Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot મશીનના નામે રૂ. 67.26 લાખની ઠગાઈ કરનાર પકડાયો

    April 25, 2026

    Rajkot નજીક જુગાર રમતા ચાર ઝડપાયા

    April 25, 2026

    Rajkot નજીક યુવાનના મોબાઇલ તફડાવનાર ઝડપાયો

    April 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot મશીનના નામે રૂ. 67.26 લાખની ઠગાઈ કરનાર પકડાયો
    • Rajkot નજીક જુગાર રમતા ચાર ઝડપાયા
    • Rajkot નજીક યુવાનના મોબાઇલ તફડાવનાર ઝડપાયો
    • Rajkot પાયલોટિંગ સાથે દારૂ ભરેલા ટેમ્પો સાથે શખ્સ ઝડપાયો
    • Rajkot ૧૭૪ કરોડના દેશ વ્યાપી સાયબર નેટવર્કનાં ફ્રોડના ગુનાના ચાર શખ્સોની ધરપકડ
    • Talala ગામે ગાંજાના છોડ સાથે અબ્બાસ બ્લોચ ઝડપાયો
    • Jamkandorana વીરપુર પંથકમાં વીજ વાયરો ચોરી કરતી ગેંગ ઝડપાઇ
    • Rajkot વાવડી ગામે જીનિંગ મિલના પતરા સાફ કરતી વેળાએ પટકાયેલા યુવકનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»જગતગુરૂ આદિ શંકરાચાર્ય વિરચિત ભજ ગોવિંદમ્ સ્ત્રોત ભાગ-૬
    લેખ

    જગતગુરૂ આદિ શંકરાચાર્ય વિરચિત ભજ ગોવિંદમ્ સ્ત્રોત ભાગ-૬

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 26, 2025Updated:May 26, 2025No Comments8 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શંકરાચાર્યજીએ અદ્વેત-મતની સ્થાપના કરીને સમગ્ર દેશને એકસૂત્રમાં બાંધ્યો.અદ્વેત એટલે આત્મા અને ઇશ્વર બે નહી પરંતુ એક છે.અદ્વેત અમોને એ શિખવાડે છે કે ઇશ્વર અમારામાં આત્મારૂપે રહેલ છે.અમે ઇશ્વરથી અલગ નથી.ભજ ગોવિંદમ્ સ્ત્રોતમાં શંકરાચાર્યજીએ સંસારના મોહમાં ના પડતાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો છે.તેમના જણાવ્યા અનુસાર સંસાર અસાર છે અને ભગવાનનું નામ શાશ્વત છે.તેમને મનુષ્યને પુસ્તકીયા જ્ઞાનમાં સમય ના ગુમાવતાં અને ભૌતિક વસ્તુઓની લાલસા, તૃષ્ણા અને મોહ છોડીને ભગવાનનું ભજન કરવાની શિક્ષા આપી છે.અંતકાળમાં મનુષ્યની તમામ પ્રાપ્ત કરેલ વિદ્યાઓ અને કલાઓ કોઇ કામમાં આવતી નથી,ફક્ત હરિનામ જ કામમાં જ આવે છે.

