Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    JPSC પરીક્ષા કેસમાં કેન્દ્ર – રાજ્યને નોટિસ; જંતર-મંતર મહિલા શોષણ અંગે કોર્ટ આકરા પાણીએ

    August 24, 2026

    S. Jaishankar રશિયા અને Ajit Doval ચીનની મુલાકાતે

    August 24, 2026

    કેન્દ્રીય મંત્રીઓના બંગલાઓના રીનોવેશનમાં 1 વર્ષમાં રૂા.92 કરોડ ખર્ચાયા

    August 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • JPSC પરીક્ષા કેસમાં કેન્દ્ર – રાજ્યને નોટિસ; જંતર-મંતર મહિલા શોષણ અંગે કોર્ટ આકરા પાણીએ
    • S. Jaishankar રશિયા અને Ajit Doval ચીનની મુલાકાતે
    • કેન્દ્રીય મંત્રીઓના બંગલાઓના રીનોવેશનમાં 1 વર્ષમાં રૂા.92 કરોડ ખર્ચાયા
    • ગરીબ અરજદારો રાહ જુવે છે ત્યારે `લકઝરી લીટીગેશન’ સ્વીકારી શકાય નહી: Supreme Court
    • Test Cricket માં મુરલીધરનના નામે અનોખો રેકોર્ડ
    • Australia એ બાંગ્લાદેશને બે દિવસ અને 750 બોલમાં ઇનિંગ્સથી હરાવ્યું
    • Surat: માંડવીના તડકેશ્વર ગામ નજીક કાપડની કંપનીમાં ભીષણ આગ
    • Surat:અખાદ્ય પદાર્થ બાદ હવે બીમાર કુકનો ખતરો,પાંડેસરામાં રોગિષ્ટ કર્મચારી રસોઈ બનાવતો ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો
    સૌરાષ્ટ્ર

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    Vikram RavalBy Vikram RavalJuly 7, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    મહુવા–સુરત એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી
    Amreli તા.07

                   સાવરકુંડલા અને લીલીયા પંથકમાં પડેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિએ રેલવે વ્યવહારને ગંભીર અસર પહોંચી છે. જીરા રોડ–ભેંસવડી વચ્ચે બોરાળા ગામ નજીક રેલવે ટ્રેકનું ધોવાણ થતાં ગઈકાલે રાત્રે મહુવા–સુરત એક્સપ્રેસ ટ્રેન રદ કરવાની ફરજ પડી હતી, જ્યારે ધોળા–મહુવા પેસેન્જર ટ્રેનને પણ કલાકો સુધી સાવરકુંડલા સ્ટેશન ખાતે રોકી રાખવામાં આવી હતી.
                  અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયા પંથકમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદ અને પૂરના કારણે જિલ્લામાં રેલવે વ્યવહાર પર વ્યાપક અસર જોવા મળી હતી. સાવરકુંડલા તાલુકાના જીરા રોડ અને ભેંસવડી સ્ટેશન વચ્ચે બોરાળા ગામ નજીક ગઈકાલે રાત્રે રેલવે ટ્રેકની બંને બાજુનું ધોવાણ થતાં ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જેના પગલે ટ્રેન નંબર 19256 મહુવા–સુરત એક્સપ્રેસને સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
             મહુવા–સુરત એક્સપ્રેસ મહુવાથી સાંજે 5:30 કલાકે ઉપડી હતી અને રાજુલા સ્ટેશન પર સાંજે 6:15 કલાકે પહોંચી હતી. ટ્રેનનો સાવરકુંડલા પહોંચવાનો નિર્ધારિત સમય સાંજે 7:38 કલાકનો હતો. જોકે, સાવરકુંડલા અને ગાધકડા સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર ભારે પ્રમાણમાં ગારો તથા વરસાદી ઓવાળ ભરાઈ જતાં ટ્રેનને ગાધકડા સ્ટેશન ખાતે લગભગ બે કલાક સુધી રોકી રાખવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે આશરે 9:45 કલાકે ટ્રેન સાવરકુંડલા રેલવે સ્ટેશન પહોંચી હતી.
             આ દરમિયાન સાવરકુંડલા અને લીલીયા વચ્ચે જીરા રોડ તથા ભેંસવડી સ્ટેશન વચ્ચે બોરાળા ગામ નજીક રેલવે ટ્રેકની બંને બાજુનું ભારે ધોવાણ થયાનું રેલવે વિભાગના ધ્યાનમાં આવતા ટ્રેનને આગળ દોડાવવી જોખમી હોવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરિણામે રાત્રે લગભગ 9 વાગ્યે સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે મહુવા–સુરત એક્સપ્રેસને રદ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ટ્રેન રદ થતાં સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. ટ્રેનમાં મુસાફરી કરતા તેમજ સાવરકુંડલાથી આગળ જવાના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે રેલવે વિભાગે મુસાફરોને ટિકિટના નાણાં પરત આપવાની કાર્યવાહી હાથ ધરી હતી.
              બીજી તરફ ટ્રેન નંબર 59235 ધોળા–મહુવા પેસેન્જર ટ્રેનને પણ સાવરકુંડલા અને ગાધકડા વચ્ચે રેલવે ટ્રેકના ધોવાણને કારણે સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે રોકી રાખવામાં આવી હતી. ભારે વરસાદના કારણે રેલવે ટ્રેકને થયેલા નુકસાનને પગલે સમગ્ર રૂટ પર ટ્રેન વ્યવહાર ખોરવાઈ જતાં મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
                રેલવે વિભાગ દ્વારા ટ્રેકનું તાત્કાલિક નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે અને નુકસાનગ્રસ્ત સ્થળોએ મરામત કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ટ્રેક સંપૂર્ણપણે સલામત જાહેર થયા બાદ જ ટ્રેન વ્યવહાર પૂર્વવત કરવામાં આવશે.
    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleUna તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું
    Next Article Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotની ઘટના બાદ સિનિયર તબીબની પંચમહાલ બદલી કરાઈ

