Amreli, તા. 6
અમરેલી શહેરનાં ચિત્તલ રોડ પર આવેલા ડેમનાં પાળાથી ખોડીયાર મંદિર સુધીનો માર્ગ દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, સ્થાનિક નાગરિકો તથા વાહનચાલકો દ્વારા ઉપયોગમાં લેવાય છે. પરંતુ આ સમગ્ર માર્ગ પર સ્ટ્રીટ લાઈટની પૂરતી સુવિધા ન હોવાથી રાત્રિનાં સમયે ભારે અંધકાર રહે છે, જેના કારણે અકસ્માતનો ભય તેમજ મહિલાઓ, વૃદ્ધો અને રાહદારીઓ માટે અસુરક્ષાની સ્થિતિ સર્જાય છે.
આ જનહિતના પ્રશ્નને ધ્યાનમાંરાખીને શક્તિત ગ્રુપ ટીમ, અમરેલી દ્વારા નગરપાલિકા તંત્ર સમક્ષ આ માર્ગ પર તાત્કાલિક સ્ટ્રીટ લાઈટ સ્થાપિત કરવાની માંગણી કરવામાં આવી છે. શક્તિત ગ્રુપ ટીમે જણાવ્યું છે કે, સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉપલબ્ધ થતાં હજારો શ્રદ્ધાળુઓ અને નાગરિકોને સુરક્ષિત અવરજવર કરવામાં મોટી રાહત મળશે.