    એકવાર ગંગા નદીને કિનારે બનારસમાં શંકરાચાર્ય તેમના ચૌદ શિષ્યો સાથે જઈ રહ્યા હતાં ત્યાં એક વૃદ્ધ વિદ્વાન બ્રાહ્મણ પાણિનીના સંસ્કૃત વ્યાકરણના નિયમો વાંચી રહ્યા હતા.તેમની પાસે જઇને આચાર્યશ્રી તેમને સમજાવ્યું કે મૃત્યુ જ્યારે દરવાજા ઉપર આવીને ઉભું રહે છે ત્યારે આ વ્યાકરણના સૂત્રો કામમાં નહી આવે, હે મુરખ ! મંત્રથી ક્યારેય મૃત્યુનો ભય દૂર થતો નથી.તૂં એક નિરાકાર પ્રભુ પરમાત્મા પરબ્રહ્મ ગોવિંદને ભજ ત્યારે જ યમરાજાના ચુંગુલમાંથી બચી શકીશ.તમે પોતાની આત્મા અને બુદ્ધિને ભગવાનના ભજનમાં લગાવો.તેમનો આ જ ઉપદેશ ભજ ગોવિંદમ્ નામથી પ્રખ્યાત થયો જેમાં જે માનવ સત્યને છોડીને અસત્યમાં લાગેલા છે,જેને માયા ઠગીનીએ ઠગ્યા છે,જે અપરીવર્તનશીલને ભુલીને પરીવર્તનશીલમાં ભટકે છે,ક્ષણભંગુરના નામમાં અટકી ગયા છે,જે શિતલ જળથી પોતાની તરસ છીપાવવા ના બદલે પાણીને એકત્ર કરવામાં વ્યસ્ત છે,સ્વપ્‍નમાં મસ્ત છે અને મૃત્યુથી ત્રસ્ત છે એવા માનવો માટે શંકરાચાર્યજીએ મૂઢ શબ્દનો પ્રયોગ કર્યો છે.આદિ શંકરાચાર્યજી એક નિરાકાર બ્રહ્મને જાણતા તથા માનતા હતા.સંસારમાં આજ સુધી જેટલા પણ બ્રહ્મજ્ઞાની તત્વદ્રષ્‍ટા સિધ્ધ મહાપુરૂષો થઇ ગયા તે તમામ એક નિર્ગુણ નિરાકાર અદ્વેત બ્રહ્મના ઉપાસક હતા.અત્યાર સુધી આપણે શ્ર્લોક ૧ થી ૨૪ વિશે ચિંતન કર્યું છે હવે આગળના શ્ર્લોક જોઇએ..

    શત્રૌ મિત્રે પુત્રે બન્ધૌ મા કુરુ યત્નં વિગ્રહસન્ધૌ

    સર્વસ્મિન્નપિ પશ્યાત્માનં સર્વત્રોત્સૃજ ભેદાજ્ઞાનમ્ ૨૫

    શત્રુ,મિત્ર,પુત્ર કે બંધુઓના ઝઘડામાં કે મૈત્રી કરાવવા માટે ખોટો પ્રયત્ન ન કર.અજ્ઞાન જનિત ભેદ બુદ્ધિનો ત્યાગ કરીને તમામમાં અને તમામ જગ્યાએ પોતે પોતાને જુવો એટલે કે સર્વમાં એક આત્માનું દર્શન કર.અમારે કોઇની પણ સાથે અત્યધિક પ્રેમ ન કરવો જોઇએ કે ના તો ઘૃણા કરવી જોઇએ.તમામ પ્રાણીઓમાં ઇશ્વરનો વાસ છે,અમારે બધામાં એક જ ઇશ્વરના દર્શન કરવાના છે,તેમનો આદર-સત્કાર કરવાનો છે,આમ કરવાથી જ અમે પરમાત્માનો આદર કરી શકીશું.

    જ્યારે સમગ્ર સંસાર એક જ સત્વના ગર્ભથી ઉત્પન્ન થયેલ છે તો મારા-તારા અને પોતાના-પારકાનો ભેદ કેવો? તમામમાં પોતાનું જ પ્રતિબિંબ જુવો અને પોતે પોતાને જેટલો પ્રેમ કરો છો તેટલો પ્રેમ બધાની સાથે કરો.આ શ્ર્લોકમાં વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવના પ્રતિબિબિત થાય છે.પોતાના મનમાં ઇર્ષા અને દ્વેષ લાવી દુઃખ અને અશાંતિને નિમંત્રણ ના આપો.(૨૫)

