Morbi,તા.06
મોરબી કચ્છ હાઈવે પર માળિયા નજીક ઇકો સપોર્ટ કારમાંથી ઈંગ્લીશ દારૂની ૩૪૭ બોટલનો જથ્થો જપ્ત કરી પોલીસે કાર અને દારૂ સહીત કુલ રૂ ૮.૭૬ લાખનો મુદામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કચ્છ તરફથી ઇકો સપોર્ટ કાર જીજે ૦૩ એફડી ૯૦૫૬માં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવતી હોવાની બાતમી મળતા ટીમે માળિયા શહેનશાવલી પાટિયા પાસે વોચ ગોઠવી હતી અને કારને આંતરી લઈને તલાશી લેતા દારૂની ૩૪૭ બોટલ મળી આવી હતી કારમાંથી પોલીસે અલગ અલગ બ્રાન્ડની ૩૪૭ બોટલ કીમત રૂ ૪,૭૧,૫૦૦ નો જથ્થો તેમજ કાર કીમત રૂ ૪ લાખ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૮,૭૬,૫૦૦ નો જથ્થો જપ્ત કરી આરોપી અભિષેક મુકેશભાઈ બદિયાણી રહે જામનગર વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી મામા રહે સામખીયાળી વાળાનું નામ અને મોબાઈલ નંબર ખુલતા માળિયા પોલીસે વધુ તપાસ ચલાવી છે

