Morbi,તા.06
મોરબીના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધી તાલુકા પોલીસે તપાસ ચલાવી હતી અને આરોપીને ભાવનગરથી ઝડપી લીધો હતો તેમજ સહ આરોપીને લીલાપર ગામેથી દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લાના તીરલા પોલીસ સ્ટેશનની અપહરણ અને પોક્સો એક્ટ મુજબની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ધોરણસર કાર્યવાહી કરવા માટે આવતા ઝીરો નંબર ફરિયાદ દાખલ કરી મોરબી તાલુકા પોલીસે સગીરા અપહરણની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને સગીરા અપહરણનો મુખ્ય આરોપી કમલેશ હીરૂ અજ્નાર ભાવનગર હોવાની બાતમી મળતા ટીમને રવાના કરી ભાવનગર ખાતેથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો તેમજ સહ આરોપી વિપિન દસરીયાભાઈ બધેલને લીલાપર ગામ પાછલ આવેલ પથ્થરની ખાણમાંથી શોધી કાઢી બંને આરોપીની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