    કામં ક્રોધં લોભં મોહં ત્યક્ત્વાऽત્માનં ભાવય કોऽહમ્

    આત્મજ્ઞાન વિહીના મૂઢાઃ તે પચ્યન્તે નરકનિગૂઢાઃ ૨૬

    કામ,ક્રોધ,લોભ,મોહ વગેરેનો ત્યાગ કરનાર વ્યક્તિ પોતે પોતાનામાં ઇશ્વરનાં દર્શન કરે છે અને જેમને આ પ્રમાણે આત્મજ્ઞાન થયું નથી તેવા મૂઢ લોકો નરકમાં પડીને ઘોર કષ્ટ ઉઠાવે છે.અમારા જીવનનું લક્ષ્ય ક્યારેય સાંસારીક અને ભૌતિક સુખોની પ્રાપ્તિ ના હોવું જોઇએ.અમારે તેને પ્રાપ્ત કરવાના વિચારોનો ત્યાગ કરી પરમજ્ઞાનની પ્રાપ્તિને પોતાનું લક્ષ્ય બનાવવું જોઇએ,તો જ અમે સંસારના કષ્ટ અને પીડાઓથી મુક્તિ પામી શકીશું.કામ ક્રોધ લોભ મોહ વગેરે માનસિક દુર્બળતાઓ અમારા અને પ્રભુ પરમાત્માની વચ્ચે આવી ઇશ્વર દર્શન કરવા દેતાં નથી.જ્યાં સુધી આ વિકારોમાં બહાર નીકળતા નથી ત્યાં સુધી તે અલૌકિક, અનિર્વચનીય આનંદની પ્રાપ્તિ થતી નથી.સોऽહમ્ એટલે કે તે હૂં જ છું-આ ધારણા અદ્વેત મતનો આધાર છે તે અમોને શિખવાડે છે કે પોતે પોતાનામાં ઇશ્વરનાં દર્શન કરો.જેને આત્મજ્ઞાન થઇ જાય છે તેને આ સંસાર સુંદર,આનંદમય અને સુખમય દેખાય છે અને જેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી તેને સંસારમાં તમામ કષ્ટમય અને ખરાબ દેખાય છે અને એવું પ્રતિત થાય છે કે આ સંસાર અમારા રહેવા માટેની જગ્યા નથી.આ શ્ર્લોક શંકરાચાર્યજીના શિષ્ય શ્રી ભારતી વંશજી સ્વામીએ લખેલ છે.(૨૬)

    ગેયં ગીતા નામ સહસ્રં ધ્યેયં શ્રીપતિ રૂપમજસ્રમ્

    નેયં સજ્જન સઙ્ગે ચિત્તં દેયં દીનજનાય ચ વિત્તમ્ (૨૭)

    શ્રીમદ ભગવદગીતા અને વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો જોઈએ,લક્ષ્મીપતિ પરમ પરમેશ્વરનું હંમેશાં ધ્યાન કરવું જોઈએ,પોતાના મનને હંમેશાં સત્સંગમાં જોડાયેલું રાખવું જોઇએ તથા ગરીબો અને નિરાધાર વ્યક્તિઓની પોતાની પાસે જે કંઇ છે તેમાંથી કંઇક ધન આપીને સહાયતા કરવી જોઇએ.આ શ્ર્લોક શંકરાચાર્યજીના ચૌદ શિષ્યો પૈકીના અંતિમ શિષ્ય શ્રી સુમતિ સ્વામી દ્વારા લખવામાં આવેલ છે.

    જેને આધ્યાત્મિક ચિંતન પ્રત્યે રૂચિ છે તેમને ચાર પ્રક્રિયાઓનું અવશ્ય આચરણ કરવું જોઇએ.શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરવો,શ્રી લક્ષ્મીનારાયણની આરાધના કરવી,સત્સંગનો અભ્યાસ કરવો તથા દીન-દુઃખીઓની સેવા કરવી.

    ગીતા તમામ શાસ્ત્રોનો સાર છે.સ્વંય ભગવાનના મુખારવિંદથી નીકળેલ છે,તે રામાયણ,મહાભારત વગેરે પુરાણોની જેમ કોઇ કથા નથી પરંતુ એક આદર્શ જીવનની પથ પ્રદર્શક છે.તે અમારા જીવન અને અમારી વિચારધારાને સંયમિત અને નિયંત્રિત કરે છે.તે આધ્યાત્મિક જીવનનું પ્રથમ ચરણ છે.શ્રી લક્ષ્મી નારાયાણની આરાધના(નિત્ય વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ),સત્સંગથી ચિત્તની સ્થિરતા અને પવિત્રતા પ્રાપ્ત થાય છે.અમારૂં ચિત્ત વિષયવાસનાઓમાં ભટકતું બચી જાય છે.નરપૂજા એ જ નારાયણ પૂજા.આ ચાર વાતો કરવાથી મુક્તિપથ ઉપર આગળ વધી શકાય છે.(૨૭)    

