(મહેશ રાવલ દ્વારા)
Surendranagar તા.૨૪
રાજકોટ રેન્જ ડી.આઇ.જી.પી. નિર્લિપ્ત રાય તથા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ હાલે ચાલી રહેલ પવિત્ર શ્રાવણ માસમા ગે.કા.રીતે પશુ માસનુ વેચાણ કરતા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપતા તેમજ લીંબડી ડિવિઝનના ના.પો.અધિ.વી.એમ.રબારી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આવા ઇસમો પર વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ.
જે અન્વયે પોલીસ ઈન્સપેક્ટર જી.બી.પરમાર સાહેબને મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે તથા સુચના મુજબ પોલીસ સબ ઇન્સ. એમ.એમ.બારીયા તથા પોલીસ સબ ઇન્સ. વી.એમ.કોડિયાતર તેમજ અના.એ.એસ.આઈ. પી.જી.ઝાલા તથા પો.કોન્સ.ઘનશ્યામભાઈ પરમાર એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ લીંબડી પો.સ્ટે.ના ટાઉન વિસ્તારમાં આવેલ સૈયદ મહોલ્લા વિસ્તારમા આરોપી
ગની સ/ઓ અહેમદ ભટ્ટી રહે.સૈયદ મહોલ્લા લીંબડી વાળાના કબ્જા ભોગવટા વાળા મકાનેથી ગે.કા. પાસપરમીટ વગર કુલ માસ કિલો ૫ જેની કિ.રૂા.૧૭૫૦/- ગણી તેમજ માસ કાપવાનો એક લાકડાનો ગોળ ટુકડો તથા ત્રણ નાના મોટા છરા જેની કિ.રૂા.૨૫૦/-ગણી તેમજ જીવતા પશુ નંગ-૦૨ (પાડા) જેની કુલ કિ.રૂા.૧૦,૦૦૦/- એમ કુલ મુદ્દામાલ કિ.રૂા.૧૨૦૦૦/- સાથે આરોપી ગની સ/ઓ અહેમદ ભટ્ટી ને પકડી પાડી તેમજ આરોપી અહેમદ સ/ઓ મુસા ભટ્ટી હાજર નહી મળી આવેલ હોય બંન્ને ઇસમો વિરુધ્ધ લીંબડી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૧૦૩૧૨૬૦૩૮૭/૨૦૨૬ આગળની કાર્યવાહી કરી લીંબડી પો.સ્ટે. ધી ગુજરાત પશુ સંરક્ષણ અધિનીયમ ૧૯૬૦ ની કલમ ૫(૧),૬,૧૦, ૮(૧) તથા ધી પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ ૧૮૬૦ કલમ -૩૮(૩) તથા બી.એન.એસ કલમ ૩૨૫ મુજબ ફરિયાદ દાખલ કરવામા આવેલ.
પકડાયેલા આરોપીઓના નામઃ(૧) ગની સ/ઓ અહેમદ ભટ્ટી રહે.જુના પોલીસ સ્ટેશન સામે સૈયદ મહોલ્લા લીંબડી,(૨) હાજર નહી મળી આવેલ અહેમદભાઈ મુસાભાઈ ભટ્ટી રહે.લીંબડી

