Surendranagar તા.29
સુરેન્દ્રનગર ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્ર નિર્માણ સમયે ભ્રષ્ટાચાર થયા હોવાનું સામે આવ્યું સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખાટડી ગામે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ અને જિલ્લા પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા ખાટડી ગામે સીએચસી કેન્દ્ર નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
હાલમાં નિર્માણ કામ પૂરી થવાની તૈયારીમાં છે ત્યારે હવે ટૂંક સમયમાં તેના લોકાર્પણ કરવા અંગેની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે પરંતુ તે પહેલા નવા જ બનાવવામાં આવેલા સીએચસી કેન્દ્રના બીમ પીલરો છૂટા પડી ગયા છે અને તિરાડો પડી જવા પામી છે.
આ ઉપરાંત દીવાલોમાં પણ પોપડા ઉખડવા લાગ્યા છે અને સ્લેબ તૂટી ગયા છે અને જોઈન્ટ માંથી પણ છુટા પડી જવા પામ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના આજુબાજુના ગ્રામીણ વિસ્તારના લોકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અંદાજિત 10 લાખથી વધુ ના ખર્ચે સીએચસી કેન્દ્ર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને કામ શરૂ કરવામાં આવ્યું હતું.
હાલના તબક્કામાં કામગીરી પૂર્ણ થવાની તૈયારીમાં છે પરંતુ તે પહેલા જ આ બનાવવામાં આવેલા સીએચસી કેન્દ્રના પીલોર છુટા પડી ગયા છે અને પોપડા પણ પડવા લાગ્યા છે અને સ્લેબ ના જોઈન્ટ પણ છુટા પડી જવા પામ્યા છે.
ત્યારે વર્ષો પછી આ સીએચસી કેન્દ્ર નું નિર્માણ થઈ રહ્યું છે પરંતુ તે પણ નબળી કક્ષાનું થયું હોવાનું સામે આવ્યું છે અને તેની ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કોન્ટ્રાક એજન્સી દ્વારા અત્યંત ખરાબ કામગીરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે અને ભ્રષ્ટાચાર થયા હોવાનું પણ સામે આવ્યું છે
લોકાર્પણ પહેલાં જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આ અંગે તંત્રના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા આ મુદ્દે ધ્યાન આપી અને કોન્ટ્રાક એજન્સી સામે કડક પગલાં ભરી અને વ્યવસ્થિત રીતે કામગીરી થાય તે અંગેની તકેદારી રાખવા પણ ગ્રામજનો એ માંગ કરી છે.

