સ્કૂલ બસના બાળકોને બચાવનાર બહાદુર પોલીસકર્મીઓને ઇનામ-પ્રસંશાપત્ર અપાશે
(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૫
મોરબી રાજકોટ હાઈવે પર ટંકારાની ખાનગી શાળાની સ્કૂલ બસમાં અચાનક આગ લાગી હતી આગ લાગતા બસમાં સવાર તમામ બાળકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા જોકે આગમાં બસ બળીને ખાખ થવા પામી હતી સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો
ટંકારાની આર્ય વિધાલયની સ્કૂલ બસમાં બપોરે આગ લાગી હતી મોરબી રાજકોટ હાઈવે પરથી પસાર થતી વખતે આર્ય સ્કૂલ બસમાં આગ લાગી હતી ડ્રાઈવર પાછળ વાયરીંગમાં શોર્ટ સર્કીટ થતા આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ હતી બસમાં ધુમાડા દેખાવા લાગતા તુરંત ૧૧૨ ટીમને જાણ કરવામાં આવી હતી અને ૧૧૨ ટીમે બસમાં સવાર તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા બાદમાં બસમાં આગ ફેલાઈ હતી અને આગ ભડાભડ સળગી ઉઠી હતી
મીતાણા બ્રીજ પાસે સ્કૂલ બસમાં આગ લાગી હતી ત્યારે ૧૧૨ ના કર્મચારીઓએ પીસીઆરના ફાયર ની મદદથી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો અને તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત બસમાંથી ઉતારવામાં આવ્યા હતા બાદમાં ફાયર બ્રિગ્રેડ આવી જતા આગ પર કાબુ મેળવ્યો હતો પરિણામે કોઈ જાનહાની થવા પામી નથી
જે કામગીરીમાં જોડાયેલા પોલીસ કર્મચારીઓ જયેન્દ્રસિંહ ઈન્દુભા, દશરથસિંહ ઘનશ્યામસિંહ, ડ્રાઈવર દિવ્યેશ વાલજીભાઈ ભલગામડીયા અને હિમાંશુ રાજેશભાઈ સાકરીયાને જીલ્લા પોલીસવડા દ્વારા દરેક પોલીસને રૂ ૨૦૦૦ ઇનામ તેમજ આ.સો. ડ્રાઈવર તેમજ જીઆરડીને પ્રસંશાપત્ર પાઠવીને કામગીરીને બિરદાવવાની જાહેરાત કરવામાં આવી છે

