટે તેમને મુરારી કહેવાય છે.મુરા મનુષ્યના અહંકારનું પ્રતિક છે.જ્યાં સુધી અમારી અંદરના અહંકારનું હનન કરવામાં ના આવે ત્યાં સુધી સત્ય પરમાત્માનાં દર્શન થતાં નથી.અમારા જીવનના તમામ ઝઘડાઓ,કઠિનાઇઓ અને સમસ્યાઓનું મૂળ અમારો અહંકાર છે.જો અમે અહંકારથી મુક્ત બની જઇએ તો કાયમી રહેવાવાળી શાંતિની પ્રાપ્તિ થાય છે.અહંકારનું ખંડન ત્યારે જ થાય છે કે જ્યારે અમે મુરારી (અહંકારને નષ્ટ કરનાર પ્રભુ પરમાત્મા)ને જાણીને તેમના શરણમાં જઇ તેમની આરાધના કરીએ.

    અજામિલે આજીવન પાપ અને અત્યાચાર કર્યા પરંતુ મૃત્યુશૈયા ઉપર નારાયણ નામના પોતાના પૂત્રને એકવાર બોલાવ્યો તો પ્રભુ કેટલા દયાળુ છે કે તેમને વિષ્ણુલોકમાં લઇ ગયા.

     વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ૨૨ જુલાઈ: ‘રાષ્ટ્રીય ધ્વજ અંગીકાર દિન’ – તિરંગાની ગરિમા, શૌર્ય અને રાષ્ટ્રચેતનાનો ઉત્સવ

    July 21, 2026
    લેખ

    આજે ‘રાષ્ટ્રીય કેરી દિવસ’: ફળોનો ‘રાજા’ અને પોષણનો ‘ખજાનો’ કેરી

    July 21, 2026
    લેખ

    તંત્રી લેખ…દિશાહીન ઘટના

    July 21, 2026
    લેખ

    સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો સ્વપ્નીલ ને સ્વપ્નેય ખ્યાલ નહોતો!

    July 20, 2026
    લેખ

    Supreme Courtનો આદેશ: દરેક રાજ્યમાં હવે એક સમાન અકાળે મુક્તિ નીતિ હશે

    July 20, 2026
    લેખ

    તંત્રી લેખ… ઓળખ સંકટનો સામનો કરી રહેલ પાકિસ્તાન

    July 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Categories
    Latest News

    Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ

    July 21, 2026

    Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ

    July 21, 2026

    ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત

    July 21, 2026

    દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિદ્ધ અધિકાર નથી:Karnataka High Court

    July 21, 2026

    વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી

    July 21, 2026

    Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ

    July 21, 2026
    Search
    Main News

    ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત

    July 21, 2026

    વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી

    July 21, 2026

    South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા

    July 21, 2026

    Bihar માં મોડેલ સ્કૂલોના કેસરી રંગ,માતા સરસ્વતીનો રંગ પણ કેસરી છે,શિક્ષણ મંત્રી

    July 21, 2026

    Dilip Ghosh Mamata Banerjee પર શહીદો અને તેમના પરિવારો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ

    July 21, 2026

    Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ

    July 21, 2026

    ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.