New Delhi,તા.31
આડકતરા કરવેરા બોર્ડ દ્વારા જીએસટીમાં ઈ-વે બીલ અંગે આવતીકાલ તા.1 ઓગષ્ટથી લાગુ થનાર આદેશ રદ કર્યા છે. નવા નિયમ મુજબ ઈ-વે બીલ જનરેટ થયા બાદ માલની ડીલીવરી થતા જ તે ઈ-વે બિલ બંધ કરી દેવું ફરજીયાત હતું. જેની સામે કરોડો કારોબારીઓમાં આ નવી વ્યવસ્થા લાગુ કરતા પુર્વે થોડો સમય આપવા માંગ કરી હતી.
ખાસ કરીને નાના-મધ્યમ કક્ષાના કારોબારી માટે હજું તેઓએ સીસ્ટમમાં જરૂરી સુધારા અપગ્રેડ કર્યા ન હતા અને તે સમયે લાગું થવાની પુરી ઈ-વે બિલ સીસ્ટમ ખોરવાઈ જવાની ચિંતા હતી.
જીએસટીના નવા નિયમ મુજબ શીપ ટુ જીએસટીઆઈએન સીસ્ટમ લાગુ થવાની હતી તેવો નિયમ લાગુ થવાથી ઈ-વે બિલ બનાવતા સમયે અગર કોઈ સામાનની ડીલીવરી કોઈ એવા વ્યક્તિ કે સંસ્થાન દેવાની હોય જેનું જીએસટી રજીસ્ટ્રેશન હોય તો ઈ-વે બનાવતા સમયે જ તેના જીએસટીઆઈએન સીસ્ટમમાં દાખલ કરવા જરૂરી હતા.
તેની સાથે તેના પ્રચારથી કોડ પણ ભરવો જરૂરી હતો એ માહિતી વગર આગળનું ઈ-વે બિલ જનરેટ કરી શકાશે નહી. જો કે આ સીસ્ટમને સમજવામાં જ સમય જરૂરી હતો જેના કારણે હાલ જૂની વ્યવસ્થા યથાવત રખાઈ છે જે ત્રણ માસ બાદ નવી વ્યવસ્થા લાગુ થશે.

