New Delhi,તા.31
એક બાજુ પાકિસ્તાન તેની પ્રજા પર પીઓકેમાં બર્બરતા આચરી રહ્યું છે ત્યારે ચીનના જોરે ઉછળતા પાકિસ્તાનને ભારતની નેવીથી ખૂબ જ ડર લાગી રહ્યો છે અને આ બાબત એક પાકિસ્તાની નિષ્ણાંતે કબુલી છે.
ભારતની પરમાણુ સબમરિનોથી પાકિસ્તાન ફફડી રહ્યું છે. આ કબુલાત ખુદ પાકિસ્તાનના ડિફેન્સ એકસપર્ટે કરી છે. ગ્લોબલ મેગેઝીન `ધી ડિપ્લોમેટ’માં પાકિસ્તાની એકસપર્ટ ઉસ્માન હૈદર અને અબ્દુલ મોઈઝ ખાને એક લેખ લખ્યો છે, જે પાકિસ્તાનના ડર પર મહોર લગાવે છે.
આ રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારતના ઝડપથી મજબૂત થતા ન્યુકિલયર-પાવર્ડ બેલેસ્ટીક મિસાઈલ સબમરીન (એસએસબીએમ) બેડાએ પાકિસ્તાનની ડિફેન્સ રણનીતિના મૂળિયા હલાવી દીધા છે.
પાકિસ્તાની ડિફેન્સ એકસપર્ટસનું કહેવું છે કે, 2016માં આઈએનએસ અરિહંતના સામેલ થયા બાદ ભારતનો સમુદ્રી પરમાણુ પ્રોગ્રામ હવે `ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર’ના સ્તરથી ખૂબ જ આગળ નીકળી ચુકયો છે.

