(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૩
વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતા શ્રમિક યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લીધો હતો જે અકસ્માતમાં યુવાનને ઈજા પહોંચી હતી અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી જતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મકનસર ગામની સીમમાં કાશીબા કંપનીની લેબર કોલોનીમાં રહેતા રમેશભાઈ જસ્સુભાઈ દાવર (ઉ.વ.૨૭) વાળાએ ડમ્પર જીજે ૩૬ વી ૯૪૦૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના સાળા રાહુલભાઈ ગત તા. ૨૯ જુનના રોજ સાડા નવેક વાગ્યે મોરબી વાંકાનેર હાઈવે પર સર્વિસ રોડ ક્રોસ કરતા હોય ત્યારે ડમ્પર ચાલકે પુરઝડપે ચલાવી રાહુલને હડફેટે લીધો હતો જેથી બંને પગમાં ગંભીર ઈજા અને શરીરે ઈજા પહોંચી હતી અને ડમ્પર ચાલક નાસી જયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

