જીજ્ઞેશ પટેલ
Manavadar તા.૩૧
માણાવદર તાલુકાના બાંટવા રેલવે સ્ટેશન વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં પારિવારિક કલેશથી કંટાળીને ૨૬ વર્ષીય યુવકે પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ બનાવ અંગે મૃતકના પિતાએ બાંટવા પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે.
ઘટનાની મળતી વિગતો મુજબ, બાંટવા રેલવે સ્ટેશન પાછળ રહેતા સાગરભાઈ ભીમાભાઈ રાઠોડ (ઉંમર વર્ષ ૨૬) અને તેમની પત્ની જોશનાબેન વચ્ચે છેલ્લા ત્રણેક વર્ષથી અવારનવાર ઘરકંકાસ ચાલી રહ્યો હતો. બુધવારે રાત્રે પણ બંને વચ્ચે બોલાચાલી અને ઝગડો થયો હતો.
આ ઝગડા બાદ ગુરુવારે સવારે પત્ની જોશનાબેન રીસાઈને પોતાના પિયર જતી રહી હતી. પત્નીના જવાથી મનથી ભાંગી પડેલા સાગરભાઈને લાગી આવતા તેમણે સવારના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના પિતા ભીમાભાઈ રાઠોડે બાંટવા પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ એસ.ડી. ગચ્ચર સહિતના પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી

