( હિતેશ જોષી )
Una તા.૯ઃ
Una થી સાત કિલોમીટર દુર દેલવાડા ગામ પાસે આવેલ પ્રાચીન અને પોરાણિક તીર્થ ધામ ગુપ્ત પ્રયાગ આવેલ છે. ત્યાં ત્રણ ગુપ્ત નદી નો કુંડ માં સંગમ થાય છે. ત્યાં પ્રાચીન નરસિંહ ભગવાન અને બળદેવજી નું મંદિર આવેલ છે. તેમજ મહા પ્રભુજી ની ૬૭ મી બેઠક પણ આવેલ છે. સેંકડો વરસ ની પરમ પરા મુજબ દર વર્ષે શ્રાવણ માસ ની ભાદરવી અમાસ નિમિતે લોક મેળો યોજાય છે.
ત્રણ દિવસીય લોક મેળા નો આજે તા. ૯/૯/૨૬ ને બુધવાર ના રોજ પ્રારંભ પૂજય સંત શ્રી મુક્તાનંદજી બાપુ પ્રેરિત સંચાલિત ગુપ્ત પ્રયાગ તીર્થ ધામ અને ગુપ્ત પ્રયાગ સ્થાનિક સમિતિ આયોજિત લોક મેળા નો પ્રારંભ સવારે સાધુ અને સંતો દવારા ધ્વજા રોહણ કરી પ્રારંભ કરવામાં આવીયો હતો. તેમજ સાંજે ગંગા મહા આરતી યોજાઈ હતી.અને રાત્રી ના ૯,૩૦ કલાકે ગીર બામણાસા ની વિશ્વ વિખ્યાત કાન ગોપી મંડળ દવારા કાન ગોપી (કૃષ્ણ લીલા ) યોજાઈ હતી.ે ૧૦/૯/૨૬ ને ગુરુવારે સાંજે ગંગા આરતી બાદ સમગ્ર સૌરાષ્ટ્ર ભર અને દીવ ઘોઘલા વિસ્તાર માં જે લોકો ના આ વરસ દરમિયાન સ્વજનો અવસાન પામેલ હોય તેમની યાદ માં દીપ દાન કુંડ ના કિનારે બેસી યાદ કરી આખી રાત તર્પણ કરશે. ગુરુવારે રાત્રે લોકો ડાયરો પણ યોજાશે જેમાં લોક સાહિત્ય કાર રાજભા ગઢવી અને સાથી કલાકારો લોક મનોરંજન આપશે તેમજ

