New Delhi, તા.5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિડીયો ફેસબુક પરથી સાડા પાંચ કલાક સુધી હટાવી લેવાના મુદ્દે સંસદીય સમિતિ એ આકરૂ વલણ અપનાવ્યું છે અને આ અંગે ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના વડા માર્ક ઝુકરબર્ગ જો ત્રણ દિવસમાં માફી ન માંગે તો ફેસબુકને જે સેફ હાર્બર કલોઝ હેઠળ રક્ષણ મળે છે તે દુર કરવા સંસદીય સમિતિએ ચેતવણી આપી છે.
ભાજપના સાંસદ નિશીકાંત દુબેના અધ્યક્ષ કમીટીએ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 140 કરોડ ભારતીયોના પ્રતિનિધિ છે અને તેમનો વિડીયો ડિલીટ કરવો કે દુર કરવો તે ભારતીય લોકતંત્ર પર સીધો હુમલો છે.
જો ફેસબુક આ અંગે જવાબદાર લોકો સામે કાર્યવાહી નહીં કરે અને માર્ક ઝુકરબર્ગ જો માફી નહીં માંગે તો આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને ભારતમાં તેમાં પોસ્ટ થતા ક્નટેનમાં જે સેફ હાર્બર કે તેમાં તેની જવાબદારી ન બને તે જે રક્ષણ અપાયું છે તે દુર કરવાની ચેતવણી આપી છે અને આ અંગે સરકાર કોઇ સમાધાન કરશે નહીં તે પણ જણાવ્યું છે.

