જીતુ પરમાર
Mangrol
માંગરોળ. શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા છેલ્લા ચાર વર્ષથી બાબા બરફાની અમરનાથ દાદાની ઝાંખીના દર્શનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ અમરનાથ દાદાની ઝાંખીના દર્શનનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.આ દર્શનનું આયોજન તારીખ ૧૦/૦૯/૨૦૨૬ અને ૧૧/૦૯/૨૦૨૬, વાર ગુરુવાર અને શુક્રવારના રોજ સાંજે ૪૦૦ વાગ્યાથી રાત્રે ૧૨૦૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે.માંગરોળ તેમજ આસપાસના વિસ્તારના તમામ ભાવિક ભક્તોને આ ભવ્ય અને દિવ્ય દર્શનનો લાભ લેવા માટે લીનેશ સોમૈયા ગૌ શાળા પ્રમુખ દ્વારા નમ્ર નિમંત્રણ પાઠવવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.