    સુખતઃ ક્રિયતે રામાભોગઃ પશ્ચાદ્ધન્ત શરીરે રોગઃ

    યદ્યપિ લોકે મરણં શરણં તદપિ ન મુઞ્ચતિ પાપાચરણમ્ ૨૮

    મનુષ્ય સુખેથી સ્ત્રીસંગ કરે છે,પછીથી શરીરમાં રોગ થાય છે.જો કે જગતમાં મરણ એજ જીવનનો અંત છે છતાં પણ તે પાપાચારને છોડતો નથી.જે શરીરનો અમે ઘણો જ ખ્યાલ રાખીએ છીએ અને તેના દ્વારા અલગ-અલગ ભૌતિક અને શારીરીક સુખ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ તે શરીર એક દિવસ નષ્ટ થઇ જાય છે.મૃત્યુ થતાં જ સજાવેલ શરીર માટીમાં ભળી જાય છે તો પછી શા માટે અમે ખોટી ટેવોમાં ફંસાઇએ છીએ.

     શ્ર્લોક ૨૮ થી ૩૧ અંતિમ ચાર શ્ર્લોકોની રચના સમગ્ર ગ્રંથના ઉપસંહારના રૂપમાં શ્રી શંકરાચાર્યજીએ કરેલ છે.જેમાં શંકરાચાર્યજી કહે છે કે તમામ પ્રાણીઓમાં મનુષ્ય જન્મ સર્વોત્કૃષ્ટ છે.આવો શ્રેષ્ઠ જન્મ પામીને પણ મનુષ્ય પાશવિક વિષય-વાસનાઓની પાછળ દોડીને પોતાનું જીવન નષ્ટ કરે છે આ તેની મંદબુદ્ધિ તરફ સંકેત કરે છે.વાસનાઓ એટલી ભયંકર હોય છે કે દિવસે દિવસે તેની તીવ્રતા વધતી જાય છે.તેની લાલસામાં મનુષ્ય મનુષ્યથી પશુ અને પછી દાનવ બની જાય છે અને પોતાની વાસનાઓની પૂર્તિના માટે ગમે તે હદ સુધી નીચે પડી જાય છે.તેનાથી તેનું શરીર જર્જરીત અને રોગગ્રસ્ત બની જાય છે. શાસ્ત્રોમાં વારંવાર કહ્યું છે કે જે પ્રાણીઓનો જન્મ થાય છે તેનું મૃત્યુ અવશ્ય થાય છે આ સનાતન સત્ય છે- આ વાતને દરેક જાણે છે તેમછતાં પાપાચરણ છોડતો નથી આ જ માયા છે,જેના કારણે અમે વાસનાપૂર્તિના માટે ખરાબ કર્મો કરીએ છીએ અને આ વાસનાઓ અમોને અધ્યાત્મથી દૂર લઇ જાય છે અને આમાંથી બચીને જે અધ્યાત્મમાર્ગ ઉપર આગળ વધે છે તે જ સાચો જ્ઞાની છે.(૨૮)   

    અર્થમનર્થં ભાવય નિત્યં નાસ્તિતતઃ સુખલેશઃ સત્યમ્

    પુત્રાદપિ ધન ભાજાં ભીતિઃ સર્વત્રૈષા વિહિઆ રીતિઃ ૨૯

    એ સત્યને હંમેશાં યાદ રાખો કે ધન જ તમામ દુઃખોનું મૂળ છે.ધન-દોલત તમોને કાયમી સુખ નહી આપી શકે.સમગ્ર સંસારના તમામ અતિ-ધનવાન લોકોને પોતાના પુત્ર-પરીવારથી પણ ભય રહે છે આ રીત સર્વત્ર જાણીતી છે.સંસારના તમામ ભૌતિક સુખ અમારા દુઃખોનું કારણ છે.જેટલું વધારે અમે ધન અને અન્ય ભૌતિક સુખના સાધનો ભેગા કરીએ છીએ તેટલું તેના ગુમાવવાનો ડર સતાવે છે.

