Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા

    July 1, 2025

    ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’

    July 1, 2025

    Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા
    • ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’
    • Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા
    • Famous TV actress Hina Khan એ તેના સાસરિયાઓની પ્રશંસા કરી છે જે તેને નિઃસ્વાર્થપણે ટેકો આપે છે
    • Amjad Khan નો પુત્ર શાદાબ ખાન રાની મુખર્જી સાથે જોવા મળશે
    • Shefali Jariwala ના મૃત્યુ પછી, અભિનેતાએ પાપારાઝીઓના અસંવેદનશીલ વલણને જોઈને નારાજગી વ્યક્ત કરી
    • 2 જુલાઈનું રાશિફળ
    • 2 જુલાઈનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat:ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગ- ગેમિંગનો કરોડોનો બિન્દાસ વેપલો
    સુરત

    Surat:ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગ- ગેમિંગનો કરોડોનો બિન્દાસ વેપલો

    Vikram RavalBy Vikram RavalJuly 1, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.01

    સુરતના મોટા વરાછા લજામણી ચોક મેરીડીયન બિઝનેસ સેન્ટર સ્થિત સનરાઈઝ ડેવલોપર્સની ઓફિસમાં સુરત શહેર એસઓજીએ ગતરાત્રે રેઈડ કરી ત્યાં કન્સ્ટ્રકશન ઓફીસની આડમાં શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ કરતી અને ઓનલાઈન ગેમીંગ રમાડતી ટોળકીના બે મુખ્ય સૂત્રધાર સહિત આઠની ટોળકીને ઝડપી પાડી ત્યાંથી રોકડા રૂ.૧૦.૦૫ લાખ, ૧૯ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ.૧૭.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરી અન્ય એક સૂત્રધાર તેમજ સીમકાર્ડ આપનારને વોન્ટેડ જાહેર કર્યા હતા.એસઓજીની પ્રાથમિકતપાસમાં ખુલાસો થયો હતો કે તેમણે બનાવેલી ૨૫૦ જેટલી આઈડી અને બેન્ક એકાઉન્ટોમાં છેલ્લા બે વર્ષમાં રૂ.૯૪૮ કરોડના નાણાંકીય વ્યવહારો થયા છે.

    કન્સ્ટ્રકશન ઓફીસની આડમાં શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ કરતી ટોળકી ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં જાહેરાત આપી શેરબજારમાં ઓછા સમયમાં વધુ વળતર આપવાનું કહી ગ્રાહકો ઉભા કરતી હતી.તેઓ ગ્રાહકને તેમના બ્લેક મનીનું રોકાણ કરવા કહેતા હતા.તેઓ તે માટે તેવું કહેતા હતા કે બ્લેક મનીનું રોકાણ તો થશે સાથે જો તેમાં નફો કે નુકશાન થાય તો સ્ટોક માર્કેટના ટ્રેડીંગની જેમ તમારે તેમાં સરકારી ટેક્સ ચૂકવવો પડશે નહીં.તેઓ પોતાની બે બે વેબ્સાઈટની લીંક મોકલી તેમાં ગ્રાહકોને યુઝર આઈડી અને પાસવર્ડ આપતા હતા.તેઓ રોકાણ કરનાર પાસેથી પૈસા આંગડીયા મારફતે મેળવતા હતા.તો કેટલાક ગ્રાહકો પાસે રુબરુ જઈ પણ મેળવતા હતા.

    એસઓજીના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ પાતાભાઈ અને રમેશભાઈ મનુભાઈને મળેલી સંયુકત બાતમીના આધારે પીઆઈ એ.એસ.સોનારા, પીએસઆઈ આર.એસ.ભાટીયા અને ટીમે ગતરાત્રે મોટા વરાછા લજામણી ચોક પાસે મેરીડીયન બિઝનેસ સેન્ટરની ઓફિસ નં.૬૦૪ અને ૬૦૫ સ્થિત સનરાઈઝ ડેવલોપર્સની ઓફિસમાં રેઈડ કરી હતી.  ત્યાં કેસ્ટિલો ૯ અને સ્ટોકગ્રો, વેબ સોફ્ટવેર ડેવલોપર્સ થકી ગ્રાહકોનો સંપર્ક કરી શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ કરતી અને પ્રતિબંધિત વેબ સોફ્ટવેર થકી ક્રિકેટ, ટેનીસ, ફુટબોલ જેવી લાઈવ રમતો ઉપર તેમજ કસીનો ગેમીંગ ઉપર ઓનલાઈન સટ્ટો રમાડતી ટોળકીના બે સૂત્રધાર નંદલાલ ઉર્ફે નંદો ગેવરીયા, વિશાલ ઉર્ફે વિક્કી ગેવરીયા મળ્યા હતા.એસઓજીએ ઓફિસમાં તપાસ કરતા ત્યાં શેરબજાર ટ્રેડીંગ અને ઓનલાઇન ગેમીંગ માટેના વેબપેજ કોડીંગ કરી તેને સર્વરમાં હોસ્ટીંગ કરતા બે વેબ ડેવલોપર્સ ભાવેશ કિહલા અને બકુલ તરસરીયા પણ મળ્યા હતા.

