Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026

    Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    July 10, 2026

    Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦ મીએ પરિણામ

    July 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય
    • Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!
    • Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦ મીએ પરિણામ
    • 11 જુલાઈનું પંચાંગ
    • 11 જુલાઈનું રાશિફળ
    • ત્રીજા પ્રશ્ન ઉપનિષદનો પ્રશ્ન પંચ પ્રાણના સ્વરૂપ ને કંઈ રીતે સમજાવે છે?
    • શું આ વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટો અંતિમ સંસ્કાર હોઈ શકે છે?
    • ખેતરથી વૈશ્વિક બજાર સુધી: શું નવી સરકારી ડુંગળીના ભાવ ભારતને કૃષિ મહાસત્તા બનાવવા તરફ નિર્ણાયક પગલું છે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય
    અમદાવાદ

    Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    Vikram RavalBy Vikram RavalJuly 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૦

    ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના કોટ વિસ્તાર અને તેની આસપાસના ૨૦૦ મીટરના બફર ઝોનમાં હવે નવાં સરકારી તથા ખાનગી મકાનોને માત્ર લાઇટ સ્કાય બ્લૂ, ક્રીમ અને લાઇટ બ્રાઉન રંગથી જ રંગી શકાશે. હેરિટેજ ઝોનમાં એકરૂપતા અને દૃશ્યસૌંદર્ય જળવાઈ રહે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ આ નવી નીતિ અમલમાં મૂકી છે.

    હેરિટેજ પ્રકારનાં મકાનોમાં આગળના મુખ્ય ભાગ સિવાયની કોતરણી માટે અન્ય રંગોનો ઉપયોગ કરી શકાશે, ઉપરાંત કોટના છ ચોરસ કિમી વિસ્તાર અને ૨૦૦ મીટરના બફર ઝોનમાં આવતાં તમામ નવા સરકારી કે ખાનગી વિકાસ પ્રોજેક્ટ માટે હવે હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (એચઆઈએ) ફરજિયાત બનાવાયું છે.

    એએમસીના જણાવ્યા મુજબ ગત માર્ચ મહિનામાં યુનેસ્કોની બે સભ્યોની ટીમે કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ, દાણાપીઠ મલ્ટિલેવલ પાર્કિંગ અને ગીતામંદિર બસ ટર્મિનસ સહિતના પ્રોજેક્ટની મુલાકાત લઈને હેરિટેજ પર તેની અસરનું મૂલ્યાંકન કર્યું હતું. આ ત્રણેય પ્રોજેક્ટમાં પણ મંજૂર કરાયેલા ત્રણ રંગોનો ઉપયોગ થવાની શક્યતા છે. આ ટીમ ટૂંક સમયમાં પોતાનો વિગતવાર અહેવાલ રજૂ કરશે.

    એચઆઈએ માટે એએમસીએ ૧૦૦થી વધુ આર્કિટેક્ટ્‌સની નોંધણી કરી છે, સાથે જ નવી ઇમારતો માટે અર્બન ડિઝાઇન ગાઇડલાઇન, ડિઝાઇન ટૂલકિટ અને એચઆઈએ પોલિસી અમલમાં મૂકી છે. નોન-હેરિટેજ ઇમારતોની એચઆઈએ અરજીની ઝડપી તપાસ માટે હેરિટે

    પોળના દરવાજાઓના સંરક્ષણ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) તૈયાર કરવામાં આવી છે, ઉપરાંત દેશભરનાં ઐતિહાસિક અને હેરિટેજ સ્મારકોના સંરક્ષણ અને જાળવણી માટે વિશેષ સંસ્થાની સ્થાપનાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે ૮ જુલાઈ, ૨૦૧૭ના રોજ યુનેસ્કોએ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો હતો. શહેરમાં હાલમાં ૨,૬૯૨ નોંધાયેલી હેરિટેજ મિલકતો અને કોટ વિસ્તાર બહારની ૩૮૨ સંભવિત હેરિટેજ મિલકતો છે. હેરિટેજ ટ્રેડેબલ ડેવલપમેન્ટ રાઇટ્‌સ (ટીડીઆર) યોજના હેઠળ અત્યાર સુધી ૧૪૫ મિલકતોનું કુલ ૧૭,૫૧૯ ચોરસ મીટર વિસ્તારમાં સંરક્ષણ અને પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    July 10, 2026
    ગુજરાત

    Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦ મીએ પરિણામ

    July 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    ૪૦ વર્ષમાં મોદી New Zealand ની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન બન્યા

    July 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Zelensky ને મોટો ફાયદો, અમેરિકા પેટ્રિઅટ એર ડિફેન્સ સિસ્ટમના ઉત્પાદન માટે લાઇસન્સ આપશે

    July 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran પરના નવા હુમલા પછી ટ્રમ્પ અને નેતન્યાહૂએ વાતચીત કરી, જેમાં ગલ્ફ દેશોની પરિસ્થિતિ પર ચર્ચા થઈ

    July 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઘુમામાં વૃદ્ધાના પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવી એક કરોડની લોન લઇ લીધી

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    July 10, 2026

    Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦ મીએ પરિણામ

    July 10, 2026

    11 જુલાઈનું પંચાંગ

    July 10, 2026

    11 જુલાઈનું રાશિફળ

    July 10, 2026

    ત્રીજા પ્રશ્ન ઉપનિષદનો પ્રશ્ન પંચ પ્રાણના સ્વરૂપ ને કંઈ રીતે સમજાવે છે?

    July 10, 2026

    શું આ વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટો અંતિમ સંસ્કાર હોઈ શકે છે?

    July 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    July 10, 2026

    Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦ મીએ પરિણામ

    July 10, 2026

    11 જુલાઈનું પંચાંગ

    July 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.