કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ ટોક્સિક ૨૬ ઓગસ્ટ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે : ફિલ્મ ઈંટરનેટ પર છવાઈ
Mumbai, તા.૨૧
કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ ટોક્સિક ૨૬ ઓગસ્ટ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈને પહેલાથી જ ઇન્ટરનેટ પર બઝ ક્રિએટ કરવામાં આવ્યો છે અને હવે તેમાં વધારો થઈ ગયો છે. આ વધારો થયો છે યુકે સેન્સર બોર્ડના સર્ટિફિકેટથી. યુકે સેન્સર બોર્ડે યશની ફિલ્મ ટોક્સિકને ૧૮ પ્લસ કેટેગરીની ફિલ્મ ગણાવી છે. ફિલ્મને અલગ અલગ કેટેગરીમાં પાંચમાંથી પાંચ રેટિંગ મળ્યું છે. યુકેના સેન્સર બોર્ડના સર્ટિફિકેટ અનુસાર ટોક્સિક ફિલ્મ એનિમલ અને ધુરંધર ફિલ્મને પણ પાછળ છોડી દેશે તેવું લાગે છે.
યુકે સેન્સર બોર્ડે ટોક્સિક ફિલ્મનું જે વિવરણ કર્યું છે તે અનુસાર ફિલ્મમાં ભયંકર હિંસા, બોલ્ડ સીન અને ખતરનાક દ્રશ્યો ભરપૂર માત્રામાં દેખાડવામાં આવ્યા છે. જેના કારણે બ્રિટનમાં પણ આ ફિલ્મને ૧૮ પ્લસ સર્ટીફીકેટ મળ્યું છે. ધુરંધર ફિલ્મ સાથે ટોક્સિક ફિલ્મની સરખામણી થવા લાગી છે કારણ કે ધુરંધર ફિલ્મને યુકે સેન્સર બોર્ડે ફક્ત હિંસાની શ્રેણીમાં પાંચમાંથી પાંચ રેટિંગ આપ્યું હતું બાકી અન્ય શ્રેણીમાં ફિલ્મને બે થી ચાર સુધીનું રેટિંગ મળ્યું હતું. પરંતુ ટોક્સિક ફિલ્મને હિંસા, બોલ્ડ સીન, ઈન્જરી ડિટેલ જેવી ત્રણ મુખ્ય શ્રેણીમાં પાંચમાંથી પાંચ રેટિંગ મળ્યું છે. આ સિવાય થ્રીલ, થ્રેટ, ન્યૂડીટી અને ભાષાની બાબતમાં ફિલ્મને પાંચમાંથી ચાર નું રેટિંગ મળ્યું છે.
બ્રિટનમાં સેન્સર બોર્ડે જે ફિલ્મને ૧૮ પ્લસ સર્ટિફિકેટ આપીને પાસ કરી છે તેમાં કુલ રન ટાઈમ ૧૧૯ મિનિટ અને ૪૧ સેકન્ડ નો છે એટલે કે ત્રણ કલાક અને ૧૧ મિનિટ. સેન્સર બોર્ડના રિપોર્ટ અનુસાર ફિલ્મમાં વિચલિત કરે તેવા દ્રશ્યો પણ છે. કેટલાક સીનમાં માથું ફૂટે તેવા, શારીરિક હિંસા અને ફાંસી જેવા દ્રશ્યોને પણ ભયંકર રીતે દેખાડવામાં આવ્યા છે. ફિલ્મમાં ભારી માત્રામાં વિચલીત કરે સીન પણ દેખાડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ટોક્સિક ફિલ્મ બીગ બજેટ ફિલ્મ છે. એક્શન થ્રિલર જોનરની આ ફિલ્મ ૨૬ ઓગસ્ટે ભારત સહિત દુનિયાભરના સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ મુખ્ય રીતે કન્નડ અને અંગ્રેજી ભાષામાં શૂટ કરવામાં આવી છે. જે ભારતમાં હિન્દી ડબ વર્ઝનમાં પણ રિલીઝ થશે. ભારતમાં બનેલી આ સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક ફિલ્મ છે.
ટોક્સિક ફિલ્મમાં કન્નડ સુપરસ્ટાર યશ ઉપરાંત બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી, હુમા કુરેશી, તારા સુતરીયા અને સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

