Rajkot, તા.27
રાજકોટ કલેક્ટર તંત્ર અને લોકમેળા અમીલકરણ સમિતિ દ્વારા શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા જન્માષ્ટમીના પાંચ દિવસીય લોકમેળાના સ્ટોલ અને પ્લોટ માટે ફોર્મ ભરવાનું આવતીકાલે અંતિમ દિવસ નિયત કરવામાં આવેલ છે.
જો કે હજુ પુરતી સંખ્યામાં ફોર્મ સબમીટ થયા ન હોય, ફોર્મ વિતરણ અને તેને સબમીટ કરાવવાની મુદતમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.લોકમેળાના 228 સ્ટોલ પ્લોટ માટે અત્યાર સુધીમાં 306થી વધુ ફોર્મનો ઉપાડ થવા પામ્યો છે. જેની સામે માત્ર 23 જેટલા ફોર્મ જ ભરાઇને સબમીટ થવા પામ્યા છે. જેમાં રમકડાના પાંચ, ખાણીપીણીના સ્ટોલના 11 તેમજ આઇસ્ક્રીમના સ્ટોલના 7 જેટલા ફોર્મ સબમીટ થયા હોવાનું કલેક્ટર કચેરીના સુત્રોએ જણાવ્યું હતું.
જો કે લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા હવે આવતીકાલ સાંજ સુધીમાં જ લોકમેળાના સ્ટોલ પ્લોટ માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવનાર હોવાની સંભાવના રહેલી છે.
લોકમેળાના સ્ટોલ માટેના ફોર્મ સ્વીકારવાની મુદ્ત પૂર્ણ થયા બાદ તા.1 ઓગસ્ટથી સ્ટોલ પ્લોટ માટે ડ્રો અને હરરાજીની પ્રક્રિયાનો પ્રારંભ કરાશે. જેમાં કેટેગરી-બી રમકડાના 100 સ્ટોલ, કેટેગરી-સી ખાણીપીણીના 8 સ્ટોલ, તા.1 ઓગસ્ટે શનિવારે સવારે 11 કલાકે કેટેગરી-જે મધ્યમ ચકરડીના 3, કેટેગરી-કેની નાની ચકરડીના 24 પ્લોટ માટે પણ તા.1 ઓગસ્ટને શનિવારે સવારે 11 કલાકે ડ્રો હરરાજી થશે.
આ ઉપરાંત તા.4 ઓગસ્ટને મંગળવારના રોજ કેટેગરી-એ ખાણીપીણી, એક્ઝીબીશન તેમજ વિવિધ પ્રદર્શન માટેના બે પ્લોટ ઉપરાંત બી-વન કોર્નર અને ખાણીપીણીના 40 પ્લોટ માટે સવારના 11-30 કલાકે જ્યારે યાંત્રિક કેટેગરી-ઇના પાંચ, એફ-3ના 3, જી-20 અને એચ કેટેગરીના 6 પ્લોટની હરરાજી તા.5 ઓગસ્ટને બુધવારે સવારે 11-30 કલાકે તેમજ 6 ઓગસ્ટ ગુરુવારે કેટેગરી એક્સ એટલે કે આઇસ્ક્રીમના 17 પ્લોટ માટે જુની કલેક્ટર કચેરી ખાતે આવેલ પ્રાંત-1ની કચેરી ખાતે હરરાજી કરવામાં આવનાર છે.