    આ શ્ર્લોકમાં આદિ શંકરાચાર્યજીએ ધનની લાલસાથી ઉત્પન્ન લાલસાથી ઉત્પન્ન થનાર અનેક સમસ્યાઓ તરફ અમારૂં ધ્યાન આકર્ષિત કરેલ છે.ઘણા લોકો એવું માને છે કે ધન-દૌલતથી અનેક સમસ્યાઓનું સમાધાન થાય છે અને તેનાથી સુખ-શાંતિ મળે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ધનવાન વ્યક્તિ પોતાનું મનપસંદ ખાઇ શકતો નથી,રાત્રે સુખની નિંદર માણી શકતો નથી,તે તમામથી ડરતો ફરે છે અને દરેક ઉપર શંકા કરે છે,એટલે સુધી કે પોતાના સંતાનો ઉપર પણ વિશ્વાસ કરતો નથી.

    આ શ્ર્લોક એવું નથી કહેતો કે ધનની આવશ્યકતા નથી.આપણે બધા જાણીએ છીએ કે આવશ્યકતાથી વધુ પ્રમાણમાં લેવાથી અમૃત પણ વિષ બની જાય છે તેવી જ રીતે આવશ્યકતાથી વધુ ધનની લાલચ મનુષ્યને નુકશાન પહોચાડે છે,તેને પતનની તરફ લઇ જાય છે.(૨૯)

    પ્રાણાયામં પ્રત્યાહારં નિત્યાનિત્ય વિવેકવિચારમ્

    જાપ્યસમેત સમાધિવિધાનં કુર્વવધાનં મહદવધાનમ્ ૩૦

    પ્રાણાયામ-પ્રત્યાહાર કરો.વિષય-વાસનાઓનો ત્યાગ કરો.નિત્ય અને અનિત્ય વસ્તુ વિશે વિવેકરૂપી વિચાર,જપ અને સમાધિ આ બધું ખુબ જ કાળજીપૂર્વક કરી સમાધિ અવસ્થાને પ્રાપ્ત કરો.અમારે હંમેશાં એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ સંસાર નશ્વર છે.અમારે અમારા શ્વાસ-ભોજન અને ચાલચલગત સંતુલિત રાખવી જોઇએ.અમારે સચેત થઇને ઇશ્વર ઉપર પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દેવું જોઇએ.આદિ શંકરાચાર્યજીએ શરૂઆતમાં કંચન અને કામિનીનો ત્યાગ કરવાનું કહ્યું છે કે જે મનુષ્યના પતનનું કારણ છે.

    આ શ્ર્લોકમાં આચાર્યજીએ અંતરંગ સાધનાના તત્વો વિશે બતાવ્યું છે તેમાં પ્રથમ પ્રાણાયામ. પ્રાણાયામનો અર્થ છે શ્વાસ નિયંત્રણ વ્યાયામ નહી પરંતુ પ્રાણ,અપાન,વ્યાન,સમાન અને ઉદાન નામના પાંચ વાયુઓને ક્રમબંધ કરવા.બીજું પ્રત્યાહાર એટલે કે ઇન્દ્રિયો સબંધિત ચપળતાથી દૂર રહેવું.ત્રીજું નિત્ય અને અનિત્યનો વિવેક.પ્રભુનામનો જપ અને પાંચમું આ બધાનો સામુહિક પ્રભાવ સમાધિ.સમાધિની સ્થિતિમાં પહોંચેલ વ્યક્તિ તમામ કામનાઓ અને ચંચળતાથી પર વિના કોઇ વિચાર શાંત અને સ્થિર સ્થિતિમાં હોય છે.આ સ્થિતિમાં પહોચેલ વ્યક્તિના માટે ઇશ્વર સાક્ષાત્કાર અતિ સુલભ બની જાય છે.તેને જ અદ્વેત અવસ્થા કહે છે જ્યાં આત્માનું મિલન ઇશ્વરની સાથે થાય છે એટલે કે ઇશ્વર અને આત્મામાં કોઇ અંતર રહેતું નથી.(૩૦)  

