Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Duleep Trophy ની સેમિફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ અર્ધશતક લગાવતાં એક વધુ રેકોર્ડ બનાવી દીધો

    August 31, 2026

    Djokovic સૌથી અમીર,સૌથી વધુ ઇનામી રકમ જીતનારા ટેનિસ ખેલાડી

    August 31, 2026

    England પાકિસ્તાન સામે સીરીઝ જીતી

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Duleep Trophy ની સેમિફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ અર્ધશતક લગાવતાં એક વધુ રેકોર્ડ બનાવી દીધો
    • Djokovic સૌથી અમીર,સૌથી વધુ ઇનામી રકમ જીતનારા ટેનિસ ખેલાડી
    • England પાકિસ્તાન સામે સીરીઝ જીતી
    • Kagiso Rabada ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણાની ટેસ્ટ સીરિઝમાંથી બહાર
    • Javagal Srinath નો આજે જન્મદિવસ : નિવૃત્તિ પાછી ખેંચીને 2003 વિશ્વકપ રમ્યાં હતાં
    • Duleep Trophy : ઇશાન ઇજાગ્રસ્ત થતાં 15 વર્ષનો વૈભવ બન્યો ઇસ્ટ ઝોનનો કેપ્ટન
    • US Open : જોકોવિચનું 25મું ગ્રાન્ડસ્લેમ જીતવાનું સ્વપ્ન રોળાયું
    • ચેમ્પીયનની ઓળખ શું! D.N.A. સાયન્સ પર જશે Gujarat
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»નેશનલ સ્પોર્ટ્સ બિલ પર BCCI અને રાજ્ય એસોસિએશનો સામસામે
    ખેલ જગત

    નેશનલ સ્પોર્ટ્સ બિલ પર BCCI અને રાજ્ય એસોસિએશનો સામસામે

    Vikram RavalBy Vikram RavalAugust 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા, 31
    સરકારે વર્ષ 2025માં એક નવો રમતગમત કાયદો નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ બનાવ્યો છે. પરંતુ આ નવા કાયદાને માનવા અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નવા નિર્ણયથી દેશનાં અલગ-અલગ રાજ્યનાં ક્રિકેટ એસોસિએશનો વચ્ચે ભારે મૂંઝવણ અને ક્નફ્યુઝન ઊભું થયું છે. આ આખો વિવાદ ઓડિશા ક્રિકેટ એસોસિએશન (OCA)ની ચૂંટણીને લઈને ઓડિશા હાઈકોર્ટમાં ચાલી રહેલાં કેસ દરમિયાન સામે આવ્યો છે.

    BCCIના લીગલ વિભાગે કોર્ટમાં સોગંદનામું (અફિડેવિટ) રજૂ કર્યું છે, જેના પર બોર્ડ સેક્રેટરી દેવજીત સૈકિયાની મંજૂરી છે. તેમાં બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ઓડિશા ક્રિકેટ એસોસિએશને તેની ચૂંટણીઓ BCCIના જૂના બંધારણ મુજબ જ યોજવી પડશે. આ બંધારણ વર્ષ 2019માં લોઢા સમિતિની ભલામણોના આધારે તૈયાર કરવામાં આવ્યું હતું.

    બોર્ડે કોર્ટમાં એવો દાવો કર્યો છે કે, નવો કાયદો બની ગયો હોવા છતાં, સરકારે ક્રિકેટને હજુ સુધી આ કાયદા હેઠળ ખાસ રમત (ડેઝિગ્નેટેડ સ્પોર્ટ) તરીકે જાહેર નથી કરી. તેથી આ નવો કાયદો BCCI કે તેના રાજ્ય એસોસિએશનોને સીધો લાગું પડતો નથી. બોર્ડનાં આ વલણથી ક્રિકેટનાં સંચાલનમાં સ્થિરતા રહેશે કે નહીં તેને લઈને સવાલો ઊભા થયા છે.

    બીજી તરફ, રમતગમત મંત્રાલયે ગયા વર્ષે ડિસેમ્બરમાં એક નોટિસ બહાર પાડીને રમત સંસ્થાઓને ડિસેમ્બર 2026 સુધી નવી ચૂંટણીઓ મુલતવી રાખવાની છૂટ આપી હતી. આથી ઘણાં રાજ્ય એસોસિએશનો એવું માનતા હતા કે તેઓ 2026ના અંત સુધી ચૂંટણી રોકી શકે છે.

    આ મામલે સૌથી મોટો વિવાદ હોદ્દેદારો માટેના ‘કૂલિંગ-ઓફ પિરિયડ’ એટલે કે નિયમ મુજબ અમુક સમય માટે પદ છોડીને વિરામ લેવા અંગે છે. નવા કાયદામાં આવા કોઈ વિરામનો સ્પષ્ટ ઉલ્લેખ નથી અને કન્ફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટના નિયમો પણ હળવા કરાયાં છે.

