(નયના દવે દ્વારા)
Jamnagar તા.૩૧
Jamnagar સિટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરલી મટકાના આંકડાનો જુગાર રમાડતા બે શખ્સોને ઝડપી પાડી તેમની સામે ગુજરાત જુગાર ધારા કલમ ૧૨(અ) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડો ધુવાવાના નાકા નજીક ભોયના ઢાળિયા પાસે પાડવામાં આવ્યો હતો, જ્યાં છાપીયા શેરી, નાગરચકલાના મનસુખભાઈ જેરામભાઈ નકુમ (ઉં. ૫૯)ને વરલી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરાવતા ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી આંકડાની ચિઠ્ઠી, બોલપેન અને રોકડા રૂ. ૧૫૦ મળી આવ્યા હતા.
બીજો દરોડો કિશાનચોક ખાતે કબીર આશ્રમ પાસે પાડવામાં આવ્યો હતો, જ્યાં હીરાસરવાસના અરવિંદભાઈ ધનજીભાઈ પરીયા (ઉં. ૪૦)ને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લેવાયા હતા. તેમની પાસેથી આંકડાની ચિઠ્ઠી, બોલપેન અને રોકડા રૂ. ૧૭૦ કબજે કરવામાં આવ્યા હતા. બંને બનાવોમાં સિટી ’એ’ ડિવિઝન પોલીસે જુગાર ધારા હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