    August 22, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar લઠ્ઠાકાંડમાં મૃત્યુંઆંક વધ્યો; નકલી દારૂના રાક્ષસે વધુ એકનો ભોગ લીધો

    August 22, 2026
    અમરેલી

    Bhavnagar લઠ્ઠાકાંડના પડઘા અમરેલીમાં પડ્યાઃ આમ આદમી પાર્ટીનો વિરોધ

    August 22, 2026
    રાજકોટ

    Rajkot: એક પેડ માઁ કે નામ ૩.૦ હેઠળ રાજ્યમાં ૨૮૮ આઈ.ટી.આઈ.માં ૧૦ હજાર વૃક્ષો વવાશેઃમંત્રી કુંવરજી બાવળીયા

    August 22, 2026
    અમરેલી

    Amreli: ગુજરાત ગૌરવ સરોવરનું દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ

    August 22, 2026
    જામનગર

    Jamnagar: લાલપુરના ગ્રામ્ય પંથકમાં એસઓજીનો દરોડોઃ નશાકારક ચોકલેટના વેચાણનું કારસ્તાન ઝડપાયું

    August 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,530
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,820
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-08-2026 16:36
    Categories
    Latest News

    JPSC પરીક્ષા કેસમાં કેન્દ્ર – રાજ્યને નોટિસ; જંતર-મંતર મહિલા શોષણ અંગે કોર્ટ આકરા પાણીએ

    August 24, 2026

    S. Jaishankar રશિયા અને Ajit Doval ચીનની મુલાકાતે

    August 24, 2026

    કેન્દ્રીય મંત્રીઓના બંગલાઓના રીનોવેશનમાં 1 વર્ષમાં રૂા.92 કરોડ ખર્ચાયા

    August 24, 2026

    ગરીબ અરજદારો રાહ જુવે છે ત્યારે `લકઝરી લીટીગેશન’ સ્વીકારી શકાય નહી: Supreme Court

    August 24, 2026

    Test Cricket માં મુરલીધરનના નામે અનોખો રેકોર્ડ

    August 24, 2026

    Australia એ બાંગ્લાદેશને બે દિવસ અને 750 બોલમાં ઇનિંગ્સથી હરાવ્યું

    August 24, 2026
    Search
    Main News

    JPSC પરીક્ષા કેસમાં કેન્દ્ર – રાજ્યને નોટિસ; જંતર-મંતર મહિલા શોષણ અંગે કોર્ટ આકરા પાણીએ

    August 24, 2026

    S. Jaishankar રશિયા અને Ajit Doval ચીનની મુલાકાતે

    August 24, 2026

    કેન્દ્રીય મંત્રીઓના બંગલાઓના રીનોવેશનમાં 1 વર્ષમાં રૂા.92 કરોડ ખર્ચાયા

    August 24, 2026

    ગરીબ અરજદારો રાહ જુવે છે ત્યારે `લકઝરી લીટીગેશન’ સ્વીકારી શકાય નહી: Supreme Court

    August 24, 2026

    Gujarat માં ખેતી ખતરામાં : 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી

    August 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    JPSC પરીક્ષા કેસમાં કેન્દ્ર – રાજ્યને નોટિસ; જંતર-મંતર મહિલા શોષણ અંગે કોર્ટ આકરા પાણીએ

    August 24, 2026

    S. Jaishankar રશિયા અને Ajit Doval ચીનની મુલાકાતે

    August 24, 2026

    કેન્દ્રીય મંત્રીઓના બંગલાઓના રીનોવેશનમાં 1 વર્ષમાં રૂા.92 કરોડ ખર્ચાયા

    August 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.