(મિલન જોશી દ્વારા)
Junagadh તા.૨૧
બાંટવા ગામના સીમ વિસ્તારમાં મૂળ મધ્યદેશના બરવાની જીલ્લાની વતની એવી એક ૧૫ વર્ષીય પરણિતા એ કોઇ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ લેતા, આ ઘટનાને લઈને અરેરાટી વ્યાપી જવા પામી છે, ૪ માસ પહેલા થયેલ લગ્ન બાદ પરણિતા એ ભરેલ આત્મહત્યા મામલે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
મૂળ મધ્યદેશના બરવાની જીલ્લાની વતની અને બાંટવાનાં ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજૂરી કરવા આવેલ એક ૧૫ વર્ષીય પરણિતા અંજલીબેન વા/ઓ દુર્લભભાઇ માપસીયા એ બાંટવાથી અઢી કિમી. દૂર સીતાણા ગામ તરફ જતા રોડ ઉપર આવેલ પ્રવીણભાઇ નારણભાઇ નકેમની વાડીએ ઝુપડામાં કોઇ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇને મરણ ગયા હોવાની ખમરીયા ઉર્ફે દિલીપ બામટીયાભાઇ માવસીયા એ બાંટવા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવતા પોલીસે આ ૧૫ વર્ષીય પરણિતાના આપઘાત મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મરણ જનાર ૧૫ વર્ષીય અંજલીબેનના લગ્ન દુર્લભભાઇ માપસીયા સાથે ૪ માસ પહેલા થયેલ હતા.

