(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli,તા.6
અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અલગ અલગ ચાર જેટલા બનાવોમાં એક મહિલા અને ત્રણ યુવક સહીત ચાર લોકોના મોત નીપજયાનું પોલીસ ચોપડે નોંધાતા બનાવ અંગે જે તે સ્થાનિક પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
પ્રથમ બનાવમાં લાઠી તાલુકાના ચાવંડ ગામે ચામુંડા માતાજીના મંદીર પાસે રહેતા વિપુલભાઇ રમેશભાઇ મીઠાપરા નામના 33 વર્ષીય યુવકને તેમની પત્નિ સાથે જમવા બાબતે ઝધડો થયેલ હોય જે વાતનું મનમાં લાગી આવતા ગત તા.3 ના રોજ સાંજે 4 વાગ્યા પહેલાના કોઇપણ સમયે ચાવંડ ગામે કાણકીયા સ્કુલ પાસે આવેલ અવાડા પાસે ઘઉંમાં નાખવાના ટીકડા પી’ જતા યુવકને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
બીજા બનાવમાં મધ્યપ્રદેશના વતની અને હાલ બગસરા તાલુકાના ખારી ગામે રહેતા લાલુભાઈ મધનભાઈ ભીંડે નામના 25 વર્ષીય યુવકને તેના ગામની એક છોકરી ગમતી હોય, અને આ છોકરીએ એક મહિના પહેલા બીજે લગ્ર કરી લેતા યુવક પોતે હતાશ થઇ જતુંનાશક દવા પી જતા તે યુવકને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત થયુ હતું.
ત્રીજા બનાવમાં લીલીયા તાલુકાના પુજાપાદર ગામે આવેલ રામજી મંદિર પાસે મેઇન શેરીમાં રહેતી કૈલાસબેન રાજેશભાઇ ધાનાણી નામની 57 વર્ષીય મહિલા
ઘરે રસોડામાં ચા બનાવતી વખતે ગેસની પાઇપ લીક હોવાથી તેમાંથી આગ દ્વારા બ્લાસ્ટ થતાં આખા શરીરને દાજી જવાથી તેણીને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત થયુ હતું.
જયારે ચોથા બનાવમાં સાવરકુંડલા ગામે હાથસણી રોડ ઉપર આવેલ આસોપાલવ સોસાયટી પાછળ રહેતા મનિષભાઇ નથુભાઇ સોંદરવા નામના 37 વર્ષીય યુવકને છેલ્લા પાંચેક વર્ષથી માથાનો દુ:ખાવો હોય અને રાજકોટ ખાતે હોસ્પીટલમાં સ્પાઇનનુ ઓપરેશન કરાવ્યા બાદ નિયમ મુજબ ત્રણ દિવસ પછી રજા આપી સરકારી હોસ્પીટલમાં રાજકોટ ખાતે સારવાર ખસેડાયેલ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
પશુઓ બચાવાયા
અમરેલીના બહારપરા વિસ્તારમાં આવેલ ખાટકીવાડમાં રહેતા સત્તારભાઇ ઓસમાણભાઇ કાલવા નામના ટ્રક ડ્રાઇવર ગત તા.4 ના રોજ 1/15 વાગ્યા દરમ્યાન લાઠી તાલુકાના દામનગરથી ધ્રુફણીયા રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે પોતાના હવાલા વાળા ટ્રક નં.જીજે-27-ટીએફ-7550 કિમત રૂપિયા 5,00,000 વાળામાં ભેંસ જીવ નંગ-8 કિમત રૂપિયા 2,00,000 ની ટ્રકમાં અત્યંત ટુકા દોરડાથી ખીચો ખીચ હલન ચલન ન કરી શકે તે રીતે અત્યંત ક્રુરતા પુર્વક ટ્રકમાં બાંધીને (ગોંધી), કોઇ પણ પ્રકારના ઘાસ ચારા વગર અને પાણીની સગવડતા વગર લઇ જઇ જતા હોય, દામનગર પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ભેંસોની હેરાફરીની કોઇ પાસ પરમીટ વગર લઇ જતા ટ્રક ડ્રાયવર ઝડપી લઈ તેમજ બીજા આરોપી ઇમ્તિયાજએ ગેરકાયદેસર રીતે કતલ કરવાના ઇરાદે આ ભેંસો પોતાના માલીકીના ટ્રકમાં પોતાના તબેલેથી ભરી દીધેલ હોય આ બંને સામે પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી ભેંસને કતલખાને જતા બચાવી લીધેલ હતી.

