(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૨૫
Morbi તાલુકામાં બે અપમૃત્યુના બનાવો નોંધાયા છે મોરબી પંથકમાં મહિલા સહીત બે વ્યક્તિએ આપઘાત કર્યો છે જે મામલે પોલીસે તપાસ ચલાવી છે. પ્રથમ બનાવમાં મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર ૬ માં રહેતા ગઢવી વશરામભા પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બીજા બનાવમાં મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મોરબીના જીવાપર ગામની સીમમાં લોરીસન સિરામિકમાં કામ કરતા માયાબેન કૃણાલ ઉર્ફે કુંદન ઉર્ફે બડવા (ઉ.વ.૩૫) નામની પરિણીતાએ પોતાના રૂમમાં કોઈ કારણોસર પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું.

