Morbi,તા.06
મોરબીના નવલખી રોડ પર આવેલ નીલકંઠ રેસીડેન્સીના મકાનમાં રેડ કરી એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂની ૧૨૦ બોટલનો જથ્થો કબજે લીધો છે આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે નવલખી ફાટક નજીક શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં નીલકંઠ રેસીડેન્સીમાં રહેતા રોપી હિતેશ ગોવિંદ ડાભીના મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જેથી ટીમે મકાનમાં રેડ કરી દારૂની ૧૨૦ બોટલ કીમત રૂ ૧,૫૬,૦૦૦ નો જથ્થો કબજે લીધો હતો રેડ દરમિયાન આરોપી હિતેશ ડાભી મળી આવ્યો ના હતો જેથી બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