    ગુરુચરણામ્બુજ નિર્ભર ભકતઃ સંસારાદચિરાદ્ભવ મુક્તઃ

    સેન્દ્રિયમાનસ નિયમાદેવં દ્રક્ષ્યસિ નિજ હૃદયસ્થં દેવમ્ (૩૧)

    ગુરૂદેવના ચરણકમળમાં અનન્ય ભક્તિ રાખનાર હે ભક્ત શિરોમણી ! પોતાના મન અને ઇન્દ્રિયોને પોતાના વશમાં કરી લેવાના કારણે તમે ખુબ જ જલ્દીથી મુક્તિ મેળવી શકશો.પોતાના હ્રદયમાં સ્થિત પરમાત્માનાં દર્શન કરી શકશો.ગુરૂના બતાવેલ માર્ગ ઉપર ચાલીને સફળતા પ્રાપ્ત કરવા માટે તેમના પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જરૂરી છે.વિશ્વાસ જ અમોને આગળ વધવા માટે અનંત શક્તિ અને ઉર્જા આપે છે. વિશ્વાસ તેને કહે છે જેના દ્વારા તે શક્તિ ઉપર ભરોસો કરીએ છીએ જેને અમે ક્યારેય જોઇ નથી,પરીણામ સ્વરૂપ જેને જોયો નથી તેનો સાક્ષાત્કાર થાય છે.

     જેના મનમાં પોતાના સદગુરૂ પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ અને વિશ્વાસ છે તે જ આ અધ્યાત્મમાર્ગમાં સફળતા પ્રાપ્ત કરે છે માટે તમે મન-વચન અને કર્મ વડે ગુરૂચરણોની ભક્તિ કરો,પોતે પોતાને તેમના ચરણોમાં સમર્પણ કરો,તે તમોને મુક્તિના માર્ગે લઇ જશે.   

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે

    April 24, 2026
    ધાર્મિક

    ધર્મનાં ચાર ચરણ છેઃ સત્ય, પવિત્રતા(શૌચ), દયા અને દાન

    April 23, 2026
    લેખ

    23 એપ્રિલ, વિશ્વ પુસ્તક દિવસ

    April 23, 2026
    લેખ

    ભારતની તાકાત અને દરેક વૈશ્વિક ભાગીદારીનું ભવિષ્ય – લોકશાહી, વસ્તી વિષયકતા અને કુશળ કાર્યબળનો સંગમ.

    April 23, 2026
    લેખ

    તંત્રી લેખ… હોર્મુઝ સ્ટ્રેટ કટોકટીમાં ભારત માટે તકો

    April 23, 2026
    લેખ

    ૫રસેવાની કમાણી ૫ર-સેવા માટે વ૫રાય તેનાથી ઉત્તમ કોઇ કાર્ય નથી

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot મશીનના નામે રૂ. 67.26 લાખની ઠગાઈ કરનાર પકડાયો

    April 25, 2026

    Rajkot નજીક જુગાર રમતા ચાર ઝડપાયા

    April 25, 2026

    Rajkot નજીક યુવાનના મોબાઇલ તફડાવનાર ઝડપાયો

    April 25, 2026

    Rajkot પાયલોટિંગ સાથે દારૂ ભરેલા ટેમ્પો સાથે શખ્સ ઝડપાયો

    April 25, 2026

    Rajkot ૧૭૪ કરોડના દેશ વ્યાપી સાયબર નેટવર્કનાં ફ્રોડના ગુનાના ચાર શખ્સોની ધરપકડ

    April 25, 2026

    Talala ગામે ગાંજાના છોડ સાથે અબ્બાસ બ્લોચ ઝડપાયો

    April 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot મશીનના નામે રૂ. 67.26 લાખની ઠગાઈ કરનાર પકડાયો

    April 25, 2026

    Rajkot નજીક જુગાર રમતા ચાર ઝડપાયા

    April 25, 2026

    Rajkot નજીક યુવાનના મોબાઇલ તફડાવનાર ઝડપાયો

    April 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.