    BCCIએ કોર્ટમાં રજૂઆત કરી છે કે ઓડિશા ક્રિકેટ એસોસિએશનમાં પણ કોઈ વ્યક્તિ સતત બે વારથી વધુ સમય માટે હોદ્દા પર રહી શકતી નથી. તેથી કોઈ વ્યક્તિ સતત ત્રીજી વાર પદ પર સત્તા ભોગવે નહીં અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થાય તે માટે સમયસર ચૂંટણી યોજવી ખૂબ જ જરૂરી છે.

    જોકે, ઓગસ્ટ 2025માં સંસદમાં ચર્ચા દરમિયાન આંધ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને સાંસદ કેસિનેની શિવનાથે આ નવા બિલનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે BCCI આ નિયમો પાળે જ છે.

    પણ હવે BCCIના આ અચાનક બદલાયેલા વલણથી રાજ્યના બોર્ડ મૂંઝવણમાં છે કે તેમણે સરકારના નવા કાયદાનું પાલન કરવું કે પછી BCCIના પોતાના નિયમો માનવા. આ કેસની આગામી સુનાવણી 1 સપ્ટેમ્બરના રોજ થશે.

    BCCI National Sports Bill
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleDevdutt Padikkal નંબર-3 પર હિટ ; બોલિંગ પર સવાલ
    Next Article ચેમ્પીયનની ઓળખ શું! D.N.A. સાયન્સ પર જશે Gujarat
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Duleep Trophy ની સેમિફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ અર્ધશતક લગાવતાં એક વધુ રેકોર્ડ બનાવી દીધો

    August 31, 2026
    ખેલ જગત

    Djokovic સૌથી અમીર,સૌથી વધુ ઇનામી રકમ જીતનારા ટેનિસ ખેલાડી

    August 31, 2026
    ખેલ જગત

    England પાકિસ્તાન સામે સીરીઝ જીતી

    August 31, 2026
    ખેલ જગત

    Kagiso Rabada ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણાની ટેસ્ટ સીરિઝમાંથી બહાર

    August 31, 2026
    ખેલ જગત

    Javagal Srinath નો આજે જન્મદિવસ : નિવૃત્તિ પાછી ખેંચીને 2003 વિશ્વકપ રમ્યાં હતાં

    August 31, 2026
    ખેલ જગત

    Duleep Trophy : ઇશાન ઇજાગ્રસ્ત થતાં 15 વર્ષનો વૈભવ બન્યો ઇસ્ટ ઝોનનો કેપ્ટન

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹157,740
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,590
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹238,760
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 17:01
    Categories
    Latest News

    Duleep Trophy ની સેમિફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ અર્ધશતક લગાવતાં એક વધુ રેકોર્ડ બનાવી દીધો

    August 31, 2026

    Djokovic સૌથી અમીર,સૌથી વધુ ઇનામી રકમ જીતનારા ટેનિસ ખેલાડી

    August 31, 2026

    England પાકિસ્તાન સામે સીરીઝ જીતી

    August 31, 2026

    Kagiso Rabada ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણાની ટેસ્ટ સીરિઝમાંથી બહાર

    August 31, 2026

    Javagal Srinath નો આજે જન્મદિવસ : નિવૃત્તિ પાછી ખેંચીને 2003 વિશ્વકપ રમ્યાં હતાં

    August 31, 2026

    Duleep Trophy : ઇશાન ઇજાગ્રસ્ત થતાં 15 વર્ષનો વૈભવ બન્યો ઇસ્ટ ઝોનનો કેપ્ટન

    August 31, 2026
    Search
    Main News

    Gujarat નો `પાવર’ : આગામી દશકામાં 250 બીલીયન યુનિટ વીજ માંગ થશે

    August 31, 2026

    Gujarat માં ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો

    August 31, 2026

    Glacier તળાવો ફાટવાથી ભારતમાં પણ સર્જાઈ શકે છે ભારે તબાહી

    August 31, 2026

    Canada જતા પહેલા વધુ એક ઈ-ઓથોરાઈઝેશન જરૂરી બનશે

    August 31, 2026

    PM Modi-Jinping તથા રશિયાના રાષ્ટ્રપતિ Vladimir Putin ની મુલાકાત પર વિશ્વની નજર

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Duleep Trophy ની સેમિફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ અર્ધશતક લગાવતાં એક વધુ રેકોર્ડ બનાવી દીધો

    August 31, 2026

    Djokovic સૌથી અમીર,સૌથી વધુ ઇનામી રકમ જીતનારા ટેનિસ ખેલાડી

    August 31, 2026

    England પાકિસ્તાન સામે સીરીઝ જીતી

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.