    ઓફીસમાં હાજર મળેલા ચાર કર્મચારી જયદિપ પીપળીયા, ભાવિન હિરપરા, નવનીત ગેવરીયા અને સાહિલ સુવાગીયા શેર બજાર ટ્રેડીંગ અને ઓનલાઇન ગેમીંગ માટે લોકોનો સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કરી તેમને ઓછા રોકાણે વધુ નફો કરવાની લાલચ આપી મોટી રકમનું રોકાણ કરાવતા હતા. એસઓજીએ બે સૂત્રધાર નંદલાલ ઉર્ફે નંદો ગેવરીયા, વિશાલ ઉર્ફે વિક્કી ગેવરીયાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ કન્સ્ટ્રકશન ઓફીસની આડમાં છેલ્લા બે વર્ષથી પરીમલ કાપડીયા સાથે મળી શેર બજાર ટ્રેડીંગના નામે રોકાણ કરાવી અને ઓનલાઈન ગેમીંગ રમાડી પૈસા પડાવતા હતા.તે માટે સીમકાર્ડતેઓ જાવેદ ઉર્ફે જેડી પાસે મેળવતા હતા.

    એસઓજીએ હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તેઓ એકાઉન્ટ ધારકની જાણ બહાર તેમના નામે એકાઉન્ટ ખોલાવી તેના નેટ બેંકીંગના યુઝર નેઈમ અને પાસવર્ડ મેળવતા હતા અને તેમાં રોકાણકારોના પૈસા જમા કરાવી સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાને બદલે પોતાના ડેવલોપ કરેલા વેબપેજમાં રોકાણ કરતા હતા.એસઓજીને તેમણે બનાવેલી ૨૫૦ આઈડીમાં રૂ.૯૪૩,૩૭,૩૫,૮૦૭ ના તેમજ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂ.૪,૬૨,૭૩,૩૯૮ ના મળી કુલ રૂ.૯૪૮,૦૦,૦૯,૨૦૬ ના કુલ નાણાંકીય વ્યવહારો મળ્યા હતા.એસઓજીએ આ અંગે ઉત્રાણ પોલીસ મથકમાં ગુનો નોંધાવી સાથી સૂત્રધાર કાપડીયા કને સીમકાર્ડ આપનાર જાવેદ ઉર્ફે જેડીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

    એસઓજીની તપાસમાં જાણવા મળ્યું છે કે બે સૂત્રધાર પૈકી નંદલાલ ઉર્ફે નંદો શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ છેલ્લા ૧૦ વર્ષથી કરે છે. તેના વિરુદ્ધ ઓક્ટોબર ૨૦૨૧ માં શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ અંગેનો ગુનો નોંધાયો હતો,ઉપરાંત જાન્યુઆરી ૨૦૨૧ માં જ તે સરથાણામાં ઓનલાઈન સટ્ટા માટેની આઈડી આપતા પણ ઝડપાયો હતો.

    અન્ય સૂત્રધાર વિશાલ ઉર્ફે વિક્કી ગેવરીયા વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં વર્ષ ૨૦૧૯ માં જુગારનો ગુનો નોંધાયો છે અને તે નંદલાલ સાથે ઓનલાઈન સટ્ટા માટેની આઈડી આપવામાં સામેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: જગન્નાથ ભગવાનની એક રથયાત્રા એવી છે, બીજે નહીં પરંતુ તેના બે દિવસ બાદ નીકળે છે

    June 25, 2025
    સુરત

    Surat માં સરકારી શાળાના બાળકોની બેન્ચો ઉપાડીને કોલેજના સ્ટુડન્ટ્સને આપી દીધી

    June 25, 2025
    ગુજરાત

    દક્ષિણ ગુજરાતને ધમરોળતા મેઘરાજા : Suratમાં ફરી 3 ઈંચ વરસાદ ખાબકયો

    June 25, 2025
    સુરત

    Surat માં સતત બીજા દિવસે વરસાદની ધમાકેદાર બેટિંગ, તમામ સરકારી સ્કૂલોમાં રજા જાહેર

    June 24, 2025
    સુરત

    Surat: વરસાદી પાણી બાદ હવે ખાડી પૂરના પાણી ઘરમાં ઘૂસી ગયા

    June 24, 2025
    સુરત

    Surat: 15 જુલાઈ પહેલા ગ્રીન ઈ-વ્હીકલ પોલીસી જાહેર કરી દેશનું પહેલું શહેર બનશે

    June 23, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા

    July 1, 2025

    ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’

    July 1, 2025

    Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા

    July 1, 2025

    Famous TV actress Hina Khan એ તેના સાસરિયાઓની પ્રશંસા કરી છે જે તેને નિઃસ્વાર્થપણે ટેકો આપે છે

    July 1, 2025

    Amjad Khan નો પુત્ર શાદાબ ખાન રાની મુખર્જી સાથે જોવા મળશે

    July 1, 2025

    Shefali Jariwala ના મૃત્યુ પછી, અભિનેતાએ પાપારાઝીઓના અસંવેદનશીલ વલણને જોઈને નારાજગી વ્યક્ત કરી

    July 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા

    July 1, 2025

    ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’

    July 1, 2025

    Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.