આલેખન કેતન સારેસા
અસમર્થતાથી આત્મનિર્ભરતા સુધીની સફર ફિઝિયોથેરાપી બની હજારો માટે નવી આશા
રાજકોટમાં છેલ્લા ૧૫ વર્ષથી નિઃશુલ્ક ફિઝિયોથેરાપી સેવા; દર વર્ષે અંદાજે ૧૪થી ૧૫ હજાર જરૂરિયાતમંદોને મળી રહ્યો છે સારવાર અને રિહેબિલિટેશનનો સહારો
વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ ( ) દર વર્ષે ૮ સપ્ટેમ્બર ના રોજ આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે.આ દિવસ ફિઝિકલ રિહેબિલિટેશન અને ફિઝિયોથેરાપીનું મહત્વ સમજાવે છે. ૮ સપ્ટેમ્બર ૧૯૫૧ ના રોજ લંડનમાં ’ ’ – ) ની સ્થાપના કરવામાં આવી હતી. આ વૈશ્વિક સંસ્થાની સ્થાપનાના દિવસને યાદગાર બનાવવા માટે વર્ષ ૧૯૯૬ થી સત્તાવાર રીતે ’વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો. ત્યારથી દર વર્ષે આ દિવસ ઉજવાય છે. વર્ષ ૨૦૨૬ ની થીમ (હૃદય રોગ અને લકવો) છે. જેનો વિસ્તૃત મતલબ થાય છે કે, હૃદયની બીમારીઓ () અને લકવા () ના દર્દીઓનો બચાવ, સારવાર અને શારીરિક પુનર્વસન () માટે ફિઝિયોથેરાપી અને શારીરિક કસરતની ભૂમિકા.
માનવ સેવા એ જ પ્રભુ સેવાના સંકલ્પ સાથે કાર્યરત નારાયણ સેવા સંસ્થાન આજે સમગ્ર દેશમાં દિવ્યાંગો અને વંચિતો માટે આશાનું કિરણ બની રહ્યું છે. ઉદયપુરથી શરૂ થયેલી આ અવિરત સેવા યાત્રા આજે સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તારો સુધી વિસ્તરી છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલું આ સંસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ પરિવારો માટે નવી આશાનું સરનામું સાબિત થઈ રહ્યું છે.
સંસ્થા અનેકવિધ કામગીરી કરી રહી છે, જેમકે, જન્મજાત ખોડખાંપણ, સેરેબ્રલ પાલ્સી કે પોલિયોના કારણે જેમના જીવનમાં ચાલવાની ક્ષમતા છીનવાઈ ગઈ હતી, તેમને ફરી પોતાના પગ પર ઊભા કરવામાં ફિઝિયોથેરાપી અતિ મહત્વનો ભાગ ભજવે છે.
રાજકોટ કેન્દ્ર દ્વારા સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાં સતત નિદાન કેમ્પ યોજીને દર્દીઓને ઓળખવામાં આવે છે. કેમ્પમાં જરૂરિયાતમંદોને વિનામૂલ્યે વ્હીલચેર, ટ્રાઈસિકલ, કેલિપર્સ અને કૃત્રિમ અંગો ( ) અર્પણ કરવામાં આવે છે. કૃત્રિમ અંગ ફીટ કર્યા બાદ વ્યક્તિ તેનો યોગ્ય ઉપયોગ કરી સરળતાથી ચાલી શકે તે માટે ફિઝિયોથેરાપિસ્ટનું માર્ગદર્શન જીવન બદલી નાખનારું સાબિત થાય છે.
ઓપરેશનથી રિકવરી સુધીની સંપૂર્ણ નિઃશુલ્ક સેવા
સામાન્ય રીતે અકસ્માત કે ઓપરેશન પછી કરવામાં આવતી કરેક્ટિવ સર્જરી ૫૦ હજારથી દોઢ લાખ સુધીમાં થાય છે જેથી ગરીબ પરિવારો આર્થિક તંગીના કારણે બાળકોની કે વૃધ્ધો માટે મોંઘી કરેક્ટિવ સર્જરી કરાવી શકતા નથી. રાજકોટ કેન્દ્ર આવા દર્દીઓ માટે એક મજબૂત કડી સમાન છે. કેન્દ્રના ઇન્ચાર્જ તરુણ નાગદા અને તેમની ટીમ દ્વારા દર્દીઓની ફાઈલ તૈયાર કરી, ઉદયપુર સ્થિત મુખ્ય હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક કરેક્ટિવ સર્જરી માટે મોકલવામાં આવે છે. ઓપરેશન, દવાઓ, રહેવા-જમવાની વ્યવસ્થા ઉપરાંત સર્જરી બાદ સ્નાયુઓને સક્રિય રાખવા માટે અપાતી ફિઝિયોથેરાપી અને પોસ્ટ-ઓપરેટિવ એક્સરસાઇઝ કેર તદ્દન નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે.
ઇન્ચાર્જ શ્રી તરુણ નાગદાએ જણાવ્યું હતું કે, ‘‘અમે છેલ્લા ૧૫ વર્ષથી રાજકોટમાં સંપૂર્ણ નિઃશુલ્ક ફિઝિયોથેરાપી સેવા આપી રહ્યા છીએ. સામાન્ય રીતે મહિનામાં અંદાજે ૧૨૦૦ જેટલા લોકો અને વર્ષ દરમિયાન ૧૪-૧૫ હજાર લોકો અમારી પાસે સેવા લેવા માટે આવે છે. દર્દીઓની શારીરિક તકલીફો જાણીને સંસ્થાના ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. જાનવી રાઠોડ દ્વારા જરૂરી કસરતો અને આધુનિક મશીનો વડે તેમને યોગ્ય સારવાર આપવામાં આવે છે.‘‘
ઉપરાંત તેમણે કહ્યું હતું કે ‘‘જે વ્યક્તિને કોઈ શારીરિક ખામી હોય કે ચાલવામાં તકલીફ પડતી હોય, તેઓ રાજકોટ ખાતે યુનિવર્સિટી રોડ, જેટકો ટાવર સામે, શિવશક્તિ કોલોની (-૩૩) સ્થિત કેન્દ્રનો રૂબરૂ સંપર્ક કરી શકે છે.
વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ એ માત્ર કસરત કે સારવારનો દિવસ નથી, પરંતુ કોઈપણ વ્યક્તિ શારીરિક અસમર્થતાના કારણે પાછળ ન રહી જાય અને ગતિશીલ બની દેશના વિકાસમાં સહભાગી બને તેનો સંકલ્પ લેવાનો દિવસ છે.

