છ માસ પૂર્વે લગ્ન થયા : કારણ અકબંધ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
Rajkot,તા.28
શહેરના રેલનગરમાં રહેતી 23 વર્ષથી ગર્ભવતી નવોઢાએ ગઈકાલે અગમ્ય કારણોસર પોતાના ગળેફાંસો ખાઈ લેતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સારવાર મળે તે પહેલા તબીબે ગર્ભવતી નવોઢાને મૃત જાહેર હતો આ અંગે મળતી માહિતી મુજબ રેલ નગરમાં કર્ણાવતી સ્કૂલની બાજુમાં શ્રી મનહરી એપાર્ટમેન્ટમાં રહેતી
જીયાબેન અમિતભાઈ રાઠોડ ઉંમર વર્ષ 23 વર્ષીય નવોઢા ગઈકાલે પોતે ઘરે હતી ત્યારે 3:00 વાગે આસપાસ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સારવાર મળે તે પહેલા તબીબે નવાજાને મૃત જાહેર કરતા ઘટના સ્થળે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોરી ગયો હતો અને નૃતદેહને પીએ મળશે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતક જીયાબેનના છ માસ પહેલા લગ્ન થયા હતા અને હાલ ચાર માસનો ગર્ભ હતો અને પતિ શ્રમિક કામ કરતા હોય અને ગર્ભવતી નવોઢાનું મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો હતો આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે આ અંગે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડીએચ ગજેરા વધુ તપાસ હાથ ધરી છે

