થોરાળા પોલીસે આજીડેમ ચોકડીએ યુવક ચોરેલા બાઈક સાથે આટા ફેરા મારતા દબોચી લીધો
Rajkot,તા.31
શહેર પંથકમાં અનડિટેક્ટ ગુના અને ખાસ કરીને ચોરીના ભેદ ઉકેલવાના આદેશના પગલે થોરાળા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આજીડેમ પાસે થી ચોરીની મોટરસાયકલ સાથે યુવાનને ઝડપી લીધો હતો. થોરાળા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમા હતા ત્યારે બાતમી મળી હતી કે આજીડેમ પાસે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં આટા ફેરા મારે છે, પોલીસે આજીડેમ ચોકડી થી મોટરસાયકલ નંબર જી જે ૦૩એલ એ ૫૭૬૨ સાથે આજીડેમ ચોકડી નજીક રહેતા દડુ મનસુખભાઈ વાઘેલા ને ઝડપી આગવી ઢબે પૂછપરછ કરતા દડુ માંથી પોપટ બનેલા એ કબૂલ્યું હતું કે આ બાઈક અમુલ સર્કલ પાસેથી ચોર્યું હતું ,આમ પોલીસે ગણતરીની કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો ,આ કામગીરીમાં પીઆઇ એનજી વાઘેલા, પીએસઆઇ એપી રતન, અને ટીમના એમએ સોલંકી, ધર્મેન્દ્રભાઈ કુચાલા, અશોકભાઈ ભાલીયા, હરપાલસિંહ વાઘેલા, ઇમરાન ભાઈ ચુડાસમા, અજય કુમાર ચાવડા ,ગોકુલભાઈ મકવાણા તથા ગભરૂભાઈ શેખાભાઈ નીતિનભાઈ મનસુખભાઈ એ જહેમત ઉઠાવી હતી